પત્નીએ પ્રેમી સાથે મળી આણંદ પંથકના યુવકને આંખમાં મરચાની ભૂકકી છાંટી મોતને ઘાટ ઉતાર્યાની કબુલાત
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રામણકા ગામના કુવામાંથી પાંચ માસ પૂર્વે મળેલી લાશનો મોબાઈલ ડિટેઈલના આધારે ભેદ ઉકેલી મૃતકના પત્ની અને પ્રેમીએ યુવકને આંખમાં મરચુ છાંટી કુવામાં ધકકો મારી મોતને ઘાટ ઉતાર્યાની આપેલી કબુલાતના આધારે બન્નેની ધરપકડ કરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉમરાળા તાલુકાના રામણકા ગામે કુવામાંથી યુવકની લાશ મળી આવેલ ઓળખ નહીં મળતા પોલીસે અંતિમવિધિ કરી હતી.બાદ મુળ આણંદ પંથકના અને મજૂરી કામ અર્થે ભાવનગર ખાતે રહેતી વિદ્યાબેન ગોહેલે પોલીસમાં પોતાના પતિ દશરથ કરશનભાઈ ગોહેલ ગુમ હોવાની પોલીસમાં નોંધ કરાવી હતી.
પોલીસે ઉમરાળાના રામણકા ગામે કુવામાંથી મળેલી લાશનો ભેદ ઉકેલવા ગુમની યાદીના આધારે તપાસનો દોર ચલાવ્યો હતો. પોલીસે ગુમ થયેલા યુવકનો નંબર સતત બંધ હોય જયારે વિદ્યાબેન ગોહેલનો મોબાઈલ નંબરના કોલ ડિટેઈલ કઢાવતા જેમાં અન્ય નંબર સાથે સતત સંપર્કમાં ખુલતા પોલીસે વિદ્યાબેન જેની સાથે મોબાઈલમાં વાત કરતા રણજીત ઉર્ફે કાળુને ઉઠાવી લીધા હતા.પોલીસની આકરી પુછપરછમાં બન્ને ભાંગી પડયા હતા અને પતિ દશરથ ગોહેલનું પત્ની વિદ્યાબેને પ્રેમી રણજીત તથા તેના મિત્ર અરવિંદભાઈની મદદથી મોતને ઘાટ ઉતાર્યાની કબુલાત આપતા ધરપકડ કરી હતી.
પોલીસની પુછપરછમાં આણંદના ફતેપુરા ગામેથી મજૂરી કામ અર્થે ભાવનગર ખાતે રહેતા હતા અને બનાવના ૧ વર્ષ પૂર્વે સીમેજ ગામે ભુવા પાસે જોવડાવા ગયા હતા ત્યારે સીમેજ ગામનો રણજીત ઉર્ફે કાળુ ગોહેલ નામના ટ્રક ચાલકના પરિચયમાં આવેલો અને અમારા પૈસાની જરૂરીયાત હોવાથી રણજીતે રૂ.૨૦ હજાર આપેલા ત્યારથી તે ભાવનગર ખાતે અમારા ઘરે આવતો-જતો હોવાથી અમારા બન્ને વચ્ચે આંખ મળી જતા જેની જાણ મારા પતિ દશરથ અને પુત્ર વિશાલને ખબર પડી જતા બોલાચાલી કરી મારમારી પ્રેમી રણજીતને મળવાની ના પાડતા આથી પ્રેમી સાથે પ્લાન ઘડી ઉમરાળા તરફ લઈ જઈ પેશાબ પાણી કરવાના બહાને વાહનમાંથી નીચે ઉતરી પતિને આંખમાં મરચાની ભુકી છાંટી અને કુવામાં ધકકો મારી દીધાનું પોલીસને જણાવ્યું હતું.પોલીસે ફરિયાદી બનીને ત્રણેયની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.