છ સિનિયર આઇપીએસ અધિકારીના નામ કેન્દ્રમાં મોકલાયા: એનડીઆરએફમાં ડેપ્યુટેશન પર રહેલા અતુલ કરવલ રાજયના પોલીસ વડા બનવાની ના કહે તો સુરત પોલીસ કમિશનર અજય તોમરના ચાન્સ વધી જશે
વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી ડીજીપી આશિષ ભાટીયાને બે વખત એકટેન્શન અપાયા બાદ તેઓ આગામી તા.31 જાન્યુઆરીએ નિવૃત થઇ રહ્યા છે. ત્યારે રાજયના નવા ડીજીપી તરીકે સરકાર દ્વારા છ સિનિયર આઇપીએસ અધિકારીના નામ કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવ્યા છે. જેમાં એનડીઆરએફમાં ડેપ્યુટેશન પર રહેલા સિનિયર આઇપીએસ અતુલ કરવલનું નામ સૌથી મોખરે છે. તેઓ રાજયના પોલીસ વડા બનવાની ના કહે તો સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરના ચાન્સ વધી જશે રાજયમાં નવા ડીજીના નામની આવતા સપ્તાહમાં જાહેર થઇ જશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.
સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગુજરાત સરકારે નવા ડીજીપીની પસંદગી કરવા માટે ગુજરાતના છ સિનિયર આઈપીએસના નામ કેન્દ્ર સરકારમાં મોકલી આપ્યાં છે. વિધાનસભાની ચૂંટણીના કારણે બે વખત એક્સટેન્શન મેળવ્યા પછી આગામી તા. 31 જાન્યુઆરીએ ડીજીપી આશિષ ભાટિયા વયનિવૃત્ત થઈ રહ્યાં હોવાથી નવા ડીજીપીની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.ગુજરાત સરકારે પેનલમાં છ નામ મોકલ્યાં છે તેમાં 1988 બેચના આઈપીએસ અતુલ કરવાલનું નામ મોખરે છે. હાલમાં એન.ડી.આર.એફ.ના ડીજીપી તરીકે ડેપ્યુટેશન ઉ52 2હેલા અતુલ કરવાલની પસંદગી થાય તો એક વર્ષ એટલે કે માર્ચ-2024 સુધી ગુજરાતના ડીજીપીપદે આરૂઢ થઈ શકે છે.
પેનલમાં ગુજરાત કેડરમાં 1989 બેચના વિવેક શ્રીવાસ્તવનું નામ છે. વિવેક શ્રીવાસ્તવ હાલમાં સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં દિલ્હી ખાતે ડેપ્યુટેશન ઉપર છે. હાલ ગુજરાતમાં ફરજ બજાવતા વિકાસ સહાય (ગુજરાત પોલીસ એકેડમીના વડા), અનિલ પ્રથમ (સીઆઈડીના વડા) અને અજય તોમર (સુરત પોલીસ કમિશનર)ના નામ પણ પેનલમાં મોકલવામાં આવ્યાં છે. છ અધિકારીઓની પેનલમાં 1991 બેચના અને વડોદરાના પોલીસ કમિશનર સમશેરસિંઘનું નામ પણ સામેલ છે.
ઉલ્લેખનિય છે કે, ડીજીપી આશિષ ભાટિયા નિવૃત્ત થશે તે પછી ગુજરાત પોલીસમાં હાલમાં અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સિનિયર મોસ્ટ છે.
1987 બેચના સંજય શ્રીવાસ્તવ માર્ચ મહીના અંતમાં નિવૃત્ત થતાં હોવાથી તેમને બે મહીના માટે ડીજીપી બનાવવામાં આવે તે શક્ય નથી. જો કે, સરકાર ઈચ્છે તો છ મહિનાનું એક્સટેન્શન આપી તેમને ડીજીપી બનાવી શકે છે. આઠ મહિના પછી ફરી વખત ડીજીપી પસંદગીની પ્રક્રિયા હાથ ધરવી પડે તે સંભાવનાએ નવા ડીજીપી પસંદ પેનલમાં તેમનું નામ કરાયું નહીં હોવાનું મનાઈ રહ્યું છે. જાન્યુઆરી માસના અંતિમ અઠવાડિયામાં ગુજરાતના નવા ડીજીપીની પસંદગી થઈ જશે એ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.