સદી પહેલા આઈન્સ્ટાઈન અને સત્યેન્દ્રનાથ દ્વારા થયેલા સંશોધનને સાચા ઠેરવતા પરિણામો સામે આવ્યા
અંતરીક્ષમાં અનેક રહસ્યો એવા છે જે માનવીની કલ્પનાની બહાર છે. જો કે, દાયકાઓથી થતાં આવતા સંશોધનોના કારણે અંતરીક્ષના રહસ્યો અંગે અવાર-નવાર હકીકત સામે આવતી હોય છે. ત્યારે તાજેતરમાં જ અંતરીક્ષમાં રહેલું પાંચમું તત્વ સંશોધકોના ધ્યાનમાં આવ્યું હતું. આ તત્વ ઝીરો કેલ્વીન એટલે માઈન્સ ૨૭૩ સેલ્સીયસમાં અણુના નિર્માણ અને છુટા પડવાની ગતિવિધિ સાથે જોડાયેલા ગુરુત્વાકર્ષણથી ઉત્પન્ન થયું હોવાનું ફલીત થયું હતું. આ રહસ્યમય તત્વ ડાર્ક એનર્જી સાથે સીધો સંબંધ ધરાવતું હોવાનું પણ સંશોધકોને જાણવા મળ્યું હતું. સંશોધકોએ આ પ્રયોગ એક સદી પહેલા એલ્બર્ટ આઈન્સ્ટાઈન અને અને ભારતીય ગણીત વિધ સત્યેન્દ્રનાથ બોઝ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબનું હતું. આ આગાહીને વર્ષો પહેલા બીઈસી નામ આપવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, જેમ જેમ અણુઓ ધીમી ગતિએ ગતિવિધિ કરે છે તેમ તેમ તે ઠંડા પડી જાય છે. એક વખત ગરમી ગુમાવ્યા બાદ તે મેગ્નેટીક ફીલ્ડ એટલે કે ગુરુત્વાકર્ષીય વિસ્તારમાં પ્રવેશે છે. ત્યારબાદ અણુમાં એકસ્પાન્ડ એટલે કે અન્ય અણુનું નિર્માણ થાય છે. અવકાશમાં આવી ઘટનાઓ અવાર-નવાર બનતી રહે છે. વર્ષોથી આ મુદ્દે નિષ્ણાંતો દ્વારા સંશોધન કરવામાં આવી રહ્યું હતું. ત્યારે તાજેતરમાં સંશોધનના કારણે દાયકાઓ પહેલા ભારતીય ગણીતજ્ઞ દ્વારા લગાવવામાં આવેલા અંદાજ મુજબ હવે સંશોધકોને પરિણામો મળવા લાગ્યા છે. જેમાં ખાસ કરીને બ્લેક એનર્જી સાથે ગુરુત્વાકર્ષણના મોજા થકી સ્પેસ ક્રાફટને નેવીગેશન મળી રહે તે વાતને પણ ધ્યાને રાખવામાં આવી છે.
ગુરુવારે નાસાના વૈજ્ઞાનિકોની ટીમે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના બીઈસી પ્રયોગોના પ્રથમ પરિણામોનું અનાવરણ કર્યું હતું. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ફોર ટેક્નોલોજીના પાસડેનાના રોબર્ટએ એએફપીને જણાવ્યું હતું કે, માઇક્રોગ્રાવીટી પરમાણુઓને ખૂબ નબળા દળો સાથે મર્યાદિત કરવાની મંજૂરી આપે છે. સંશોધન ટીમના નેતા ડેવિડ અવેલીને એએફપીને જણાવ્યું હતું કે, માઇક્રોગ્રાવીટીમાં બીઈસીનો અભ્યાસ કરવાથી સંશોધનની ઘણી તકો ઉભી થઈ છે.
કાર્યક્રમો સામાન્ય સાપેક્ષતાના પરીક્ષણોથી લઈને ગુરુત્વાકર્ષણ તરંગો માટે અવકાશયાન નેવિગેશન અને ચંદ્ર અને અન્ય ગ્રહોના પદાર્થો પરની પૃથ્વીની સપાટીના ખનિજોની સંભાવના સુધીની શોધ માટેનાં છે.
ડાર્ક એનર્જી અને ગુરૂત્ત્વાકર્ષીય મોજાથી સ્પેસ ક્રાફટની દિશા થઈ શકે છે નક્કી
ડાર્ક એનર્જી અને ગુરુત્વાકર્ષણના મોજા સાથે વર્તમાન સમયે સંશોધકોએ મેળવેલા પરિણામો ખુબજ નજીકના સંબંધો ધરાવે છે. ડાર્ક એનર્જી અને ગ્રેવીટેશન વેવ્સ અને ગુરુત્વાકર્ષના મોજાના કારણે સ્પેસ ક્રાફટના નેવીગેશનમાં મદદ મળતી હોય છે. આ માટે વર્તમાન સમયે થયેલું સંબોધન ખુબજ અગત્યનું બની જાય છે.