પાંચ વર્ષથી લાગતા વળગતા અધિકારીઓને રજૂઆતો કરીએ છીએ પરંતુ રજૂઆતો ધ્યાને લેવાતી નથી : ખેડૂતો

હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચ ની નર્મદા કેનાલ લીકેજ હોવાને કારણે તેમજ બાજુમાં ગટરનું કામ અધૂરું રહી જતા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ રહ્યા છે  જેને કારણે ખેડૂતોનો ઊભો પાક બળી જવાની નોબત સર્જાઇ છે જેથી  નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા વહેલી તકે યોગ્ય  કરે તે જરૂરી છે

7537d2f3 2

કવાડિયા ગામની સીમ વિસ્તારમાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલ નું નબળું કામ હોવાને કારણે લીકેજ થઈ રહી છે સાથે જ કેનાલની બાજુમાં જે ગટર બનાવવાનું કામ પૂર્ણ કરવામાં આવનાર હોય જે કામ પણ અધુરુ રહેતા લીકેજ થઈ રહેલી કેનાલનું પાણી ખેડૂતોના ખેતરમાં ભરાઈ રહ્યું છે જેને કારણે ચારથી પાંચ જેટલા ખેડૂતોની ૪૦ વિઘા જેટલી જમીન બંજર થઈ ગઈ છે અને તેમાં વાવેલ જીરુ,ઘઉં સહિતનો પાક પાણી ભરાઈ રહેવાને કારણે સુકાઇ રહ્યો છે જેથી નર્મદા કેનાલના અધિકારીઓ દ્વારા વહેલી તકે લીકેજ થતું પાણી બંધ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે

આ સાથે જ વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે અમો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ધાંગધ્રા તેમજ સુરેન્દ્રનગર નર્મદા શાખાના અધિકારીઓને લેખિતમાં રજૂઆતો તો કરીએ છીએ પરંતુ આજદિન સુધી અમારી રજુઆતો ધ્યાને લેવામાં આવતી નથી જેથી વહેલી તકે કેનાલ રીપેરીંગ કરી ગટરનું કામ અધૂરું મૂકવામાં આવ્યું છે તે કામ પૂરુ કરી લીકેજ થતું પાણી બંધ કરવા ખેડૂતોએ માંગ કરી છે  ત્યારે હવે જોવાનું એ રહ્યું કે નર્મદા કેનાલ શાખાના અધિકારીઓ  ખેડૂતોની રજૂઆતો ધ્યાને લે છે કે જે પાંચ વર્ષથી ચાલતુ  આવ્યું છે તેમજ ચાલતું રહેશે..!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.