ખુનના ગુનામાં પેરોલ પર છુટયાના બીજા દિવસ સાત શખ્સોએ ઢીમફાળી દીધું

જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામે હત્યાના ગુનામાં જેલમાંથી પેરોલ પર છુટીને આવેલા યુવાનની તીક્ષ્ણ હથીયારોના ઘા ઝીંકી હત્યા કરી નખાઇ હતી. મૃતક યુવાન સામે હત્યા સહીતના ગુના નોંધાયા હોય ખુનકા બદલા ખુનની આશંકા સેવાઇ રહી છે. યુવાનની હત્યા નિપજાવનાર બે શખ્સોને પણ ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.

મોટી ગોપ ગામે રહેતો સામત જેઠા નંદાણીયા નામનો યુવાન (ઉ.વ.૪પ) કે જે હત્યા, હત્યા પ્રયાસ, મારમારી, દા‚ અને જમીન દબાણ સહિતના કેશમાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે અને બે દિવસ પૂર્વે જ હત્યા કેસમાં પરેોલ મંજરુ થતાં સામત જેલમાંથી બહાર આવ્યો હતો. અને ગોપ ગયો હતો.

દરમિયાન રવિવારે સવારે સામત અને તેની સાથેના અન્ય શખ્સો પોલીસ મથકમાં કાગળો જમા કરાવવા કારમાં જતા જુની અદાવતમાં રાકેશ ઉર્ફે ટીટો નાથાલાલ જોશી, મેરામણ ઉર્ફે મેરીયો નારાણભાઇ નંદાણીયા, ચંદુ જેઠાભાઇ, ગોપાલભાઇ અને જેઠાભાઇના બે પુત્રોએ છરી, પાઇપ અને લાકડી વડે હુમલો કરી સામતનું ઢીમ ઢાળી દીધું હતું. બનાવ અંગે તમામ શખ્સો સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસ શરુ કરવામાં આવી હોવાનું એએસપી સંદીપ ચૌધરીએ જણાવ્યું હતું. ત્યારે મોટી ગોપ ગામના પાટીયા પાસે કારને આંતરી તીક્ષ્ણ હથીયારો સાથે સામત પર તૂટી પડયા હતા. અને તેનું ઢીમ ઢાળી દીધું હતું. ત્યારે સામ સામે થયેલી મારા મારીમાં હતય નિપજાવનાર જુથના બે શખ્સોને ઇજા પહોચતા જીજી હોસ્પિટલ ખસેડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.