૨૨ નવા ઈ-ટોયલેટ વસાવાની કામગીરી વાટાઘાટાના તબક્કે: ૧૦૦ નવી ઈ-રિક્ષા ખરીદવા સખી મંડળને સબસીડી અપાશે
રાજકોટ મહાનગરપાલિકાનાં વર્ષ : ૨૦૧૯-૨૦ના બજેટમાં મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની દ્વારા શહેરના વિવિધ ક્ષેત્રના વિકાસલક્ષી પ્રોજેક્ટસ અને અન્ય યોજનાઓ સૂચવેલ અને ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીએ આ પ્રસ્તાવો પૈકી જે જે પ્રોજેક્ટ્સ અને યોજનાઓ મંજુર કરેલ તેની કામગીરીની પ્રગતિની સમીક્ષા મ્યુનિ. કમિશનર દ્વારા કરવામાં આવી રહી છે.
મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં જણાવ્યું હતું કે, આ બજેટમાં રજુ કરાયેલા અને સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કરેલા વિવિધ કામો અત્યારે અલગઅલગ તબક્કે પહોંચ્યા છે. જેમાં શહેરમાં નવા હોકર્સ ઝોન બનાવવા માટેની યોજનામાં વોર્ડ નં.૯ ગુરુજીનગર આવાસ યોજના પાસે રૂ. ૧૪ લાખના ખર્ચે મોડેલ હોકર્સ ઝોન બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. જ્યારે હોસ્પિટલ ચોકમાં નવા રેનબસેરાનું કાર્ય પૂર્ણ કરી લોકાર્પણ કરવામાં આવી ચૂક્યું છે. વોર્ડ નં.૦૭માં ટાગોર રોડ પર દસ્તૂર માર્ગ કોર્નર થી વિરાણી ચોક સુધી તેમજ અન્ય રસ્તાઓ પર રૂ. ૧૦૦ લાખના ખર્ચે સેન્ટ્રલ એલ.ઈ.ડી. લાઈટની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.
વોર્ડ નં.૧૦માં પુષ્કરધામ મેઈન રોડ પર રૂ. ૧૦૧.૨૬ લાખના ખર્ચે મોડેલ હોકર્સ ઝોન અને વોર્ડ નં.૧માં ૧૫૦ ફીટ રીંગ રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે રૂ.૩૨.૩૨ લાખના ખર્ચે મોડેલ હોકર્સ ઝોન બનાવવાની કામગીરી ચાલુ છે. બજેટમાં ૦૯ ડસ્ટ ફ્રી રોડ તૈયાર કરવાની યોજનામાં અત્યારે રૂ. ૯૪.૩૯ લાખના ખર્ચે વોર્ડ નં.૧૦ પુષ્કરધામ મેઈન રોડનું કામ ચાલુ છે. વોર્ડ નં.૦૯ રૈયા રોડથી સાધુવાસવાણી રોડ પાટીદાર ચોક સુધી રૂ. ૧૪૭ લાખના ખર્ચે તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. વોર્ડ નં.૧૧ મવડી મેઈન રોડનું રૂ. ૧૪૧.૩૮ લાખનું કામ હાલ ચાલુ છે.
અન્ય કામો વિશે વાત કરતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે, રૂ. ૭૦ લાખના ખર્ચે પ્રદ્યુમન પાર્ક ઝૂમાં નવી ગેલેરીઓ બનાવવાનું કામ હાલ ચાલુ છે. રૂ. ૩૭ લાખના ખર્ચે વિદેશી વાંદરા બબુન માટે આધુનિક પાંજરું બનાવવાનું કામ હાલ ચાલુ છે. શહેરના તમામ ગાર્ડનમાં બાળકો માટે રૂ. ૨૦ લાખના ખર્ચે રમત-ગમતના સાધનો અને સિનીયર સિટીઝન્સ માટે કસરતના સાધનો વસાવવા માટેની કામગીરીમાં હાલે કામગીરીમાં વર્ક ઓર્ડર મુજબથી શહેરના ઇસ્ટ /વેસ્ટ ઝોન વિસ્તારના બગીચાઓમાં કામગીરી શરૂ કરવામાંઆવેલ છે. શહેરના ૦૫ મુખ્ય ચોકમાં રૂ. ૨૨ લાખના ખર્ચે એલ.ઈ.ડી. હાઈમાસ્ટ લાઈટો મુકવા માટેવર્ક ઓર્ડર આપેલ છે. કામગીરી ચાલુ છે.
કમિશનરએ વિશેષમાં કહ્યું હતું કે, આજી રીવર રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ આગળ ધપાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં હાલ રૂ. ૭૦૦ લાખના ખર્ચે આજી નદી ઉપર હાઇલેવલ બ્રીજની તથા નદીનાં બંને કિનારે ડ્રેનેજ ઇન્ટરસેપ્ટર સીવર લાઈન નાખવાની કામગીરી ચાલુ કરેલ છે. વોર્ડ નં.૦૯માં વોર્ડ ઓફિસની સામે રૂ. ૪૫૦ લાખના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવવાના પ્રોજેક્ટમાં એજન્સી સાથે કરારનામું કરેલ છે અને કાર્ય વર્ક ઓર્ડર સ્ટેજ પર પહોંચી ગયું છે. ગોંડલ ચોકડી અને મવડી ચોકડી પર મોર્ડન પે એન્ડ યુઝ ટોઇલેટ્સ બનાવવા માટેની શરૂ થનાર છે.
૫૦૦ નવી સાઈકલ સાથે સાઈકલ શેરિંગ પ્રોજેક્ટ્સ ટેન્ડર પ્રક્રિયામાં છે. આ પ્રોજેક્ટ માટે રૂ. ૧૦૦ લાખની જોગવાઈ થયેલી છે. તેમજ ૧૦૦ ઈ-રિક્ષા ખરીદવા સખી મંડળને સબસિડીની જોગવાઈ અંગેની કામગીરી ગતિમાં છે. જ્યારે વોર્ડ નં.૮માં અમીન માર્ગ-૧૫૦ ફીટ રીંગ રોડ પાસે રૂ. ૨૦.૬૧ લાખના ખર્ચે હોકર્સ ઝોન બનાવવાની યોજનાની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે.
વોર્ડ નં.૧૦ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રોડનું રૂ. ૧૧૭.૧૩ લાખનું કામ તથા વોર્ડ નં.૧૦ વૃંદાવન રોડનું રૂ.૧૦૬ લાખનું કામ એસ્ટીમેટ મંજુરીની પ્રક્રિયામાં પહોંચી ગયું છે. સોલિડ વેસ્ટા મેનેજમેન્ટપ શાખા દ્વારા ૧૨ નંગ ટ્રક માઉન્ટેાડ વેકયુમ સ્વીરપીંગ મશીન ખરીદ કરવાનું સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવથી મંજુર થયેલ છે. એજન્સીટને વર્કઓર્ડર આપવામાં આવેલ છે અને કામગીરી ચાલુ થવાની તૈયારીમાં છે.
નવા સ્કુલ બિલ્ડીંગ માટે ટેન્ડર તૈયાર છે તથા ફાઈલ ખર્ચ મંજુરીની પ્રક્રિયામાં છે. રૂ. ૧૫૪ લાખના ખર્ચે ૨૨ ઈ-ટોઇલેટ વસાવવાની કામગીરી હાલ વાટાઘાટ તબક્કે પહોંચી ચુકી છે. આગામી માસમાં ત્રણેય ઝોનમાં સ્વચ્છતા માટેની સ્પસર્ધાનું આયોજન કરવામાં આવનાર છે.
કમિશનરે વધુમાં ઉમેર્યું હતું કે, આમ્રપાલી રેલ્વે બ્રિજનાં પ્રોજેક્ટમાં રેલ્વે વિભાગ દ્વારા જણાવેલી સંપૂર્ણ ડીપોઝીટની રકમ ભરપાઇ કરવા માટેની પ્રક્રિયા પૂર્ણ થવામાં છે. જ્યારે ૧૫૦ ફૂટ રીંગ રોડ/નાના મવા ચોકડી ખાતે ઓવરબ્રીજ બનાવવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ છે. સોરઠીયાવાડી ઓવરબ્રિજ પ્રોજેક્ટ માટે ક્ધસલ્ટન્ટ દ્વારા સર્વેની કામગીરી થઇ રહેલ છે. જયારે લક્ષ્મીનગર રેલ્વે અંડર પાસ બનાવવાના પ્રોજેક્ટ માટે રેલ્વે વિભાગને ડીપોઝીટથી કામગીરી કરવા જણાવેલ છે. રેલ્વે ડીવીઝન દ્વારા ડીઝાઇન, ડ્રોઇંગ તૈયાર કરી રેલ્વે મુખ્યાલય મુંબઇ ખાતે મંજુરી અર્થે મોકલવામાં આવેલ છે. ઉપરાંત હોસ્પીટલ ચોક પ્રોજેક્ટમાં હાલ ત્રીજી વખત આ કામનું ટેન્ડર ક્ષ-થાજ્ઞિભીયિ ની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે.