- અનાથ દિકરી , માનો પ્રેમ અને સંધર્ષની ગાથા દર્શાવતી ફિલ્મ “ઝૂંપડપટ્ટી” આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે થશે રીલીઝ
- ફિલ્મ “ઝૂંપડપટ્ટી”ના પ્રોડયુસર પ્રજ્ઞેશભાઇ મલ્લી અને બોલીવુડમાં જાણિતા એડિટર પાર્થ ભટ્ટ ડાયરેક્ટર છે.
Entertainment : ઘોંઘાટ માં રૂંધાઈ ગયેલા અવાજ ને વાચા આપતી વાત લઈ ને તમારી સમક્ષ એક સરસ મજાના વિષય ઉપર ફિલ્મ “ઝૂંપડપટ્ટી” 8Th March 2024નો રોજ રીલીઝ થઇ રહી છે.” આખી દુનિયા સામે સિંહની જેમ લડી જતી માઁ પોતાની ઝૂંપડપટ્ટીમાં રહેતી અનાથ છોકરી ને મોટી ઓફિસર બનાવવાની લડતમાં જીતી શકે છે ખરી? ઝુપડપટ્ટીમાં માથે છતના રક્ષણની જવાબદારી વચ્ચે શિક્ષણ માટે જે સંઘર્ષ થાય છે તેની વાત કરવામાં આવી છે. સાથે પ્રેમની વ્યાખ્યાઓ થી દુર રહીને અપાર પ્રેમ કરવાની આવડત ધરાવતો આ ગમાર છોકરો એના પ્રેમને કોઈ અપેક્ષા વગર સતત સાથ આપીને પ્રેમની નવી વ્યાખ્યા શીખવી જશે..કે નહી તે તમામ બાબતો ફિલ્મમાં વણી લેવામાં આવી છે.” તેમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના નેજા હેઠળ ફિલ્મ “ઝૂંપડપટ્ટી” લઇને આવનારા પ્રોડયુસર પ્રજ્ઞેશભાઇ મલ્લીએ જણાવ્યું હતું.
એક અનાથ બાળકીની કહાની
અનાથ બાળકી ઝૂંપડપટ્ટીમાં પ્રવેશે છે અને તેના મોભી લેડી ડોન એટલે કે માથાભારે પણ ઝૂંપડપટ્ટી માટે આશીર્વાદ સમાન બેન ઝુંપડપટ્ટીના સર્વેસર્વા નાની બાળકી એટલે કે છોકરી સાક્ષીને મા જેવો પ્રેમ આપીને ઉછેર કરે છે, ભણાવે ગણાવે છે અને બધા તેના માટે તૈયારીઓ મદદ કરે છે પરંતુ આ દરમિયાન જે સંઘર્ષ ઝૂંપડપટ્ટી માં રહેનારા તમામ લોકો આ બાળકીને એક ઉચ્ચ શિક્ષણ આપવા માટે કરી રહ્યા છે એ સંઘર્ષની ગાથા આ ફિલ્મમાં વર્ણવાઈ છે ,સાથે સાથે તમામ સ્થળે એક હૃદય સ્પર્શી ટચ આપને જોવા મળશે અને આપણે ભલે નથી ભણ્યા પણ દીકરીને ભણાવીએ તેઓ મેસેજ પણ આ થકી જાય છે
ક્યારે થશે રીલીઝ
તાજેતરમાં જ ફિલ્મ “ઝૂંપડપટ્ટી”નું હૃદયસ્પર્શી ટ્રેલર રીલીઝ કરાયું છે, અને ફિલ્મ “ઝૂંપડપટ્ટી” આઠમી માર્ચે ફિલ્મ થિયેટરમાં રિલીઝ જઈ રહી છે તે ગુજરાત, મુંબઈ ,યુએસએ, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયામાં પણ રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મ “ઝૂંપડપટ્ટી” માં બોલીવુડમાં એડિટર લેવલ નું કામ કરી ચૂકેલા પાર્થ વાય ભટ્ટને ડાયરેક્ટર તરીકેનો બ્રેક મળ્યો છે અને તેમણે ફિલ્મ એડીટીંગ અને ડિરેક્શન એમ બંને કામ સાથે સુંદર રજૂઆત પ્રજા સમક્ષ લઈ જઈ રહ્યા છે ફિલ્મ “ઝૂંપડપટ્ટી” નું સંગીત મૌલિન મહેતા અનવર શેખનું છે, સાથે ડેબ્યૂ સોંગ હેમાંગ દવેનું છે ગુજરાતી ફિલ્મ છે તેમાં ગરબો છે જેને ઉમેશ બારોટ- તૃષા રામીએ કંઠ આપ્યો છે .આર્ટ ડિરેક્ટર શૈલેષ પ્રજાપતિ , કેમેરામેન મનુભા ઝાલા, ફિલ્મ માં બેકગ્રાઉન્ડ સ્કોર પાર્થ ઠાકરે કર્યુ છે. ફિલ્મ “ઝૂંપડપટ્ટી”ના કલાકારોની વાત કરીએ તો ભાવીની ગાંધી , ભાવીની જાની, સોનલ નાયર દિશિતા ભટ્ટ હેમાંગ દવે આકાશ ઝાલા નદીમ વઢવાણયા, મૌલિક પાઠક, નિશીથ બહ્મભટ્ટ , સંજયસિંહ ચૌહાણ, સોનલ નાયર માહી પટેલ, મીનાક્ષી જોબનપુત્રા, પૂજા પ્રજાપતિ તથા અન્ય કલાકારોએ અભિનયના ઓજસ પાથર્યા છે.