બુશર્ટ-ટી-શર્ટ’ પિતા-પુત્ર વચ્ચેની બે વૈવિધ્યસભર વિચારધારાઓને દર્શાવતી ફિલ્મ
જાણીતા કલાકારો, સિધ્ધાર્થ રાંદેરિયા, કમલેશ ઓઝા, રીવા રાચ્છએ લીધી અબતકની શુભેચ્છા મુલાકાત
5મેએ ‘બુશર્ટ-ટી-શર્ટ’ ફિલ્મ સિનેમાઘરોમાં થશે રિલીઝ
કોકોનટ મોશન પિક્ચર્સ હંમેશા કૌટુંબિક પારિવારિક મનોરંજન માટે જાણીતા છે અને તેમની નવીનતમ ફિલ્મ બુશર્ટ ટી – શર્ટ પ્રેક્ષકોને પ્રભાવિત કરવામાં સફળ રહી છે. આ ફિલ્મ દર્શકોને આપણી રોજિંદી મુશ્કેલીથી દૂર આનંદ અને હાસ્યની એક મોજીલી દુનિયામાં લઈ જાય છે.
આ ફિલ્મ તમામ વયનાં દર્શકોને આકર્ષે છે અને આમાં દરેક માટે કંઇક અનોખું છે. નિર્માતા રશ્મિન મજીઠીયા શેર કરે છે. ” અમારી ફિલ્મોમાં હંમેશા વિવિધ પ્રકારની લાગણીઓ હોય છે . જેનો આપણે આપણા જીવનમાં અનુભવ કરીએ છીએ , પરંતુ કોમેડી ફિલ્મો હવે આપણી શક્તિ બની ગઈ છે. લોકોને લાગણીશીલ બનાવવા એ ખૂબ સરળ છે, પરંતુ સેંકડો લોકોને એકસાથે હસાવવા એ એક સંપૂર્ણપણે અલગ લાગણી છે. અમે વધુ શુદ્ધ કોમેડી મૂવીઝ બનાવવાનું ચાલુ રાખીશું, જે દરેક નોખી અનોખી તો હશે જ, અમારા માનવંતા દર્શકો જ્યારે જ્યારે એ જોશે ત્યારે એમને અત્યંત પસંદ આવશે સાથે જ હાસ્યનો ભરપૂર આનંદ કરાવશે .
ફિલ્મની વાર્તા પડ્યા પરિવારની આસપાસ ફરે છે. પંડયા પરિવારની દુનિયામાં અંધાધૂંધી કાયમ છે અને હાસ્ય એ દરેક સમસ્યાનો ઉકેલ છે ! નામ સૂચવે છે તેમ , ’ બુશર્ટ ટી – શર્ટ ’ પિતા અને તેના પુત્ર વચ્ચેની બે વૈવિધ્યસભર વિચારધારાઓને દર્શાવે છે. ઘણી અણધારી પરિસ્થિતિઓ, ઘટનાઓ, ડ્રામા અને લાગણીઓ સાથે આ ફિલ્મ શરૂઆતથી અંત સુધી દરેક ક્ષણમાં ભરપૂર હાસ્યની ખાતરી આપે છે.
કોકોનટ મોશન પિક્ચર્સે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં બે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મો ’ ચાલ જીવી લઇએ ’ અને ’ કહેવતલાલ પરિવાર સાથે તેના દર્શકોના દિલ જીતી લીધા છે.
બુશર્ટ ટી – શર્ટ એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તેના ગૌરવ તરફ આગળ વધવામાં મદદ કરવા માટેનું એક સાહસિક પગલું છે. ’ બુશર્ટ ટી – શર્ટ ’ એ માત્ર એક ફિલ્મ નથી, તે એક ઉત્સવ છે. હાસ્યોત્સવ , તે એકતા, કુટુંબ અને આનંદના યાદોની ક્ષણોની ઉત્સાહભેર ઉજવાતીી ઉજવણી છે જે જીવનભર સતત અવિરત ચાલશે ! આ ઉજવણી 5 મી મે 2023 ના રોજ ફિલ્મની રિલીઝ સાથે તમારી નજીકના સિનેમાઘરોમાં તમારા માટે આવી રહી છે.
આ ફિલ્મનું બેનર કોકોનટ મોશન પિક્ચર્સ નિર્માતા: રશ્મીન મજીઠીયા, ડિરેક્ટર ઈશાન રાંદેરિયા, કલાકારો સિધ્ધાર્થ રાંદેરિયા , કમલેશ ઓઝા , વંદના પાઠક, રીવા રાચ્છ અને અન્ય તથા સંગીત: સચિન જીગરએ આપ્યું છે.
કોકોનટ મોશન પિકચર્સે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં બે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ ચાલ જીવી લઇએ અને કહેવતલાલ પરિવાર સાથે દર્શકોના દિલ જીતી લીધા હતા ત્યારે આજે ‘અબતક’ની મુલાકાતે આવેલા જાણીતા કલાકાર સિધ્ધાર્થ રાંદેરીયા, કમલેશ ઓઝા અને રિવા રાચ્છે પોતાની આવનારી ફિલ્મ બુશર્ટ ટી-શર્ટ ફિલ્મ વિશે વાતચીત કરી હતી આ ફિલ્મ પિતા અને પુત્ર વચ્ચેની બે વૈવિધ્ય સભર વિચારધારા, લાગણીઓ તથા જનરેશન ગેપ દર્શાવે છે આ ફિલ્મમાં અણધારી પરિસ્થિતીઓ, ઘટનાઓ ડ્રામા સાથે ફિલ્મ શરૂઆતથી અંત સુધી દરેક ક્ષણમાં ભરપૂર હાસ્યની સાથે એક સંદેશો પણ આપે છે. આ ફિલ્મ પરિવાર સાથે માણવા જેવી ફિલ્મ છે.
બુશર્ટ – ટી – શર્ટ સહ પરિવાર માણવા જેવી ફિલ્મ છે: સિધ્ધાર્થ રાંદેરિયા
‘અબતક’ની મુલાકાતે આવેલા જાણીતા કલાકાર સિઘ્ધાર્થ રાંદેરિયાએ જણાવ્યું હતું કે, મે: મારી કારર્કીદીની શરુઆત 1969 માં બાળ નાટકથી કરી હતી. ત્યારબાદ 1971-72 થી કોમર્શીયલ નાટકો સાથે જોડાયો. જે બાળ નાટકથી શરુઆત કરી ત્યારથી અત્યાર સુધીમાં 13,000 લાઇવ પર્ફોમેન્સ કર્યા છે. એમ કહું કે 13,000 દિવસ કામ કર્યુ છે. નાટકો સાથે હવે સમય સાથે ફિલ્મો પણ કરવાની શરુઆત કરેલ. જે ફિલ્મની વાર્તા અલગ હોય. યુનિક હોય તેવી ફિલ્મ કરવાનું પસંદ કરુઁ છું.
આજે હું મારી પ મેના સિનેમા ઘરોમાં રજુ થનાર ‘બુશર્ટ ટી-શર્ટ’ ફિલ્મ માટે આવ્યો છું. બુશર્ટ એટલે વડીલોનું પ્રતિક અને ટી શર્ટ એ જુવાનીયા યંગ સ્ટર્ટસનું પ્રતિક આ ફિલ્મમાં બાપ-દિકરાનું પાત્ર જે આપણાં સમાજમાં પ્રતિનિધિત્વ કરે છે. આ ફિલ્મ દરેક કુટુંબનું પ્રતિનિધિત્વ કરતું કહી શકાશે.
કારણ કે દરેક ઘરમાં જનરેશન ગેપ તો હોવાનો જ ઘણી વખત એવું બને કે છોકરાઓ કહે તેમને ના ખબડ પડે
પરંતુ લાંબા સમયે માતા-પિતા કહે તેમ કર્યુ હોત તો સારૂ હોત, આજના યુવાનો અને પહેલાના વખતની સ્થિતિ અલગ અલગ છે અત્યારે બાળકોને પોતાના ભવિષ્યની જાણ હોય, વડીલો દ્વારા બાળકોને ઉપદેશ આપવાથી પ્રોબ્લેમ સોલ્વ નથી છે. આ મુવીમાં દિકરાને પપ્પાની નજરે અને પપ્પાને દિકરાની નજરે દેખાડાયા.
પહેલી જ ગુજરાતી થીયેટરોની બોલબાલા રહી છે હવે મુવી પણ આવી રહ્યાં છે. પહેલાના સમયમાં જે ફિલ્મ આવતી તે પણ 25-50 અઠવાડીયા ચાલતી. પહેલાની ફિલ્મ લોકકથા આધારીત હતી. આપણી પાસે ખજાનો છે એ મુજબની ફિલ્મો બનતી ત્યારે પણ વેલ્યુ ફોર મની હતું. તેના ગીતો આજે પણ લોકોને યાદ છે. હવે સમયાંતરે ફેરફારો થતા જ અત્યારે નવી ટેકનોલોજી, ખાવા-પીવાની રીતો બદલી, રહેણી કહેણી બદલી છે.
લોકોની રૂચી મુજબ તેમને પસંદ પડે તે રીતે ફિલ્મ બનાવછવા માં આવે.
‘બુશર્ટ ટી – શર્ટ’ ફિલ્મ પરિવાર સહ નિહાળી શકાય તેવી ફિલ્મ છે. અમારી ફિલ્મ તમને ઓટીટી પ્લેઠફોર્મ પર જોવા મળશે નહીં.
હું લક્કી છું કે સિધ્ધાર્થ રાંદેરિયા સાથે કામ કરવાની તક મળી: કમલેશ ઓઝા
અભિનેતા કમલેશ ઓઝાએ જણાવ્યું હતું કે હું પણ થીયેટરનો કલાકાર છું. દિગ્ગજ કલાકાર સિઘ્ધાર્થ રાંદેરિયા સાથે કામ કરવાની એક તત્પરતા હતી. હું ખુદને ખુબ જ લકકી માનું છું.
કે તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો તેમની સાથે કામ કરવાથી ઘણું બધુ શિખવા મળ્યું જે આગળ પણ કામ આવશે.
આ ફિલ્મ મનોરંજન સાથે એક સંદેશ પણ આપશે: રીવા રાચ્છ
અભિનેત્રી રીવા રાચ્છએ જણાવ્યું હતું કે સિઘ્ધાંત રાંદેરિયા જે ખુબ જ અનુભવી કલાકાર છે. તેઓની સાથે કામ કરવાની તક મળી તે મારા માટે સૌભાગ્યની વાત ગણી શકું. ખુબ જ નિખાલસ માયાળુ વ્યકિત છે. તેમની પાસેથી ઘણું બધુ જાણવા શિખવા મળ્યું છે. જે આગળ પણ કામ આવશે.તેમના નાટકો જોઇને જ હું મોટી થઇ છું. આજે તેમની જ સાથે હું ફિલ્મમાં સ્ક્રીન શેર કરીશે. મારા પપ્પા વિરલ રાચ્છ જેઓ વકીલ છે. પરંતુ તેમની ઓળખ નાટયકાર તરીકેની છે. તેથી પહેલેથી જ એવું કલ્ચર જોયેલું છે. સીનીયર કલાકારોને કામ કરતાં જોઇને મને પ્રેરણા મળે છે. મને ગુજરાતી નાટકો – ફિલ્મો કરવાની ઇચ્છા છે. આપણી ધરતીમાં ઘણી એવી વાતો, સાહિત્ય છે જેને ખેડવાની જરુર છે. આગળ પ્રોજેકટો પાઇપ લાઇનમાં છે. અને કામ કરવું મને ગમે છે.
બુશર્ટ ટી શર્ટમાં મારા પાત્ર વિશે વધુ તો નહી જણાવ્યું પરંતુ એવું કહી શકીશે. કે સિઘ્ધાંત રાંદેરિયા બુશર્ટ છે. કમલેશ ઓઝા ટી શર્ટ છે. તો મારું પાત્ર એ બન્ને વચ્ચેનો પુલ છે. આ ફિલ્મમાં બ
જનરેશન વચ્ચેની વાત છે જેમાં મહિલાની પણ વાત છે આ ફિલ્મમાં અમારી સાથે વંદના, કુલદીપ, હાર્દિક ઘણા કલાકારો એ કામ કર્યુ છે. તેવું ચોકકસથી કહી શકશું કે તમે ફિલ્મ જોઇ બહાર નિકળશો તો કંઇક લઇને જશો હસ્તા હસ્તા જશે.