થાકના લીધે તબીયત નાદુરસ્ત, રિપોર્ટ નોર્મલ આવ્યા: પૂ. નમ્રમૂનિ મ.સા. બે દિવસ આરામ કરે તેવો ભાવિકોનો આગ્રહ.
રાષ્ટ્રસંત પૂ. નમ્રમૂનિ મહારાજ સાહેબની આજે તબીયત નાદુરસ્ત થતા તેઓને સ્ટર્લીંહગ હોસ્પિટલ ખાતે હેલ્થ ચેકઅપ અર્થે લઈ આવવામાં આવ્યા હતા આ તકે જૈન અગ્રણીઓ પણ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા ચેકઅપ બાદ પૂ. નમ્રમૂનિ મ.સા.ને રજા આપી દેવામાં આવી હતી. થાકના કારણે પૂ. નમ્રમૂનિ મ.સા.ની તબીયત નાદુરસ્ત હોવાનું તબીબે જણાવ્યું હતુ.
ગોંડલ સંઘ પ્રમુખ પ્રવિણ કોઠારીએ જણાવ્યુતુ કે પૂ. રાષ્ટ્રસંત ગૂરૂદેવ નમ્રમૂની મહારાજસાહેબની આજ સવારે થોડી નાદુરસ્ત તબીયત થતા ગૂરૂદેવના અનન્ય ભકત એવા ડોકટર દવેને ત્યાં ચેકઅપ કરાવતા તેમણે નમ્રમૂનિને સ્ટર્લીંગ હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હોવાથી સ્ટર્લીગ હોસ્પિટલના ડોકટર કમલ પરીખ તેમજ તેમની ટીમે બધી જ તપાસ કરતા તમામ રીપોર્ટ નોર્મલ આવ્યા છે.
આ માત્ર થાકના લીધે જ તબીયત થોડી નાદુરસ્ત થઈ હતી. હોસ્પિટલોના ડોકટરો તરફથી ઉપાશ્રય જવાની પરવાનગી પણ આપી દેવામાં આવી છે.ગૂરૂદેવ વ્હીલચેર દ્વારા પધારશે. અમારા સંઘનો આગ્રહ એવો રહેશે કે પૂ. ગૂરૂદેવ ૨ દિવસ જેટલો આરામ કરે, પણ જોવાનું એ રહ્યું કે ગૂરૂદેવ અમારી ભાવના સ્વીકારે છે કે નહિ?
વધુમાં મનોજભાઈ ડેલીવાળાએ જણાવ્યું હતુ કે, ઘણા ભકતોએ એવો ભાવ રાખ્યો હતો કે પૂ. ગૂરૂદેવ અન્ય દર્દીઓને માંગલીક સ્ત્રોતનું ભાવ રાખે જેને અનુલક્ષી પૂ. ગૂરૂદેવએ ડો. કમલ પરીખની સાથેરહી માંગલીક સ્ત્રોતો નો પાઠ કર્યા હતા.