૨૮૯ બાંધકામો દૂર કરવા નોટિસ ફટકારાયા બાદ કોઈ કાર્યવાહી નહીં

જામનગર મહાનગરપાલીકા દ્વારા વર્ષ ૨૦૧૫-૧૬થી ૨૦૧૯ સુધીનાં સમયગાળા દરમ્યાન મહાનગરપાલીકાની હદમાં આવેલા કુલ ૨૮૯ જેટલા આસામીઓ કે જેઓએ પોતાની હદમાં મંજુરી વગર અનઅધિકૃત બાંધકામ ખડકી દીધું છે. આવા કોમર્શિયલ સહિતના બાંધકામોને જા.મ.પા.ની ટી.પી.ઓ દ્વારા નોટીસ મળી હતી.

પાંચ દિવસમાં બાંધકામ દૂર કરી નાખવા જરૂરી સુચના અને નોટીસ અપાઈ હોવા છતાં હજુ સુધી આવા બાંધકામ દૂર થયા નથી આવા અનઅધિકૃત બાંધકામો સામે જા.મ.પા.નું તંત્ર કયારે કાર્યવાહી કરશે? તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. જા.મ.પા.ના ટી.પી.ઓ દ્વારા શહેરનાં અનેક આસામીઓએ પોતાની જગ્યાઓમાં કોમ્પ્લેક્ષ દુકાનો, મકાનો વગેરે મંજૂરી વિના ખડકી દીધા છે. આવા પ્રકારનાં કુલ ૨૮૯ આસામીઓને ૨૦૧૫ થી અત્યાર સુધીમાં નોટીસ પાઠવેલ છે. અને બાંધકામ હટાવાની તાત્કાલીક નોટીસ પણ આપેલ છે. છતા અનઅધિકૃત બાંધકામ હટાવાની કોઈ જા.મ.પા.એ કષ્ટી લીધેલ નથી.

સૂરતની ગંભીર ઘટના બાદ શહેરમાં ટયુશન કલાસ તેમજ હોટલ રેસ્ટોરન્ટ સામે ફાયર એન.ઓ.સી. મેળવી લેવાની કાર્યવાહી અને ઝુંબેશ હાથ ધરી છે. અને તમામ સ્થળોને એન.ઓ.સી. મેળવ્યા વિના ચાલુ નહી કરવા અથવા સદંતર બંધ રાખવા નોટિસો અપાણી છે. આમ જા.મ.પા.એ શહેરમાં અનઅધિકૃત બાંધકામ કરનારા લોકો સામે પણ કોઈ પણ પ્રકારની શરમવિના કાર્યવાહી કરવાની અને તમામ બાંધકામ તાત્કાલીક દૂર કરવા માંગ ઉઠવા પામી છે.

હાલમાં સહકાર દ્વારા આવાસ યોજના મુંજબ જે બિલ્ડીંગો ખડકી દેવામાં આવી છે તેમ પણ પૂરતા સેફટી ફાયરના સાધનો નથી એટલું જ નહી મકાનોમાં પૂરતી સુવિધાનો અભાવ છે. જયારે સુરત જેવી ઘટના આવી મહાકાય આવાસ બિલ્ડીંગોમાં બને ત્યારે લોકોને બચવું મુશ્કેલ બની જાય તેમ છે. એટલું જ નહી લોકોના જીવના જોખમે આ આવાસ યોજનાની મહાકાય બિલ્ડીંગમાં રહે છે અને ફાયર સેફટીના અપૂરતું હોવાથી ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. લોકોની જીંદગીની કિંમત ફકત સુરત જેવી ઘટના બને ત્યારે જ અંકાય જાય છે. તો જા.મ.પા. હવે જાગશે? કે સરકારી યોજનામાં લોલમ લોલ જ કામ થશે? એવા અનેક સવાલો શહેરમાં ચર્ચાઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.