સમગ્ર રાષ્ટ્રની મહિલાશક્તિ ભાજપા મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનમાં ઉપસ્તિ રહેશે
ભારતીય જનતા પાર્ટીના જુદા જુદા સાત મોરચાઓના રાષ્ટ્રીય અધિવેશન રાષ્ટ્રના જુદા જુદા રાજ્યોમાં યોજાઇ રહ્યા છે. ગુજરાત રાજ્યની ગૌરવશાળી ભૂમિ પર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન ૨૧,૨૨ ડિસેમ્બરના રોજ યોજાશે. ભાજપા મહિલા મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન અડાલજ સ્થિત ત્રિદેવ મંદિર ખાતે આયોજિત કરવામાં આવશે. રાષ્ટ્રના જુદાં જુદાં રાજ્યોમાંથી મહિલા શક્તિ રાષ્ટ્રીય અધિવેશન કી સશક્ત મહિલા -સશક્ત ભારતનો નારો ગુંજતો કરાશે.
ભાજપા મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારી માટે શ્રી કમલમ કાર્યાલય ખાતે જુદાં જુદાં વ્યવસના વિભાગોની અગત્યની બેઠક સવારે ૧૧.૦૦ કલાકે મળી હતી. આ બેઠકમાં ભાજપાના પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણિયા અને મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો. જ્યોતિબેન પંડ્યાએ માર્ગદર્શન આપ્યું હતું.
ભાજપાના પ્રદેશ સંગઠન મહામંત્રી ભિખુભાઇ દલસાણિયાએ અધિવેશનને સફળ બનાવવાં અને વ્યવસ ઇન્ચાર્જોને માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતના આંગણે સમગ્ર રાષ્ટ્રની નારી શક્તિને એકત્રિત કરવાના કેન્દ્રિય ભાજપાના નિર્ણયને આવકારતા ગુજરાતની કાર્યકરોની ટીમને સફળતાના મંત્ર સાથે કાર્યરત વાં હાકલ કરી હતી. મહિલા અધિવેશનના સુચારૂ આયોજન માટે ૨૫ જેટલા વ્યવસ વિભાગો બનાવવામાં આવ્યા છે.