રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ત્રણેય ઝોનના વિવિધ વિસ્તારોમાં થઇ રહેલી પેવર કામની મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ સમીક્ષા કરી હતી, અને આ બાબતે એમ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી જે જે વિસ્તારોમાં રોડના કામો હાથ પર લેવાયા હતાં તે ઓલમોસ્ટ પૂર્ણ કરી લેવામાં આવ્યા છે, અને જે કાંઈ કામો ચાલુ છે તે પૂર્ણ થવાની તૈયારીમાં છે. કમિશનરશ્રીએ એમ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે શહેરમાં ખરેખર જરૂરિયાત જતી તેવા વિસ્તારોમાં રોડના કામો મહદ અંશે પૂર્ણ થઇ જતા નાગરીકોમાં આનંદ અને રાહતની લાગણી પ્રસરી છે.
મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં. ૨, ૩ અને ૭મા રૂ. ૩૭ કરોડના ખર્ચે હાથ પર લેવાયેલા પેવર કામો મહદ અંશે પૂર્ણ કરી લેવાયા છે ને બાકી રહેલી કામગીરી પૂર્ણ થવાના આરે છે. વોર્ડ નં.૧૩માં આશરે એક કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિસ્તારોના પેવર કામ પૂર્ણ કરી લેવાયા છે. સેન્ટ્રલ ઝોનમાં ઉપરોક્ત કામોમાં જાગૃતિ સોસાયટી, રેસકોર્સ પાર્ક, આદર્શ સોસાયટી, એવિએશન સોસાયટી, ભીડભંજન સોસાયટી, હુડકો ક્વાર્ટર મેઈન રોડ, કૃષ્ણપરા વિસ્તાર, કોલેજ્વાડી, શારદાનગર, કલ્યાણવાડી, રામનગર શેરી નં.૧ થી ૫, પટેલ પાર્ક, આંબેડકરનગર, સ્વાશ્રય સોસાયટી, ઉમાકાંત મેઈન રોડથી મહાદેવવાડી મેઈન રોડનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ઈસ્ટ ઝોનના વોર્ડ નં.૪મા ૧.૩૪ કરોડના ખર્ચે અને વોર્ડ નં.૫ માં ૧.૨૦ કરોડના ખર્ચે પેવર કામ કરવામાં આવેલ છે. જ્યારે વોર્ડ નં.૬ માં ૧.૨૫ કરોડના ખર્ચે અલગ અલગ એરીયામાં પેવર કામો પૂર્ણ કરી લેવામાં આવેલ છે. તો વળી, વોર્ડ નં.૧૫ માં રૂ. ૧ કરોડના, વોર્ડ નં.૧૬મા ૧.૨૯ કરોડના અને વોર્ડ નં.૧૮ ના કોઠારિયામાં રૂ. ૧.૪૯ કરોડના વિવિધ વિસ્તારો પૈકી મોટાભાગના પેવર કામ પૂર્ણ થઇ ચુક્યા છે. જેમાં યોગી પાર્ક, ઓમ પાર્ક, રાધિકા પાર્ક, હરિનગર, તેજ રેસિડેન્સી, બજરંગ પાર્ક, સીતારામ પાર્ક, જીવનધારા સોસાયટી, વૃંદાવન પાર્ક શેરી નંબર-૧, રોહિદાસપરા મેઈન રોડ, ગાંધી વસાહત મેઈન રોડ, આર્યબગર સોસાયટી, કૈલાશધામ સોસાયટી, વૃજ ભૂમિ માલધારી સોસાયટી, માલધારી મેઈન રોડ, મંછાનગર મેઈન રોડ, ગ્રામલક્ષ્મી સોસાયટી, ન્યુ શક્તિ સોસાયટી, ગઢિયાનગર, રણછોડનગર-૧ પટેલવાડી પાછળની શેરી, શક્તિ સોસાયટી, અલકા પાર્ક, આર.એમ.સી. કોમ્યુનીટી હોલ પાછળ કેયુર પાર્ક મેઈન રોડ, સદગુરૂ પાર્ટ-૨ અને શક્તિ–૮ ટી.પી.રોડ, આકાશદીપ કો.ઓ.હા.સોસાયટી, શ્રમજીવી-૩, બેડીપરા, કબીરવન સોસાયટી પાર્ટ-૨, માંડા ડુંગર વિસ્તારમાં સત્યમપાર્ક, સંત કબીર રોડ પર બ્રાહ્મણીયાપરા, લાખાજીરાજ રોડ-૨ અને ૩, ચંપકનગર -૨, ૩ અને ૫, રણછોડનગર-૧ અને પેટા શેરીઓ તથા આંબા ભગતની શેરીઓ, ગંજીવાડા શેરી નંબર-૪, લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી, લાખાજીરાજ ઉદ્યોગનગર, વિજયનગર તથા ન્યુ વિજયનગર સોસાયટી, મેહુલનગર શેરી નંબર-૧૨, શાળા નં.૮૦થી જંગલેશ્વર ગાર્ડન રોડ, આરોગ્ય કેન્દ્રથી જંગલેશ્વર મેઈન રોડ, ગોવિંદનગર, મણીનગર, હુડકો જુના ક્વાર્ટર, તથા હુડકો “ડી” અને “સી” ક્વાર્ટર, અંકુર સોસાયટી, પંજેતન શેરે અને લેઉવા પટેલ શેરી, કોઠારિયામાં વિનોદનગર, પારસ સોસાયટી અને સુખરામ સોસાયટીને આવરી લેવાઈ હતી.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વેસ્ટ ઝોનમાં વોર્ડ નં. ૯ અને ૧૦ માં રૂ. ૩ કરોડથી વધુના ખર્ચે મોટાભાગના કામો આટોપી લેવાયા છે, જેમાં મોમ્બાસા પર્ક, અર્ચના પાર્ક, બાલાજી પાર્ક, મહાલક્ષ્મીનગર, યોગેશ્વર પાર્ક, ઉત્સવ પાર્ક, નીલકમલ પાર્ક, શિવમ સોસાયટી, બાલમુકુન્દ સોસાયટી, નંદનવન સોસાયટી, ગુરૂજીનગર સોસાયટી, રાધે-ક્રિશ્ના સોસાયટી, પંચાયત નગર, શ્રીનાથજી સોસાયટી, શિવ શક્તિ કોલોની, પુષ્કરધામ મેઈન રોડ, શાંતિનિકેતન સોસાયટી, પંચવટી પાર્ક, કૈલાશ પાર્ક, ગોવિંદ પાર્ક, શ્રીનાથજી પાર્ક અને ગુરૂદેવ પાર્કની શેરીઓનો સમાવેશ થાય છે. અમુક એરીયામાં પી.જી.વી.સી.એલ.ની કામગીરી બાબતે સંકલન કરવામાં આવેલ છે.