ફિનીક્સ પક્ષીની જેમ પ્રાશલાએ ૨૧મી શીબીર સંપન્ન કરી
‘અબતક’ મીડિયા હાઉસના મેનેજીંગ એડિટર સતીષકુમાર મહેતાને શાલ ઓઢાડી કરાયા સન્માનીત: ૨૩મી રાષ્ટ્રકથા શિબિર અ્ન્ય કરતા શ્રેષ્ઠ રહી: સ્વામી ધર્મબંધુજી
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પ્રાંસલા મુકામે ૨૩મી રાષ્ટ્રકથા શિબિરનું આયોજન ૧૦ દિવસ માટે કરવામાં આવ્યું હતું. જેમાં અનેક વિધ રાજયોમાંથી બાળકો પ્રાંસલા મુકામે આવી રાષ્ટ્રહિતના પાઠ શિખ્યા હતા અને એક જૂટ થઈ કેવી રીતે રહેવું અને દેશના વિકાસમાં કઈ રીતે મદદરૂપ થવું તે વિશે ૧૦ દિવસ અનેક વિધ વકતાઓના વ્યાખ્યાનોથી માહિતી મેળવી હતી. આ પ્રસંગે સ્વામી ધર્મબંધુજીની અધ્યક્ષતામાં રાષ્ટ્રકથા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રકથા શિબિરના સમાપન બાદ સ્વામી ધર્મબંધુજી ‘અબતક’ મીડિયા હાઉસનું મુલાકાતે આવ્યા હતા. જયાં તેઓએ ‘અબતક’ની કામગીરી અને સહયોગને બિરદાવ્યું હતું અને ‘અબતક’ મીડિયા હાઉસના મેનેજીંગ તંત્રી સતીષકુમાર એસ.મહેતાને શાલ ઓઢાડી સન્માનીત કર્યા હતા. આ પ્રસંગે ‘અબતક’ સાથે વાતચીત કરતા સ્વામી ધર્મબંધુજીએ વિગત આપતા જણાવ્યું હતું કે, આ વર્ષની શિબિરનો માહોલ ખૂબજ સારો અને મહત્વપૂર્ણ રહ્યો હતો. બાળકો અનુશાસન અને એકજૂટ થઈને રહ્યાં હતા.
૨૩મી રાષ્ટ્રકથા શિબિર અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ શિબિર માની એક નિવડી છે તેમ સ્વામી ધર્મબંધુજીએ જણાવ્યું હતું. વધુમાં શિબિરમાં પડતી તકલીફો વિશે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આવતા વર્ષ સુધીમાં બાળકો માટે ૨૦૦ ટોયલેટનું નિર્માણ કરશે અને રહેવાની પણ સારી વ્યવસ્થા ઉભી કરશે. કારણ કે, હાલ બાળકોને ઘણી અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. સાથો સાથ તેઓએ શિબિરની સફળતા પાછળ તમામ પેરા મીલીટ્રી ફોર્સીસ અને ટીચરોનો પણઆભાર માન્યો હતો. તેઓએ બાળકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ શિખવા માટે શિખવું જોઈએ અને તેના માટેનું વાતાવરણ પ્રાંસલા ખાતે આયોજીત થતી રાષ્ટ્રકથા શિબિરમાંથી મળી રહે છે.
જયારે તેમને દેશ ભાવના વિશે પુછવામાં આવ્યું ત્યારે તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, દેશ ભાવના શિખવાની જરૂર નથી હોતી માત્ર લોકોએ દેશદાઝ અને સંસ્કૃતિ, દેશની સભ્યતાની જાળવણી માટે અને તેના રક્ષણ માટે પ્રતિજ્ઞા લેવી જોઈએ અને આ તમામ વસ્તુ ત્યારે જ સાર્થક થાય જયારે શાળાઓ અને શાળા સંચાલકો આ વિશે ગંભીરતાથી વિચારે અને તેનું પાલન કરે.
વિદ્યાર્થીઓનો અથવા તો દેશનો વિકાસ દેશ ભાષણ અને નારાથી નથી થતો, તેઓએ ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, બીજા વિશ્ર્વ યુદ્ધ બાદ જયારે વિન્સ્ટન ચર્ચીલે બજેટ રજૂ કર્યું ત્યારે તેઓએ તેમાંથી તમામ ક્ષેત્રમાં બજેટમાં ઘટાડો કર્યો હતો પરંતુ શિક્ષણ ક્ષેત્રમાં સહેજ પણ ઘટાડો કર્યો નહોતો જેને લઈ વિરોધીઓએ બજેટનો વિરોધ પણ કર્યો હતો. તેના પ્રત્યુત્તરમાં વિન્સ્ટન ચર્ચીલે જણાવ્યું હતું કે, જો બજેટમાં શિક્ષણ ક્ષેત્રે અપાતું બજેટમાં જો કટોતી કરવામાં આવશે તો વિદ્યાર્થીઓને ઘણુખરુ ભોગવવું પડશે અને તેનુ નુકશાન કોઈપણ રીતે પહોંચી વળવામાં નહીં આવી શકે.
ગયા વર્ષે બનેલી દુ:ખદ ઘટના વિશે ધર્મબંધુજીએ જણાવતા કહ્યું હતું કે, તે તેમની લાઈફનો સૌથી મોટો સેટબેક હતો અને તે જીવનભર તે ઘટનાને ભુલી નહીં શકે. તેમના પર લગાવવામાં આવતા આરોપોના સંદર્ભમાં તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, સમર્પણ, પ્લાયન, ઝુકવું તેનું નામ ધર્મબંધુ નહીં એટલે કોઈપણ વિકટ પરિસ્થિતિમાં સ્વામી ધર્મબંધુ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે અને દેશહિત માટે પ્રયત્નશીલ છે.
પ્રાંસલામાં રાષ્ટ્રકથા શિબિરનું સફળતાપૂર્વક સમાપન
સ્વામી ધર્મબંધુજી પ્રેરિત ૨૧મી રાષ્ટ્રકથા શિબીરનું આજે સફતાપૂર્વક સમાપન થયું હતુ સમાપન વેળા લાગણીસભર પ્રવચન કરતા સ્વામી ધર્મબંધુજીએ જણાવ્યું હતુ કે, આપની સમક્ષ શિબીર દરમિયાન ટોચના વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ, કાનુનવિદ્વ, કૃષિ તજજ્ઞ, લશ્કરની વિવિધ પાંખના વડાઓ, રાજનીતિજ્ઞ સહિત વિવિધ ક્ષેત્રના રાષ્ટ્રહિત ચિંતકોના કુલ ૩૭ કલાકના જ્ઞાનસત્ર યોજાયા હતા.
આપે શીખેલ બાબતને આપની શાળા સમાજ અને ગ્રામમાં સહુને માહિતગાર કરજો આપને જે શિખવવામાં આવ્યું છે. તેને આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરજો. જેનાથી આપનું સહુથી અલગ વ્યકિતત્વ ઉભરી આવશે અને રાષ્ટ્રનિર્માણની દિશામાં આપણે પગરણ માંડી શકીશું આપનું વ્યકિતત્વ એવું આદર્શ સ્થાપિત કરજો કે સહુ આપને ઉદાહરણ સ્વરૂપે રજૂ કરો. વધુમાં તેમણે સમાજમાં જયા અન્યાય, અત્યાચાર નજરે પડે તો તેને દૂર કરવા પ્રયત્ન કરજો અન્યાય સહન કરવો એ અપરાધ છે.
આપ રાષ્ટ્રને અનુપમ પ્રેમ કરજો, જેના દ્વારા આપને રાષ્ટ્રહિતના ઉમદા વિચાર ઉદભવશે, આપ કદાપી રાષ્ટ્રીય સંપતિને નુકશાન નહી કરો.
વધુમાં ઈસરોના વૈજ્ઞાનિક રવીકુમાર વર્માએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતુ કે આ શિબિરમાં ઈસરોએ ભાગ લીધો છે. તેનો મુખ્ય હેતુ છે કે લોકોને સોસ સાયન્સ ધ ટેકનોલોજીનું જ્ઞાન વધે અને જે બાળકો અહીઆ આવ્યા છે તે આવનારા ભવિષ્યની પેઢીને જણાવાનું કે સ્પેસમાં ભારતે શુ સિધ્ધીઓ હાંસલ કરી છે.
બાળકો સાથે વાતચીત કરીને ખૂબ સા‚ લાગ્યું અનેનવી જનરેશન સાથે વાર્તાલાપ કરવાની મને આ શિબિર થકી તક મળી તે માટે હુ ખુબ ખુશ છું. શિબીરમાં ઈસરોનું એકિઝબીશન પણ રાખવામાં આવ્યું છે. જેના દ્વારા બાળકોને સમજાવવામાં આવે છે. કે ઈસરોએ કઈ રીતે સ્પેસ ટેકનોલોજીની શ‚આત ભારતમાં કરી, કેવી રીતે ધીમે ધીમે આગળ વધ્યા અને હાલ કઈ લેવલે ટેકનોલોજી જઈ રહી છે. અને આગળ ભવિષ્યમાં ઈસરો શું શુ કરવા જઈ રહ્યું છે.તેની સંપૂર્ણ માહિતી આ એકઝીબીશન દ્વારા બાળકોને આપવામાં આવે છે.
ઈન્ડિયન નેવીના ઈકબાલ સિંહના વાત કરતા જણાવ્યું હતુ કે સ્વામી ધર્મબંધુજીએ આ શિબીરનું જે આયોજન કર્યું છે. જેમાં ભારત ભરમાંથી બાળકો જોડાયા છે.આ શિબીર દ્વારા રાષ્ટ્રને જોડવા માટે અને આવનારી ભવિષ્યની પેઢીને આગળ વધારવા માટેને દેશભકિત માટે પ્રવકર્તા દ્વારા બાળકોને પ્રોત્સાહીત કરવામાં આવે છે.
જ આ શિબિર દ્વારા બાળકોને સારૂ જ્ઞાન આપવામાં આવે છે. જેથી તેઓ દેશની ઉન્નિતી માટે આગળ આવે દેશનું નામ શન કરે. લેફટનન જનરલ રણધીર મહેતાએ જણાવ્યું હતુ કે રાષ્ટ્રકથા શિબિરનુંએક અનોખું મહત્વ છે.
જેમા બાળકોને રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય ભાવનાનો સંચાર કરવામાં આવે અને એકજુઠ થઈ ભારતના વિકાસ માટે શકિત પ્રદાન કરે અને આ રાષ્ટ્રકથા શિબીર તેમનામાં શકિતનો સંચાર કરશે. બાળકો શિબીર દ્વારા એ જાણે કે હા ભારતમાં વિવિધતા જરૂર છે. પરંતુ એ વિવિધતા એક કલ્ચર છે. ભાષા બેઈઝડ છે. પરીધાનમાં છે. પરંતુ વિચારોમાં આપણે બધા એક જ છીએ.
બીજુ અમારા પ્રયાસો છે કે, બાળકોનાં મગજમાં એ બદલાવ લાવીએ જેથી તેઓ ભારત વર્ષની બધી વસ્તુને પોતાની સમજે અને ભારતનાં વિકાસમાં આપણને એક મુખ્ય ભાગીદાર સમજે. અને ભારતની જે કલ્ચલર વેલ્યું છે તે વેલ્યુ પર પણ ધ્યાન આપે. દંગા