ઓનલાઈન બુકિંગ કરતી સમયે મોટાભાગે એવું બને છે કે લોકો પેસેન્જરનું નામ ભરવામાં ભૂલ કરી લે છે. આ સમયે તમે મુસાફરી કરી શકતા નથી અને ટિકિટ કેન્સલ કરાવવી પડે છે. એવું પણ બને કે, ટિકિટ બુક કરી હોય પણ ટ્રાવેલિંગના પ્લાનમાં ચેન્જ આવ્યો હોય. આ સમયે તમે વિચારો છો કે તમારી ટિકિટ પર અન્ય કોઈ મુસાફરી કરી શકે તો સારું. તો હવે આ બાબત શક્ય બનશે.
આઈઆરસીટીસી દ્વારા નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. આઈઆરસીટીસીના નવા નિયમ અનુસાર હવેથી તમે તમારી કન્ફર્મ ટિકિટ પર ફેમિલિ મેમ્બર્સને યાત્રા કરાવી શકો છો. આ માટે પેસેન્જરના નામમાં ફેરફાર કરવાનો રહેશે.
જો તમે ટિકિટ બુકિંગ કરાવો છો તો હવે તમે નવા નિયમોના આધારે કન્ફર્મ ટિકિટ પર પણ પેસેન્જરનું નામ ચેન્જ કરી શકો છો. આ માટે કેટલીક પ્રોસેસ અને ડોક્યુમેન્ટ્સની જરૂર રહે છે અને એકજ વખત નામ બદલી શકાશે.