સમગ્ર રાજ્યમાં ચોમેર ક્યાંક મેઘ મહેર તો ક્યાંક ખેડૂતને આફત સર્જાઇ છે તેઓમાં અમદાવાદ જિલ્લાના કાંઠા સહિત પંથકમાં તેમજ સુરેન્દ્રનગર જીલ્લાનાં લીંબડી તાલુકામાં ભારે વરસાદથી અનેક જગ્યાએ ખેતી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાયા છે. તેઓમાં પ્રખ્યાત પક્ષી અભ્યારણ નળ સરોવરમાં પણ આ વર્ષે ભારે વરસાદથી પાણીની મોટા પ્રમાણમાં આવક દેખાઈ રહી છે. હાલ પ્રખ્યાત પક્ષી અભ્યારણ સરોવર છલોછલ ભરાયું છે ઉલ્લેખનીય છે કે છેલ્લા વર્ષોમાં નહિવત અને અપૂરતા વરસાદને લીધે પ્રખ્યાત પક્ષી અભ્યારણ સરોવર પાણી ઓછું જોવા મળ્યું હતું.
આ વર્ષે સમગ્ર રાજ્યમાં મેઘ મહેરથી પ્રખ્યાત પક્ષી અભયારણ્ય સરોવરમાં પણ પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે.
હાલ પાણી હિલોળા મારી રહ્યા છે. પ્રખ્યાત પક્ષી અભ્યારણ નળ સરોવરએ લીમડી તેમજ વિરમગામ તાલુકો તેમજ લખતર તાલુકાના વચ્ચે આવેલ હોય અને ૧૨૦ કિલોમીટરથી વધુ ઘેરાવો ધરાવતું હોય પક્ષી અભ્યારણમાં તો પાણીની આવક જોવા મળી રહી છે. પક્ષી અભ્યારણ પર્યટક તરીકે જાણીતું છે અને આ વર્ષે મોટાભાગના વિસ્તારના બોટ ચાલકો અને લોકો તેમજ સ્થાનિકોને રોજગારી મળી રહેશે.