- ‘યાદવ સેવા સમાજ-સમગ્ર ભારત’નું અમદાવાદમાં 13મું વાર્ષિક સંમેલન યોજાયું, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા શુભારંભ
યુવાનોની સશક્ત અને સજાગ ભાગીદારી જ સમાજ અને રાષ્ટ્રને સમૃદ્ધ બનાવી શકે છે. આથી જ મહાન કર્મયોગી ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કર્મના ભાવને અપનાવા પર ભાર મુક્યો હતો. આવી સ્થિતિમાં, યુવાનોની મોટી જવાબદારી છે કે તેઓ તેમની આ ભૂમિકા ઓળખે અને આ દિશામાં સકારાત્મક પહેલ કરીને નવા આયામ સર્જે. ઉપરોક્ત નિવેદન જાણીતા સાહિત્યકાર અને બ્લોગર તેમજ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ’યાદવ સેવા સમાજ-સમગ્ર ભારત’ના વસ્ત્રાલ, અમદાવાદમાં આયોજિત 13મા વાર્ષિક સંમેલન અને સ્નેહ મિલન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વ્યક્ત કર્યા. તેમણે તેમના સંબોધનમાં યુવાનોમાં શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને દેશ નિર્માણમાં તેમની વધતી જતી મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ચર્ચા કરતાં સમાજમાં તેમના નવા કર્તવ્ય નિર્માણ તરફ પણ ધ્યાન આકર્ષિત કર્યું.
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે કહ્યું કે ગુજરાતની ધરતી દ્વારકાધીશ માટે જાણીતી છે. દ્વારકાધીશ શ્રી કૃષ્ણના વ્યક્તિત્વમાં ભારતને માત્ર એક પ્રતિભાશાળી રાજનેતા જ નહિ, પણ એક મહાન કર્મયોગી અને તત્વચિંતક મળ્યાં છે, જેમનું ગીતા-જ્ઞાન સમસ્ત માનવજાત અને દરેક કાળ અને દેશો માટે માર્ગદર્શક છે. આજના દેશના યુવાનોને શ્રી કૃષ્ણના વિરાટ ચરિત્રનું વિગતવાર અભ્યાસ કરવાની જરૂર છે. શ્રી યાદવે જણાવ્યું કે શ્રી કૃષ્ણે ક્યારેય કોઈ પ્રતિબંધ લાગુ ન કર્યો. તેમણે સમગ્ર જીવનને સંપૂર્ણતા સાથે સ્વીકાર્યું છે. સંસારના વચ્ચે રહેવા છતાં પણ તેમાંથી તટસ્થ રહીને તેઓ પૂર્ણ પુરુષ કહેવાયા. એજ કારણ છે કે તેમની સ્તુતિ લગભગ આખી દુનિયામાં કોઈ ને કોઈ રૂપમાં કરવામાં આવે છે.
આ પ્રસંગે ગુજરાતના વિવિધ જિલ્લાના વિદ્યાર્થીઓ કે જેમણે ધોરણ 10 અને 12 સહિત ઉચ્ચ વર્ગોમાં ઉત્કૃષ્ટ સ્થાન મેળવ્યું છે, મેડિકલ, એન્જિનિયરિંગ અને વિવિધ સેવાઓમાં પસંદગી પામેલ પ્રતિભાઓ અને સમાજ સેવા માટે તત્પર મહાન વ્યક્તિઓનું સ્મૃતિચિહ્ન અને પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. નવા સભ્યો અને આજીવન સભ્યપદ મેળવનાર સભ્યોનું પણ સન્માન કરવામાં આવ્યું.
’યાદવ સેવા સમાજ-સમગ્ર ભારત’ના ગુજરાત પ્રમુખ શ્રી સત્યદેવ યાદવે જણાવ્યું હતું કે, દેશના વિવિધ રાજ્યોમાંથી લોકો વેપાર અને આજીવિકા માટે ગુજરાતમાં આવે છે. આ વાર્ષિક સંમેલન તે બધા વચ્ચે સમન્વય સાધવા, તેમની સેવાઓનું સન્માન કરવા, આશાસ્પદ પ્રતિભાઓને પુરસ્કાર આપવા, સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન, લગ્ન પરિચય કાર્યક્રમો અને સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં તેમની સમૃદ્ધ ભાગીદારીને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે આયોજન કરવામાં આવ્યું.
આ દરમિયાન સર્વશ્રી સત્યદેવ યાદવ, શિવ મૂર્તિ યાદવ, મુલાયમ સિંહ યાદવ, એડવોકેટ અશોક યાદવ, શિવ શંકર યાદવ, રામાધાર યાદવ, મુકેશ યાદવ, ભીમ સિંહ યાદવ, રામ બક્ષ યાદવ, જિતેન્દ્ર યાદવ સહિત ઘણા લોકોએ તેમની સક્રિય ભાગીદારીથી લોકોને પ્રોત્સાહિત કર્યા.