શ્રી જૈન ચાલ સ્થાનકવાસી સંઘથી શ્રી શાલીભદ્ર સરદારનગર જૈન સંઘ સુધી ભવ્ય શોભાયાત્રા-સ્વાગત સમારોહ
હજ્જારો ભાવીકો આનંદ ઉત્સાહ સાથે જોડાયા: ભારે ભકિતમય માહોલ
રાજકોટની ધન્ય ધરા પર આજે સત્તર વર્ષના લાંબા અંતરાલ બાદ ચાતુર્માસ માટે રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પાવનકારી પધરામણી થઇ હતી. ગોંડલ રોડ સ્થિત શ્રી જૈનચાલ સ્થાનકવાસી સંઘથી યાજ્ઞીક રોડ સ્થિત શ્રી શાલીભદ્ર સરદારનગર જૈન સંઘ સુધી નીકળેલી શોભાયાત્રામાં હજ્જારો જૈન-જૈનેતરો ભારે આનંદ ઉત્સાહ સાથે જોડાયા હતા. આ પાવન અવસરે યોજાયેલા સ્વાગત સમારોહમાં પણ સંત-સતીજીઓ, જૈન અગ્રણીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.
મુંબઇ, કોલકત્તા, ચૈન્નઇ, હૈદ્રાબાદ, બેગ્લોર, રાયપુર, આકોલા જેવા, પૂર્વ ભારત અને દક્ષિણ ભારતના અનેક અનેક ક્ષેત્રોમાં અથાગ શાસન પ્રભાવના કરીને હજારો હ્રદયમાં ધર્મપ્રેમ જાગૃત કરનારા રાષ્ટ્રસંઘ પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ રાજકોટની ધરા પર સત્તર વર્ષના લાંબા સમય બાદ ચાતુર્માસ અર્થે પર્ધાયા છે. એમના નગર પ્રવેશને વધાવવા સમગ્ર રાજકોટમાં આનંદ-ઉત્સાહની એક લહેર પ્રસરાઇ ગઇ છે.
જે ભુમિનું ભાગ્ય અનશન આરાધિકા પૂજયશ્રી ભાગયવંતાજી મહાસતીજીએ સૌભાગ્યમાં પરિવર્તિત કરી દીધું હતું. તેવા રાજકોટ મહાનગરના શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ સંચાલીત ધર્મક્ષેત્ર સમા, શ્રી શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘમાં ગુજરાતના પુજય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ, રાષ્ટ્રસંત પૂજયશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ, પૂજય શ્રી ચેતનમુનિ મહારાજ સાહેબ આદિ ૬ સંતો તેમ જ ૭૫ પૂજય મહાસતીજી વુંદ આજે સવારનો ૮.૩૦ સવારે મંગલ પધારમણી કરી હતી.
આ અવસરે પૂજય સંત-સતીજીઓના જૈન આગમનને વધાવવા સ્વાગત શોભાયાત્રા નીકળી હતી. સ્વાગત શોભા યાત્રા સવારના ૭.૩૦ કલાકે રાજકોટના શ્રી જૈનચાલ સ્થાનકવાસી સંઘ, ગોંડલ રોડથી પ્રારંભ થઇ યાજ્ઞીક રોડ થઇને ૮.૩૦ કલાકે શ્રી શાલીભદ્ર સરદારનગર જૈન સંઘમાં પધારા હતા. જયા ૮.૩૦ કલાક દરમ્યાન સ્વાગત સમારોહ યોજાયો હતો.
આ અવસરે રાજકોટમાં બિરાજમાન ડુંગર દરબારના પૂજય જશ-ઉત્તમ – પ્રાણ પરિવારના સંત – સતીજીઓ અને શ્રી સંઘાણી સંપ્રદાયના સતીજીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.
સમસ્ત રાજકોટના શ્રી સંઘો, મહિલા મંડળો, યુવા મંડળોના સભ્યો, અર્હમ યુવા ગ્રુપ તેમજ લુક એન લર્નના ભાવિકોની સાથે વિશાળ સંખ્યામાં ભાવિકો ઉ૫સ્થિત રહીને પ્રવેશ વધામણા કર્યા હતા.
આ પુણ્યવંતા અવસરનો લાભ લેવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને પધારવા શ્રી સંઘ તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
નમ્રમુનિ મ.સા.ના ચાતુર્માસના પ્રવચનોનું ‘અબતક’કરશે લાઇવ ટેલીકાસ્ટ
‘અબતક’ચેનલ, ફેસબુક પેઇજ અને ડિજિટલ પર કરાશે જીવંત પ્રસારણ જેનો જૈન-જૈનેતરો લાભ લઇ શકશે. સત્તમ વર્ષ લાંબા અંતરાલ બાદ રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ ચાતુર્માસ ગાળવા માટે રાજકોટમાં મંગલકારી પધરામણી કરી ચુકયા છે. જૈન-જૈનતરોમાં ભારે આનંદ ઉલ્લાસ છવાવ્યો છે.
ચાતુર્માસ દરમિયાન રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ના દરેક પ્રવચન તથા વ્યાખ્યાનનું ‘અબતક’ચેનલ (ઇનકેબલ-૫૬૧, ડેન નેટવર્ક-૫૮૮, ૭ સ્ટાર નેટવર્ક મુંબઇ-૫૩૦), વેબસાઇટ (WWW.www.abtakmedia.com) યુટ્યુબ (abtakmedia) અબતક ફેસબુક પેઇઝ તથા અબતક ડિજિટલ મીડિયા પર લાઇવ ટેલીકાસ્ટ કરવામાં આવશે. જે જૈન-જૈનેતરો નમ્રમુનિ મ.સા. સાહેબના ભકિતમય પ્રવચનોના રુબરુ સામેલ ન થઇ શકયા હોય તેવા ભાવીકો ‘અબતક’ ચેનલ, ફેસબુક પેઇઝ અને અબતક ડિજિટલ મીડીયાના માઘ્યમથી ભકિતરસ માણી શકશે.