નમ્રતા સિને પ્રોડકશનની નવી ગુજરાતી મુવી ‘સરપંચ’ આજથી સિનેમા ઘરોમાં ઘુમ મચાવા માટે પડશે ચડી ચુકી છે. ત્યારે આ ફિલ્મની અંદર સરકારી પૈસા ઘર કરતા ભ્રષ્ટાચારી સરપંચના કાળા કામોને પડકાર આવનાર યુવનની જીવનશૈલી પર આધારીત છે.

ફિલ્મની કહાની ભ્રષ્ટ સરપંચના કાળા કામોને બંધ કરનાર યુવકની જીવન શૈલી પર આધારીત

આ ફિલ્મ અંગે વધુ માહીતી આપતા પત્રકાર પરિષદમાં ફિલ્મના પ્રોડયુસર દેવ કોરડીયા અને દિગ્દર્શક અપૂર્વ બાજપાયીએ કહ્યું હતું કે, આ ફિલ્મ ઘણા એંગલથી બીજી ફિલ્મો કરતા જુદી પડે છે. અમે આ ફિલ્મને આજની વાસ્તવિકતાની તદ્દન નજીક લઇ ગયા છીએ.આ ફિલ્મના સરપંચ અખંડપુર ગામના બાહુબલી નેતા છે અને સત્તાના જોરે બધાને પોતાની મુઠ્ઠીમાં રાખતા હોય છે. પણ એક દિવસ ગામનો જ એક યુવાન તેને પડકાર છે અને તેની સામે ચુંટણી લડવાની જાહેરાત કરે છે.

સરકાર તો ગામના વિકાસ માટે પૈસા મોકલે છે. આ પૈસાથી સરપંચનો જ વિકાસ થતો હોય છે. આ સીસ્ટમ તોડવા માટે ફિલ્મનો હીરો બીડું ઉઠાવે છે અને પછી જે થાય છે તેના માટે આ ફિલ્મ જોવી જરુરી છે.

આ ફિલ્મના દિગ્દર્શક અપૂર્વ બાજપાયી છે. જયારે દેવ કોરડીયા, પ્રકાશકુમાર વૈષ્ણવ અને નીતેશ પટેલ નિર્માતા છે. ધર્મેશભાઇ જંજવાડિયા સહ નિર્માતા છે. આ ફિલ્મમાં નીતેશ પટેલે પોલીસ ઇન્સ્પેકટરની ભૂમિકા પણ ભજવી છે.પત્રકાર સાથેના આ વાતચીત સમયે ફિલ્મની સ્ટારકાસ્ટ કરન રાજવીર, નિરાલી ઓઝા, રાગી જાની ઉપરાંત આકાશ ઝાલા, કેતન દયા, સ્મિત, કપિલ, ઉર્વશી સોલંકી વગેરે છે.નમ્રતા સિને પ્રોડકશને સરપંચ ફિલ્મ લોકોને જરુર પસંદ આવશે તેવી આશા પણ વ્યકત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.