મંદિર પાસે આવેલા કુંડમાં સ્નાન કરતા ઉજ્જૈનના મુંજરાજાને થયેલા સફેદ કોઢનો રોગ મટી ગયો હોવાની માન્યતા
આપણુ રાજ્ય સંસ્કૃતિ અને ભક્તિના લીધે જગવિખ્યાત છે ત્યારે માત્ર ગુજરાત રાજ્ય એવુ છે જ્યા આવેલા તમામ પ્રાચીન મંદિરો સાથે પૌરાણીક કથાઓ જોડાયેલી છે. આપણા પવિત્ર ગ્રંથોમા પણ આ તમામ કથાઓનો ઉલ્લેખ જોવા મળે છે ત્યારે આવા જ એક ચમત્કારીક અને પૌરાણીક કથા સાથે જોડાયેલા એજાર ગામે ગંગેશ્વર મહાદેવનુ શિવ મંદિર આવેલુ છે કહેવાય છે કે વષોઁ પહેલા ઉજૈન નગરીના મુંજ રાજાને રક્તપીડ કોડનો રોગથી પિડાતા હતા. એક સમયે ઉજૈનના રાજા અહિથી નિકળતા તેઓ આ ગંગેશ્વર મહાદેવના મંદિર ખાતે વિસામો કર્યો હતો તેવામા તેમણે જોયુ કે પાસે આવેલા પાણીના ખાડામા એક ગૌમાતા પડી ગયા છે જેથી તેમણે તુરંત પોતાના સાથે આવેલા સૈનિકોને આ ગૌમાતાને ખાડામાથી બહાર કાઢવાનો આદેશ આપ્યો મહામહેનત બાદ ગૌમાતાને સૈનિકો બહાર ન કાઢી શક્યા જેથી ગાયો પ્રત્યે પ્રેમ ધરાવતા રાજાએ સૈનિકો સાથે પોતે પણ થોડી મદદ કરવાનુ વિચાયુ જ્યારે રાજા ખાડાના પાણીમા પોતાના શરીરનો થોડો ભાગ પ્રવેશ્યો કે તુરંત શરીરના ભાગમા કોડ ગાયબ થઇ ગયો આ ચમત્કાર જોતા જ રાજા અચરજ પામ્યા તેમણે ખાડામા સ્નાન કરવાનુ વિચાર્યું અને બદમા પોતે સ્નાન કરતા જ વર્ષોથી પિડાતા રક્તપીત કોડના પિડીત રાજા સ્વસ્થ બની ગયા તેઓને આ ગંગેશ્વર મહાદેવ મંદિરના ચમત્કારથી આશ્થા બંધાઇ જેથી પોતે પાણીના ખાડા ફરતે કુંડ બંધાવીને તેની બરોબર પાસે એક શિવમંદિર સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો આજે પણ આ શિવ મંદિરને મુંજેશ્વર મંદિર અને કુંડને ગંગેશ્વર કુંડ તરીકે લોકો ઓળખે છે. અંદાજે હજારો વષઁની માન્યતા આજે પણ અહિ આવતા ભક્તોના હ્રદયમા વસેલી છે શ્રાવણ માસના તમામ દિવસોમા મંદિર અહિ શિવભક્તોથી ભરાઇ જાય છે. જ્યારે આ કુંડના જળને લોકો ચમત્કારીક જળ તરીકે પોતાના તથા પોતાના પરીવારના સભ્યોને થયેલા અનેક પ્રકારના રોગોને મટાડવા ઉપયોગ કરે છે. ચમત્કાર અને પૌરાણીક માન્યતા સાથે જોડાયેલુ આ ગંગેશ્વર મહાદેવ મંદિર તથા ગંગેશ્વર કુંડના દશઁને આજે પણ વષઁમા હજ્જારો લોકો દશઁને આવીને મહાદેવના આશીઁવાદ પ્રાપ્ત કરે છે.
એજાર ગામે આવેલા ગંગેશ્વર મહાદેવના મંદિરે ઉજૈનના મુજરાજાના રક્તપિતના રોગને મટાડવાનો ઇતિહાસ જોડાયેલો છે. તે સમયે રાજા દ્વારા બનાવવામા આવતા ગંગેશ્વર કુંડનુ પાણી આજે પણ રોગોથી પિડીત લોકો પોતાના રોગોને મટાડવા આ પવિત્ર જળનો ઉપયોગ કરે છે.