અધુરી નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવા સરકારની મંજૂરી

ઘણા કિસ્સાઓમાં પોતાના સંતાનના જન્મ બાદ વાલીઓ સંતાનનું નામ જન્મ નોંધમાં દાખલ કરવાનું ભૂલી જતા હોય છે. સરકારશ્રીએ તા. ૨૨/૦૧/૨૦૦૪ પહેલા જન્મેલા બાળકોના નામ નોંધાવવાના બાકી હોય તેવી જન્મ નોંધમા તા. ૨૧ જાન્યુઆરી સુધીમાં રજીસ્ટરમાં નામ દાખલ કરાવી શકાય તે માટે ખાસ મંજૂરી આપી છે. સબબ સંબંધિત લોકો આ ખાસ છુટછાટનો લાભ લઇ તેઓની અધુરી સરકારી નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરી ભવિષ્યના પ્રશ્નો ટાળી શકે છે તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

જન્મ મરણ અધિનીયમ ૧૯૬૯ ની કલમ ૧૪ મુજબ બાળકના જન્મની નોંધણી બાદ ૧૫ વર્ષ સુધી તે બાળકનું નામ જન્મ નોંધમાં દાખલ કરાવવાનું હોય છે. ધણા જ કિસ્સાઓમાં બાળકના વાલી તરફી બાળકના જન્મની નોંધણી થાય છે પરંતુ તે બાળકનું નામ દાખલ કરાવવાનું બાકી રહેલ છે. આવા કિસ્સાઓ અને સામાજીક પરિસ્થિતિને ધ્યાને રાખી સરકારશ્રી તરફી પરિપત્ર નં. એસબીએચઆઇ/બીએન્ડડી/ માર્ગદર્શન/ ૨૫૩૮-૨૯૪૧/ વીએસ -૦૯ તા. ૧૨/૦૮/૨૦૦૯ થી જાહેર કરેલ છે કે તા. ૨૨/૦૧/૨૦૦૪ પહેલા જન્મેલા બાળકોના નામ જન્મ નોંધમાં દાખલ કરવાના બાકી હોય તેવી જન્મ નોંધમા તા. ૨૧/૦૧/૨૦૧૯ સુધીમાં રજીસ્ટરમાં નામ દાખલ કરાવી લેવાના રહેશે. આ અંગે મ્યુનિ. કમિશ્નર, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવી બાકી રહેલ જન્મ નોંધણીમાં બાળકના નામ દાખલ કરાવવા સારૂ જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે તેઓ સત્વરે બાળકના નામની નોંધણી બાકી રહી ગયેલ હોય તેઓ નામની નોંધણી જન્મ રજીસ્ટરમાં દાખલ થયેલ છે તે ચકાસે અને જો નોંધ બાકી હોય તો સમય મર્યાદામાં નામ દાખલ કરાવે.

બાળકના જન્મની નોંધણી નામ વગર કરાઈ હોય ત્યાં આવા બાળકના માતા-પિતા અવા વાલી નોંધણીની તારીખી ૧૨ મહિનાની અંદર રજીસ્ટરને મોખિક કે લેખિતમાં બાળકના નામ અંગે માહિતી પાડે તો રજીસ્ટરે તે દાખલ કરવાનું રહેશે પરંતુ માહિતી ૧૨ મહિનાની મુદ્દત બાદ પરંતુ ૧૫ વર્ષના ગાળામાં આપવામાં આવે તો રૂપિયા ૫/- ની લેઈટ ફીની ચુકવણી કરતા જન્મ રજીસ્ટરમાં તેમજ જન્મના દાખલામાં સંબધિત ફોર્મના નિયમ ખાનામાં નામ દાખલ કરવાનું રહેશે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.