મની લોન્ડ્રીંગ રોકવા રીઝર્વ બેંકનો વધુ એક નિર્ણય
ડીમાન્ડ ડ્રાફટ ઉપરાંત પે ઓર્ડર અને બેંકર્સ ચેક પર પણ આ નિયમ લાગુ થશે
મની લોન્ડ્રીંગ રોકવા ભારતીય રીઝર્વ બેંકે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે અને ડિમાન્ડ ડ્રાફટના નિયમોમાં ફેરફાર કર્યા છે. કેન્દ્રીય બેંકે કહ્યું છે કે, હવે ડિમાન્ડ ડ્રાફટ પર ખરીદનારના નામનો પણ ઉલ્લેખ કરવો અનિવાર્ય છે જે આગામી ૧૫મી સપ્ટેમ્બરથી લાગુ થશે.
જણાવી દઈએ કે હાલ ડિમાન્ડ ડ્રાફટ પર માત્ર એ જ વ્યક્તિ કે સંસના નામનો ઉલ્લેખ કરાય છે જેને રૂપિયાની ચુકવણી કરવાની હોય પરંતુ હવે આરબીઆઈના આદેશ મુજબ ૧૫ સપ્ટેમ્બરી ખરીદારનું પણ નામ દર્શાવેલુ હશે. આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નોટીફીકેશનમાં જણાવાયું છે કે, ડિમાન્ડ ડ્રાફટ પર ખરીદનારનું નામ ન હોવાના કારણે નારી સમસ્યાઓને ઉકેલવા માટે આ નિર્ણય લેવાયો છે. ડીમાન્ડ ડ્રાફટ જમા કરાવનાર (ખરીદનાર)નું નામ ન હોવાથી તેનો ઉપયોગ મનીલોન્ડ્રીંગ માટે પણ થઈ શકે છે જેને રીકવર ડીડી પર ફરજીયાતપણે ખરીદનારનું નામ દર્શાવાયેલું હશે.
ડિમાન્ડ ડ્રાફટ ઉપરાંત પે ઓર્ડર અને બેંકર્સ ચેક પર પણ આ નિયમ લાગુ કરવાનો આરબીઆઈએ આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે મની લોન્ડ્રીંગ રોકવા આરબીઆઈએ આ અગાઉ પણ અનેક નિર્ણયો કર્યા છે જેમાં ૫૦,૦૦૦ રૂપિયાથી વધુના ડિમાન્ડ ડ્રાફટની રકમને ગ્રાહકના બેંક ખાતા અવા ચેકના અગેઈન્સ્ટમાં જ જારી કરવાનો આદેશ કરાયો હતો.