અંગત અદાવતમાં યુવાનને પાણાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાયો હતો
હળવદ તાલુકાના કોયબા ગામે બે દિવસ પૂર્વે થયેલ હત્યાનો ભેદ આખરે પોલીસે ઉકેલી નાખી હત્યા કરનાર ગામના જ બે શખ્સોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ તાલુકાના કોયબા ગામે રહેતા જીતેન્દ્ર ઉર્ફે નવઘણ ઠાકરશી કોળીને પાણાના ઘા ઝીંકી હત્યા કરાયેલી લાશ કોયબા નદીના કોઝવે નજીકથી મળી આવતા ચકચાર ફેલાઈ હતી.જયારે બનાવ પગલે હળવદ પી.આઈ. એમ.આર. સોલંકીએ ઝીણવટભરી તપાસ હાથ ધરતા હત્યા બીજા કોઈએ નહીં પરંતુ ગામના અજીત હેમુભાઈ કોળી અને મુકેશ જશમતભાઈ કોળીએ કરી હોવાનું ખુલ્યું છે. ત્યારે આ બનાવમાં આરોપીઓ રાત્રીના સમયે મૃતકને નદી કાંઠે બોલાવી પાણાના ઘા ઝીંકી હત્યા કરી નાસી છુટયા હતા. જયારે હાલ પોલીસ દ્વારા બન્ને આરોપીઓની ધરપકડ કરી પુછપરછ કરાતા મૃતક જીતેન્દ્ર ઉર્ફે નવઘણ ઠાકરશી કોળીએ આરોપી અજીત હેમુ કોળીના પિતા પર કચડી નાખવાના ઈરાદે ટ્રેકટર નાખ્યો હોવાના બનાવના પગલે આરોપીએ દાઝ રાખી તેના મિત્ર સાથે મળી હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે. જયારે હાલ પોલીસ દ્વારા બન્ને આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.