ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં નામો અંગે ચર્ચા: ઉપપ્રમુખ માટે યુવા ચહેરાની પસંદગી કરાશે
ગોંડલ નગરપાલિકાની 44 બેઠકો ઉપર ભાજપે ભગવો લહેરાવી દીધા બાદ પ્રથમ વખત વિપક્ષ વગરની નગરપાલિકા માં પ્રમુખ નો તાજ કોના શિરે ની મિટિંગ શનિવારે ગાંધીનગર ખાતે મળનાર છે
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ નગરપાલિકા માં ભાજપે તમામ 44 એ 44 સીટ કબ્જે કરી ક્લીન સ્વીપ કરી નાખી છે ત્યારે પ્રમુખ નો તાજ કોના શિરે ની શહેરભરમાં જોર શોર થી ચર્ચાઓ થઈ રહી છે, શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધત્રા એ જણાવ્યું હતું કે પ્રમુખ, ઉપ પ્રમુખ હોદા માટે શનિવારે સવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની હાજરીમાં પાર્લામેન્ટરી બોર્ડ ની મિટિંગ મળનાર છે, સ્થાનિક આગેવાનો દ્વારા પ્રથમ અઢી વર્ષ માટે મહિલા પ્રમુખ તરીકે શીતલબેન સમીરભાઈ કોટડીયા, ખુશ્બુબેન ગોપાલભાઈ ભુવા અને ભાવનાબેન પ્રવીણભાઈ રૈયાણી ના નામની રજુઆત કરાઈ છે તેમજ ઉપ પ્રમુખ માટે પ્રથમ વખત ચૂંટાઈ ને આવેલા યુવા સદસ્યો સંજયભાઈ ધીણોજા અને ભરતસિંહ જાડેજા ના નામ મોખરે છે આખરી નિર્ણય મુખ્યમંત્રી ની સમક્ષ લેવામાં આવશે બાદમાં કારોબારી, બાંધકામ, ટાઉન પ્લાનિંગ અને વોટર વર્કસ ના ચેરમેન ની નિયુક્તિ લોકલ લેવલે કરવામાં આવશે તેવું અંતમાં જણાવાયું હતું.માટે ત્રણ નગરસેવિકાઓનાં નામ ચર્ચામાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં નામો અંગે ચર્ચા: ઉપપ્રમુખ માટે યુવા ચહેરાની પસંદગી કરાશે