ભારતમાં આજે પણ હજારો ટ્રાન્સજેન્ડર એલજીબીટીઆઇ કોમ્યુનીટીનો ભાગ છે. જેને જીવનના દરેક તબક્કામાં ભેદભાવનો શિકાર બનવું પડે છે. તો આજે આપણે આવી જ એક કોમ્યુનીટી સાથે જોડાયેલી રસપ્રદ વાતો જાણીશું.
– જ્યારે કિન્નરનું મોત થાય છે ત્યારે તેની અંતિમવિધી સામાજીક વ્યક્તિઓથી છુપાવીને કરવામાં આવે છે. તેમને માન્યતા છે કે અન્ય કોઇ વ્યક્તિ તેને જોવે તો મરનારનો જન્મ ફરીથી કિન્નરમાં થાય છે. તેમજ ડેડ બોડીને જુતા ચપ્પલથી મારવામાં આવે છે.
– કિન્નરો દર વર્ષે લગ્ન કરે છે પરંતુ સવાલએ થાય કે તેમની સાથે કોણ લગ્ન કરતું હશે ? આ લગ્ન ભગવાન અરાવન સાથે થાય છે. ભગવાન અરાવનની મુર્તિને શહેરમાં ફેરવવામાં આવે છે. બીજા જ દિવસે શ્રૃંગાર ઉતારીને વિધવાની જેમ તેઓ શોક મનાવે છે. કિન્નર બહુચર માતાની પુજા કરીને તેમની માફી માંગે છે. કિન્નરોની પરંપરા હિન્દુ ધર્મ પ્રમાણે હોય છે પરંતુ મોટાભાગે તેમના ગુરુ મુસ્લિમ હોય છે.
– તેઓ સવારે ૬ વાગે ઉઠી જાય છે અને ૧૦ વાગ્યા સુધી નાસ્તો કર્યા બાદ પોતાના કામે લાગી જાય છે. તેમના મોટા ભાગની કમાણી ટ્રેનમાં ગીત ગાયને થાય છે.