ફેન્ડસ કલબ દ્વારા અજહુના આયે બાલમા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતુ. શહેરનાં હેમુગઢવી હોલ ખાતે ઓરકેસ્ટ્રા મ્યુઝીક ગોલ્ડના સંગીતના સથવારે યોજાયેલી આ સંગીત સંધ્યામાં જાણીતા ગાયક કલાકારોએ પોતાની ગાયનકલા રજૂ કરી હતી આ સંગીત સંધ્યામાં વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો તથા મોટી સંખ્યામાં ગાયન પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સંગીત સંધ્યામાં ગુજરાતભરમાં આગવી નામના ધરાવતા ગાયક કલાકારો ડી.કે. ઉપાધ્યાય, જલ્પા હરસોડા, પૂર્ણીમા કુસારી અને વિપુલ રાઠોડે પોતાના મધુર સ્વર દ્વારા લોકોને સંગીત તરબોળ કર્યા હતા. ગાયન, વાદન, તાલ અને લયના સુમેળ દ્વારા આ કલાકારોએ પોતાની આગવી કલા દ્વારા પ્રેક્ષકોને હૃદય જીતી લીધા હતા. ઉપસ્થિત સંગીત પ્રેમીઓએ પણ કલાકારોની કલાને ઉમળકાભેર વધાવીને કલાકારોની કલાને બિરદાવી હતી.
જૂના ગીતો દ્વારા જૂની યાદોને વાગોળવા સંગીત સંધ્યાનું આયોજન: હેતલ બા ઝાલા
અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે ફ્રેન્ડસ કલબ દ્વારા આયોજીત અજહુના આયે બાલમાં કાર્યક્રમમાં જૂના ગીતો અમે લઈને આવ્યા છીએ હાલના સમયમાં લોકો જૂની સંસ્કૃતિ ભૂલતા જાય છે. ત્યારે જૂના ગીતો દ્વારા જૂની યાદોને ફરી વાગોળવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે. અમા‚ ફેન્ડસ કલબ એવા સંદેશો આપવા માંગે છે કે સેવાકીય પ્રવૃત્તિની સાથે મનોરંજન પણ જ‚રી છે. સાથે સાથે જે બધી સંસ્થાઓ ભેગી મળીને મનોરંજનની સાથે આર્ટસ અને સ્કીલના પ્રોગ્રામ કરે તો લોકોને જુની સંસ્કૃતિઓની યાદો સાથે લોકોને નવુ સ્ટેજ પણ મળી રહેશે.