ચાર થી પાંચ અધિકારીઓ સરકારી ગાડીનો ઉપયોગ કરતા હોવા છતાં પેટ્રોલના બીલ મુકયા

રાજકોટ મહાનગરપાલિકામાં ૪ થી ૫ કલાસ વન અધિકારીઓ સરકારી ગાડીનો ઉપયોગ કરતા હોવા છતાં હજારો રૂપિયાના પેટ્રોલના બીલો મુકયા હોવાની ઘટના તાજેતરમાં પ્રકાશમાં આવી હતી. પેટ્રોલ કૌભાંડથી ચોકી ઉઠેલા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ તાત્કાલિક અસરથી પેટ્રોલ કૌભાંડમાં અધિકારીઓ સામે તપાસના આદેશ આપ્યા છે ઝડપથી તપાસનો રીપોર્ટ આપવાની પણ તાકીદ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

કોર્પોરેશનમાં ૪ થી ૫ આસીસ્ટન્ટ કમિશનર સહિતના કલાસ-વન અધિકારીઓ વર્ષોથી સરકારી ગાડીનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે નિયમ અનુસાર જે અધિકારીઓને સરકારી ગાડીની ફાળવણી કરવામાં આવી હોય તેઓને પેટ્રોલ એલાઉન્સ આપવામાં આવતું હોતું નથી છતાં ૪ થી ૫ અધિકારીઓએ સરકારી ગાડીનો ઉપયોગ ચાલુ હોય પેટ્રોલના ૫૦ થી ૬૦ હજાર રૂપિયાના બિલ મુકયા હોવાની સનસની ખેસ ઘટના તાજેતરમાં પ્રકાશમાં આવી છે.

દરમિયાન મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ પેટ્રોલ કૌભાંડમાં સામેલ અધિકારીઓ સામે તપાસનો આદેશ આપ્યો છે. કેટલા અધિકારીઓ મહાપાલિકાની ગાડી વાપરે છે છતાં દર મહિને પેટ્રોલ એલાઉન્સ પણ મેળવે છે તેની તપાસ કરવા અને કેટલા સમયથી તેઓ પેટ્રોલ એલાઉન્સ મેળવે છે તેની માહિતી એકત્ર કરવા આદેશ આપવામાં આવ્યો છે. આટલું નહીં તાકીદે પેટ્રોલ કૌભાંડની તપાસનો રીપોર્ટ આપવા પણ જણાવવામાં આવ્યું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.