‘બાજીરાવ’ અને ‘મસ્તાની’ની મહોબ્બત જન્મોજનમની થશે
બાજીરાવ અને મસ્તાની એવા બોલીવુડના હોટ ફેવરીટ કપલ દિપ-વિર એટલે રણવિર-દિપીકા લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે બોલીવુડ આખુ તેનું જશ્ન મનાવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર હંમેશા એકટીવ અને એન્ટરટેઈનીંગ રહેતા કયુટ કપલે તાજેતરમાં જ તેના લગ્નની રસમોની તસવીરો શેર કરી હતી.
ત્યારે આજે ‘દિપ વિર’ની સંગીત સેરેમની છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ૧૪-૧૫ નવેમ્બર ઈટાલીના લેક કોમોમાં લગ્ન કરવાના છે. સિંધી અને કોંકણી રિવાજોથી લગ્ન સંપન્ન થશે. ૧૪ નવેમ્બરે કોંકણી વિધિ અને ૧૫ નવેમ્બરે સિંધી રિવાજોથી દીપવીર લગ્નગ્રંથિથી જોડાશે. ૧૩ નવેમ્બરે એટલે કે આજે સંગીત સેરેમની યોજાશે. સેરેમનીમાં પર્ફોમન્સ માટે મ્યુઝિશિયનોને બોલાવી લેવાયા છે.
સંગીત સેરેમનીમાં જાણીતી સિંગર હર્ષદીપ કૌરને બોલાવવામાં આવી છે. હર્ષદીપ પ્રેમ રતન ધન પાયો, જબ તક હૈ જાન અને રાઝી જેવી ફિલ્મોમાં પ્લેબેક સિગિંગ કરી ચુકી છે. આ સિવાય સિંગર્સના લિસ્ટમાં સંજોય દાસ, બોબી પાઠક અને ફિરોઝ ખાનનું નામ પણ સામેલ છે.
આ તમામ જાણીતા સંગીતકારો દીપવીરની સંગીત સેરેમનીમાં પફોર્મ કરશે. સિંગર્સ વેન્યુ પર પહોંચી ગયા છે. શુક્રવારે બોલિવુડના બાજીરાવ મસ્તાની મુંબઈ એરપોર્ટ પરથી એકબીજાનો હાથ પકડીને ઈટાલી જવા રવાના થયા. દીપિકા-રણવીરના લગ્નના સ્થળે ઘણી હોલિવુડ સેલિબ્રિટીના પણ પ્રોગ્રામ થયા છે. હાલમાં જ ઈશા અંબાણી અને આનંદ પીરામલની સગાઈ પણ લેક કોમોમાં થઈ છે.
લેક કોમોની આલિશાન વિલા ડેલ બાલડિયાનેલોમાં દીપવીરના લગ્ન થશે. લગ્નમાં લગભગ ૩૦ લોકો સામેલ થશે તેવા રીપોર્ટસ છે. બંનેના લગ્નના આમંત્રિતોને ફોન લઈ જવાની મનાઈ ફરમાવી છે. ફેવરીટ કપલ વિરાટ અને અનુષ્કાના લગ્ન બાદ બોલીવુડ ટોકને ફેવરેટ ટોપીક મળ્યો હતો. ત્યારબાદ આ જોડી ચર્ચામાં છે. બ્યુટી કવીન દિપુ અને એનર્જી મેન રણવીરને બધાઈ હો બધાઈ.