માંગરોળ તાલુકાના દિવાસા ગામે મોટાભાઇએ પત્ની સાથે આડાસબંધ ધરાવતા નાનાભાનઇ ઝનુનપૂર્વક માથાના ભાગે કુહાડીના ઘા મારી પતાદી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચીગઇ છે. સોમવારે રાત્રે પતિએ હત્યાને અંજામ આપ્યા બાદ પતિ-પત્નીએ લાશને કુવામાં ફેંકી દીધી હતી બનાવ અંગે શીલ પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગેની પ્રાપ્ત વિગત મુજબ દિવાસામાં કવાખાંભા તરીકે ઓળખાતી સીમમાં આવેલી વાડીમાં બે ભાઇઓ, તેમની પત્ની, બાળકો અને માતા સંયુકત પરિવારમાં રહે છે. ભાગીયાના ખેતરમાં માંડવીનું વાવેતર કરેલું હોય સોમવારે રાત્રે નવેક વાગ્યે નાનો ભાઇ પ્રવિણ શેઢે આવેલા ખેતરમાં રખોયું કરવા ગયો હતો. દરમ્યાન પ્રવિણની પત્ની હિરલબેન, માતા મોતીબેન, મોટા ભભાઇ રામભાઇ ઉર્ફે મનાભાઇ દેવરાજભાઇ કાકી, તેમના પત્ની રાણીબેન તેમજ બાળકો ઘરનું કામકાજ પતાવી સૂઇ ગયા હતા. પ્રવિણ પથ્થરની ખાણમાં મજુરીકામ કરતો હોય ને હિરલબેન સવારે તેને ઉઠાડવા ગયા હતા. પરંતુ ત્યાં નજરે ન પડતા સાસુને જાણ કરી હતી. એ દરમ્યાન હિરલબેનના જેઠ રામભાઇએ કહ્યું કે પ્રવિણે મને મારી નાંખવા મારા ખાટલે ઇલેકટ્રીક શોર્ટ મુકયો હતો. જેથી ગુસ્સામાં આવી ઝુંપડીમાં પડેલી કુહાડીથી તેના માથાનના ભાગે કુહાડીના બે ઘા મારતા  તે લોહી લુહાણ થઇ ગયો હતો. ત્યારબાદ રામભાઇએ પોતાની પત્નીને વાત કરતા લોહીથી લથબગ હાલતમાં રહેલા પ્રવીણને ઉપાડીને કુવામાં નાખી દીધો હતો. આટલું જણાવી જેઠ-જેઠાણી કયાંક જતા રહ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરાતા વાડીના કુવામાંથી લાશ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે માંગરોળ હોસ્પિટલે લઇ લાવવામાં આવી હતી. મૃતકની પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે પોતાના પતિ પ્રવીણ અને જેઠાણી વચ્ચે ઘણા સમયથી આડસંબંધ હતા જેની જેઠ રામભાઇને જાણ થતાં બે-ત્રણ માસ પહેલા ઝઘડો થયો હતો આ બાબતે બંને ભાઇઓ વચ્ચે અવાર નવાર ધર્ષણ થતું હતું જેના મનદુ:ખમાં જ જેઠ રામભાઇ કુહાડીથી પ્રવીણની હત્યા નિપજાવી હતી. હિરલબેનની ફરીયાદને આધારે શીલ પોલીસે આઇપીસી ૩૦૨, ૧૧૪ મુજબ ગુન્હો નોૅધી પી.એસ.આઇ. આર.આર. ચૌહાણે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.