જૈન સધાર્મિક સેવા સમિતિ ટ્રસ્ટ હોરાઈઝન ઈમેજિંગ સેન્ટર ખાતે ટેસ્ટ કરી આપશે; સેવાભાવીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

થેલેસેમિયા મેજર દર્દીઓનાં શરીરમાં જમા થતા આ લોહતત્વને માપવા MRI T2 ઝ૨ રીપોર્ટ કરાવવો ખૂબજ જ‚રી છે. દરેક ૧૦ વર્ષથી વધુ વયના દર્દીએ વર્ષમાં એક વખત આ ટેસ્ટ કરાવવો પડે છે. આ ટેસ્ટ કરવાથી દર્દીના હૃદય, લીવર, પેન્ક્રીયાસમાં જમા થયેલ લોહતત્વનું પ્રમાણ જાણી શકાય છે. અને તે પરથી દવા તથા ઈન્જેકશનનો ડોઝ નકકી થઈ શકે છે. થેલેસેમિયા માટે આ ટેસ્ટ અત્યાર સુધી મુંબઈ ખાતે જ થતો હતો જયાં આ ટેસ્ટનો ખર્ચ રૂ.૫૦૦૦ થાય છે. પરંતુ છેલ્લા એક વર્ષથી રાજકોટ ખાતે હોરાઈઝન ઈમેજિંગ સેન્ટર દ્વારા આ ટેસ્ટ શરૂ થયો છે. આ ટેસ્ટની કિમંત વધુ હોવાથી દરેક દર્દીઓ આ ટેસ્ટ કરાવી શકતા નથી.

જૈન સા ધાર્મિક સેવા સમિતિ ટ્રસ્ટએ દરિદ્ર નારાયણની સેવા કરતી સંસ્થા છે. આ સંસ્થા વર્ષોથી કેન્સર, કીડની, ડાયાબીટીસની બીમારી ધરાવતા દર્દીઓને મદદ કરે છે. છેલ્લા ત્રણ વર્ષથી આ સંસ્થાએ થેલેસેમીયા મેજર દર્દીઓની સેવા કરવાનું બીડુ ઉપાડેલ છે. સંસ્થા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આશરે ૨૦૦ જેટલા દર્દીઓને નિયમિતરૂપે સિપલા કંપનીની કેલ્ફર દવા અને નોવાર્ટીસ કંપનીના ડેસ્ફેરાલ ઈન્જેકશન ખૂબજ ટોકન દરે આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ટ્રસ્ટ દ્વારા થેલેસેમીયા દર્દીઓને રૂ.૨૦ લાખથી વધુ રકમની કિમંતોની દવાઓ અને ઈન્જેકશનોની સહાય આપેલ છે. થેલેસેમિયા બાળકોની વધુમાં વધુ સેવા કરવાના હેતુથી સંસ્થા દ્વારા ૧૦ વર્ષથી વધુ વયના અને આર્થિક રીતે જ‚રીયાતમંદ બાળકોના ખછઈં ઝ૨ વિનામૂલ્યે કરાવી આપવાનું નકકી કરેલ છે. જયારે અન્ય થેલેસેમીયા બાળકોને ટોકન દરે આ ટેસ્ટ કરાવી આપવામાં આવશે.

દરેક દર્દીઓને ખછઈં ઝ૨ ટેસ્ટ રાજકોટના ખ્યાતનામ હોરાઈઝન ઈમેજિંગ સેન્ટર ખાતે કરાવી આપવામાં આવશે. આ ટેસ્ટ માટે નિ:સ્વાર્થ ભાવે સહકાર આપવા બદલ સંસ્થા હોરાઈઝન ઈમેજિંગ સેન્ટરનો આભાર વ્યકત કરે છે. વધુમાં બાળકોને જણાવવામાં આવે છે કે જે બાળકોએ આ ટેસ્ટ કરાવવો હોય તે રવિભાઈ ધાનાણી મો. ૭૦૧૬૯ ૫૩૩૫૧ અથવા મીનાબેન મહેતા મો. ૯૪૨૮૦૫૯૬૮૦ પર નામ લખાવી આપે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.