માતાપિતા માટે આનાથી વધારે આનંદની વાત કઇ હોઇ શકે કે હવેથી સિગારેટ અને તમાકુ વેચતી દુકાનોમાં વેફર્સ, બિસ્કીટ અને કેન્ડી મળશે નહીં. બાળકોને તમાકુ પેદાશોના સંપર્કમાં આવવાથી બચાવવા માટે સરકારે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આર્થિક સલાહકાર અરૃણકુમાર ઝા દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં મોકલવામાં આવેલા પત્ર અનુસાર તમાકુ ઉત્પાદનો પરના પ્રતિબંધોને વધુ અસરકારક બનાવવાની જરૃર છે. આ માટે એવી સિસ્ટમ ઉભી કરવી પડશે કે સિગારેટ અને તમાકુનું વેચાણ કરવા માટે મ્યુનિસિપાલિટીની મંજૂરી લેવી પડે. ઝાએ વધુમાં જણાવ્યું છે કે તમાકુ અને સિગારેટના વેચાણની મંજૂરી શરતોને આધીન આપવી જોઇએ. આ શરતોમાં તમાકુ વેચતી દુકાનોમાં કેન્ડી, વેફર્સ અને બિસ્કીટ નહીં રાખવાની શરતો પણ સામેલ હોવી જોઇએ. સરકારે સિગારેટ અને તમાકુ ઉત્પાદનોના વેચાણ પર નિયંત્રણ મૂકવા માટે સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ, ૨૦૦૩ની રચના કરી છે. આ કાયદામાં બાળકો અને યુવાનોને આ દૂષણથી દૂર રાખવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે શાળા કોલેજોની આસપાસ વેફર્સ અને બિસ્કીટની દુકાનો હોય છે પણ સાથોસાથ આ દુકાનોમાં સિગારેટ અને તમાકુના ઉત્પાદનો પણ વેચવામાં આવે છે.
Trending
- ઉદ્યોગનગર વિસ્તારમાં નેશનલ સેમ્પલ સર્વે: બ્રાસ ઉદ્યોગોના વિકાસનું મૂલ્યાંકન કરાશે
- ગુમશુદા 104 બાળકોને 2 મહિલા કોન્સ્ટેબલે શોધી કાઢ્યા
- ખ્યાતી ગ્રુપવાળા કાર્તિક પટેલનું રૂ.350 કરોડનું જમીન-શિક્ષણ કૌભાંડ
- ખેડૂત તાલીમ કેન્દ્ર નવસારી ખાતે પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠક યોજાઇ
- ગુજરાતની જનતાની સુખાકારી માટે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરતા મુખ્યમંત્રી
- પ્રાકૃતિક ખેતીના પાંચ આધાર સ્તંભ એટલે બીજામૃત, જીવામૃત, આચ્છાદન, ભેજ અને જંતુનાશક અસ્ત્રો
- ચિંતન શિબિર-2024 બીજો દિવસ
- બાળ ઉછેરનું મનોવિજ્ઞાન શિક્ષણ શાસ્ત્રના મનોવિજ્ઞાનનો પણ આધાર