આડા સંબંધના કારણે દંપતીએ બરવાળાના ભીમનાથ બોલાવી હત્યા કર્યા બાદ લાશ સળગાવી દીધાનો ઘટ્ટસ્ફોટ

ગાંધીનગર એફએસએલમાં ડીએનએ ટેસ્ટના અભિપ્રાય બાદ મૃતકની ઓળખ થઇ

ભાવનગરના જેસર નજીક આવેલા કાત્રોડી ગામના પાંચ વર્ષ પહેલાં લાપતા બનેલા ગરાસીયા યુવાનની બરવાળા નજીકના ભીમનાથ ખાતેથી મળી આવેલા અસ્થીના કરાયેલા ડીએનએ ટેસ્ટના અંતે મૃતકની થયેલી ઓળખના આધારે પોલીસે જેસરના દંપત્તી સામે આડા સંબંધના કારણે હત્યા કર્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેસરના કાત્રોડી ગામે રહેતા વિક્રમસિંહ હનુભા સરવૈયા નામના ગરાસીયા યુવાનની તેના જ ગામના હરેશ શામજી પરમાર અને તેની પત્ની જનકબેન હરેશભાઇ પરમારે બરવાળા પાસેના ભીમનાથ પાસે હત્યા કરી લાશ સળગાવી પુરાવાનો નાશ કર્યાની લાલુભા હનુભા સરવૈયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વિક્રમસિંહ સરવૈયા પાલિતાણા પાસે આવેલા કનાડ ગામે લગ્ન થયા હતા તેમને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. વિક્રમસિંહ સરવૈયા ગત તા.11-2-17ના રોજ ધંધુકા સંબંધીને ત્યાં લગ્ન પસંગમાં જવાનું કહીને નીકળ્યા બાદ પરત ન આવતા લાલુભા સરવૈયાએ પોલીસમાં ગુમ નોંધ કરવાની હતી.

વિક્રમસિંહ સરવૈયાને જનકબેન પરમાર સાથે આડો સંબંધ હોવાથી તેણી પીપળ ગામે ગઇ હોવાથી વિક્રમસિંહ સરવૈયાને પીપળ ગામે બોલાવ્યા હતા ત્યાં અગાઉથી જ જનકબેન પરમારનો પતિ હરેશ પરમાર પીપળ ગામે પહોચી ગયો હતો અને વિક્રમસિંહ સરવૈયાને બરવાળા નજીકના ભીમનાથ નજીક લઇ જઇ ગમે તે રીતે હત્યા કરી પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી દીધી હતી. પોલીસે વિક્રમસિંહના મોબાઇલ લોકેશન અને છેલ્લા કોલ અંગે તપાસ કરી હતી તેમજ ભીમનાથ ખાતેથી મળેલા અ્સ્થી અંગે તપાસ કરાવી હતી.

ગાંધીનગર એફએસએલનો અભિપ્રાય આવતા અસ્થી વિક્રમસિંહ સરવૈયાના હોવાનું જણાવતા જેસર પોલીસ મથકના પીઆઇ એચ.આર.ગૌસ્વામીએ જનકબેન પરમાર અને તેના પતિ હરેશભાઇ પરમારે હત્યા કરી પુરાવાનો નાશ કર્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.