સિનેમા જગતના ચાહકો અને દર્શકો તો અઢળક રહ્યા જ છે. હિન્દી ફિલ્મ્સને તો પ્રતિસાદ આપે જ છે દર્શકો પણ આપણી પોતાની ફિલ્મ ઈંડસ્ટ્રી એટલેકે ઢોલિવૂડ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ચાહકો પણ રહ્યા છે. ઐતિહાસિક સ્તરે વાત કરીએ તો ૧૯૧૩ થી લઇ ૧૯૩૧ સુધીના સમય ગળામાં જયારે “સાઇલેન્ટ ફિલ્મ્સ” કોન્સેપ્ટ દેશભરમાં જોવા મળયુંતુ ત્યારે ગુજરાતી સાઇલેન્ટ ફિલ્મ્સ પણ બનતી જોવા મળી હતી અને ત્યારના સમયમાં પણ દર્શકોએ લોકચાહના આપી હતી. ત્યારના સમયની વાત રઈ અને જો હાલની વાત કરીયે તો ગુજરાતી સિને જગત શિખરો સર કરી રહી છે એમ કહીયે તો કઈ નવાઈ તો નહિ જ!! ખાસ કરીને છેલ્લો દિવસ ફિલ્મ આવી ત્યારથી એમ કહી શકીયે કે ગુજરાતી સીનેમાં જગતનો ફરી એક વાર નવી છબી સાથે પેલ્લો દિવસ રહ્યો છે!
એકડે એક એક કોમેડી ફિલ્મ છે. જેમાં યતિન પરમાર, શર્વરી જોશી, પ્રેમ ગ ૠફમવી, વિશાલ સોલંકી, શ્રેયા દવે, દીપ લુણાગરીયા અને સ્મિત પંડ્યા આ ગુજરાતી ફિલ્મના મુખ્ય કલાકારો છે. આ ફિલ્મનું નિર્દેશન રોકી મુલચંદાનીએ કર્યું છે અને ભદ્ર મલ્ટીમીડિયાના બેનર હેઠળ ભદ્ર જૈન દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ મોહસીન ચાવડાએ લખી છે. દ્વારકેશ જોશી અને મીરવ જોશી આ ફિલ્મ માટે સંગીત આપે છે. વસીમ ખાન સિનેમેટોગ્રાફી સંભાળે છે અને હર્ષ શાહ ફિલ્મના સંપાદક છે. ત્યારે આ ફિલ્મ આવતીકાલે એટલેકે ૧૦ સપ્ટેમ્બરથી સિનેમા ઘરોમાં જોવા મળશે.