- દૈનિક 3000થી વધુ જરૂરીયાતમંદને ચાર અન્નપૂર્ણા રથ દ્વારા સ્થાન ઉપર જઈ ભોજન પીરસાય છે
બોલબાલા ટ્રસ્ટ છેલ્લા 34 વર્ષ થી રાજકોટ આસપાસના છેવાડાના માનવી સુધી કોઈ ભુખ્યા ઉઠે પણ ભુખ્યા ન રહે તે માટે બોલબાલા અન્નક્ષેત્ર માં વિકલાંગો, વૃધ્ધો, પાગલો, નિરાધારો, બાંધકામ ઝોનના પરપ્રાંતીય મજુરો, કચરો વિણતા વ્યકિતઓ, ભિક્ષુકો સહિતના ભુખ્યા 3000 થી વધુ વ્યકિતઓની નિત્ય અને નિયમિત જઠરાગ્નિ ઠારવાના ઉદ્દેશથી ત્રણ અન્નપુર્ણા રથ થી ભોજન પહોંચાડી અનેરી સેવા કરી રહયુ છે.
ચાર અન્નપૂર્ણા રથો ટ્રસ્ટને પ્રાપ્ત થયા છે. આ ચાર વાહનો રોજ 50 થી પર કી.મી. જેટલો વિસ્તાર અને 182 થી વધુ વિસ્તારોમાં જઈ એક-એક વ્યકિતને ગોતી-ગોતીને ઠામ-વાસણ અથવા પેપર જરૂરયાતમંદ પ્રમાણેનું ભોજન-પ્રસાદ રૂપે નિ:શુલ્ક પીરસવામાં આવે છે.
બોલબાલા ટ્રસ્ટ દ્વારા જીવદયા રથ માં કુતરા ને દુધ, ગાય ને લાડવા નિરવા, કીડી ને કીડીયારૂ, પક્ષી માટે ગાઠીયા/ચણ સાથે જીવદયા સેવાનું કાર્ય પણ થઈ રહયુ છે. આ સાથે બોલબાલા મંદિર 9/18 લક્ષ્મીવાડી ખાતે સ્થાનીક અન્નક્ષેત્ર માં 200 થી વધુ જરૂરીયાતમંદો ને બપોરે અને રાત્રે બન્ને ટાઈમ ગરમ-ગરમ ભોજન પંગતમાં બેસાડી ભોજન આપી તેમની જઠરાગ્ની તૃપ્ત કરી મૌન આર્શીવાદ પ્રાપ્ત કરે છે
આ “અન્નપૂર્ણા રથો” નો દૈનિક ખર્ચ સાદા ભોજનનો 2500/- રૂા. જેટલો થાય છે. આ અન્નપૂર્ણા રથ ને અવિરત ચાલુ રાખવા વિવિધ સંસ્થાઓ-દાતાઓ ત્થા શુભેચ્છકો દ્વારા એક યા બીજી રીતે સહયોગ આપવામાં આવે છે. તેમજ નાના-મોટા અનેક દાતાઓ વગેરે દ્વારા આ કાર્યને કાયમી નિભાવ અને અવિરત ચાલુ રાખવા સહયોગ આપતા જ હોય છે. આ વિભાગમાં અત્યારે લાભાર્થીઓની સંખ્યા અને વિસ્તાર ખુબજ વિશાળ છે. અને કાયમી છે. એક પણ દિવસ આ અન્તસેવા બંધ રહેતી નથી. આવા સમયે આ બહોળા ખર્ચે અને છેવટની સેવાને પહોંચી વળવા આપના અને સંસ્થાના દરેક પ્રસંગો, વાર-ત્યોહારે સંસ્થાને સહયોગ કરવા વિનંતી છે.
આ અન્નક્ષેત્ર રથ દ્વારા ખાસ કરી જાહેર માર્ગો, બગીચાઓ, મંદિરો, મસ્જીદો પાસે, બાંધકામ ઝોન, સરકારી હોસ્પિટલો, વિવિધ ફુટપાથો, રેલ્વેસ્ટેશન, રેલ્વે પટરી નજીકના વિસ્તારો, મજુરો બાધકામ કરતા પરપ્રાંતિય વસાહતીઓ ત્યા ખોદકામ ચાલનારા વિસ્તારોમાં જઈ તેમના સ્થાન ઉપર ભોજન પીરસાય છે.તેમજ કયારેક-ક્યારેક ડીમોલેશન થયેલા વિસ્તારોના લાભાર્થી, ખુદાબક્ષો, પદયાત્રીઓ, સંઘો, આપતકાલીન પ્રવૃતિ સ્થળાંતર કરેલા વ્યકિતઓ આ પ્રકારે વિવિધ નૈમીતીક સ્થિતિ પ્રમાણે ભોજનની વ્યવસ્થા પણ સગવડતા મુજબ કરવામાં આવે છે. બોલબાલા ટ્રસ્ટ ના ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાય ના માર્ગદર્શન હેઠળ બોલબાલા ટ્રસ્ટ દ્રારા કાયમી માટે ના પ્રોજેકટ અન્નક્ષેત્ર અને જીવદયા પ્રોજેકટ માં સુરેશભાઈ મારૂ, સ્ટાફ સહિત ના લોકો આ સેવાયજ્ઞ માં હહ્નય થી સેવા આપી રહયા છે. જે બદલ તેમનો આભાર વ્યકત કરે છે.