કાલાવડ રોડ વામ્બે આવાસની ઘટના: ૨૦ શખ્સો સામે ગુનો નોંધાયો: “ફોન નહીં કરતો સગાઈ તોડાવી નાખવાની આપી લુખ્ખાએ ધમકી
શહેરમાં લુખ્ખાઓનું સામ્રાજય હોય તેમ આવાસ યોજનાના વિસ્તારોમાં આવારા તત્ત્વો છેડતી, લૂંટ અને બિભત્સ શબ્દો બોલતા હોય છે પરંતુ પોલીસ ધ્યાન આપતી ની. આવો જ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. કાલાવડ રોડ પરના વામ્બે આવાસ કવાર્ટર (ત્રણ માળીયા)માં રહેતા મુસ્લિમ પ્રૌઢની પુત્રી સો ધરાર પ્રેમ રાખવા દબાણ કરી રહેલા યુવાને સગાઈ તોડી નાખવાની ધમકી આપી તેના મળતીયાઓને બોલાવતા ૧૫ ી ૨૦ શખ્સો ઘાતક હયિારો વડે આવી યુવતીના પરિવારજનોને મારમારી ખૂનની ધમકી આપી નાસી ગયા હતાં.
આ અંગે તાલુકા પોલીસે ૨૦ જેટલા શખ્સો સામે ગુનો નોંધી તપાસ આદરી છે. પોલીસમાંી પ્રાપ્ત વિગત અનુસાર, કાલાવડ રોડ વામ્બે આવાસ યોજના (ત્રણ માળિયા) કવાર્ટરમાં રહેતા અને રીક્ષા ચલાવતા અનીસભાઈ દોસ્તમહમદભાઈ હમીરાણી નામના ૪૦ વર્ષના પ્રૌઢે તાલુકા પોલીસ મકમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવું છું. તેમજ મારા કવાર્ટરની સામે જ પ્રકાશ દિનેશ મકવાણા નામનો શખ્સ તેના મિત્રો સો કવાર્ટરમાં રહે છે.
મારી પુત્રી ક્રિસ્ટલ મોલમાં નોકરી કરે છે. જેમાં પ્રકાશ અવારનવાર મારી પુત્રીને પ્રેમસંબંધ રાખવાનું કહે છે અને પ્રેમસંબંધ નહીં રાખે તો તારી સગાઈ તોડાવી નાખીશ તેવી ધમકી આપતા મારી પુત્રીએ સમગ્ર બાબતની જાણ મને કરી હતી. ત્યારબાદ મેં પ્રકાશને સમજાવતાં પ્રકાશે તેના ૧૫ ી ૨૦ માણસોને ફોન કરીને બોલાવતા બધા મિત્રો તલવાર, ધોકા જેવા ઘાતક હયિાર સો રાખી અનીસભાઈના પત્ની કુલસમબેન સહિતના ઉપર ખૂની હુમલો કરી જાની મારી નાખવાની ધમકી આપી ભયનું વાતાવરણ ફેલાવી દીધું હતું તેમજ લોકોમાં નાસભાગ ઈ ગઈ હતી. જેી તુરંત જ ૧૦૦ નંબરમાં ફોન કરતા પીસીઆર વાન તેમજ તાલુકા પોલીસ મકના ઈન્ચાર્જ પીઆઈ એસ.આર.વ‚, હિરેનભાઈ ભાઈ સોલંકી, નગીનભાઈ ડાંગર, હર્ષદસિંહ સહિતનો સ્ટાફ ઘટના સ્ળે પહોંચી ગયો હતો. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હા ધરી આરોપીને દબોચી લેવા કવાયત હા ધરી છે.