મુખ્યમંત્રીની ખુરશી પર પાટીદારને બેસાડવા નવો ખેલ

અનામત આંદોલન સમયે પાટીદારો પર થયેલા કેસ ૧૫ દિવસમાં પાછા નહીં ખેંચાય તો ફરી ઉગ્ર આંદોલનની ચીમકી

સૌરાષ્ટ્રમાં પાટીદારોનું આંદોલન ફરી માથુ ઉંચકી રહ્યું છે. મુખ્યમંત્રીની ખુરશીએ પાટીદારને બેસાડવા માટે હવે નવો ખેલ પાડવામાં આવ્યો છે. જેમાં અનામત આંદોલન વખતે પાટીદારો સામે થયેલા કેસો પાછા ખેંચવા ગામે ગામ આવેદનપત્ર આપવામાં આવ્યા છે.

વર્ષ ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસોને પરત ખેંચવા ગામો ગામ આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે. પાટીદાર સમાજ દ્વારા શિક્ષણ અને નોકરીમાં મળતા અનામત મુદ્દે આંદોલન  કરવામાં આવ્યું હતું. તે સંદર્ભે આંદોલનમાં થયેલા કેસોને પાછા ખેંચવા માગ કરાઇ છે.

IMG 20200302 105202

સુરેન્દ્રનગરના હળવદના મામલતદાર  કચેરી ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા લેખીત આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અને ૧પ દિવસમાં કોઇ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગુજરાતભરમાં રચનાત્મક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી હતી. જુનાગઢના બગસરા શહેરમાં પણ આંદોલન દરમિયાન થયેલા કેસોને પરત ખેંચવા મામલતદારને આવેદન પાઠવાયું હતું. અને રજુઆત કરી હતી કે, નિર્દોષ પાટીદાર યુવાનો કોર્ટ કચેરીના ધકકા ખાઇ રહ્યા છે. જેને ઘ્યાનમાં લઇને કેસ પરત ખેંચવા માંગણી કરાઇ છે.

IMG 20200302 114808

મોરબીમાં પણ પાટીદાર અનામત સમિતિ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવી રજુઆત કરી છે કે ઘણા યુવાનોએ જેલની સજા પણ ભોગવી છે. ૧પ દિવસ બાદ કોઇ કાર્યવાહી નહીં થાય તો રચનાત્મક કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી છે ઉપલેટા તાલુકાના ૧૦૦ જેટલા પાસના આગેવાનોએ મામલતદારને આવેદન આપી કેસ પરત ખેંચવાની રજુઆત કરી હતી.

IMG 20200302 WA0006

માણાવદરમાં પાટીદાર અનામત  આંદોલન દરમિયાન થયેલા પોલીસ કેસો પર ખેંચવા માણાવદર પાટીદાર અનામત આંદોલન સમિતિએ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું , આ તકે  અરવિંદભાઇ લાડાણી, ઘનશ્યામભાઇ રતનપરા, વિજયભાઇ ઝાટકીયા, દિલીપભાઇ જસાણી, મનિષભાઇ પટેલ, સતિષભાઇ ઝાલાવાડીયા, જગદીશભાઇ લાડાણી, કે.ડી. ઝાટકીયા, મેહુલ માણાવદરીયા તેમજ બહોળી સંખ્યામાં પાટીદારો હાજર રહ્યા હતા.

પાટીદાર સમાજ દ્વારા અનામતની માંગને લઈને ગુજરાત ભરમાં આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં અસંખ્ય યુવાનો પર નાના-મોટા કેસ દાખલ થયા હતા જોકે  પાછળથી પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા રાજ્ય સરકાર સાથે વાટાઘાટો કર્યા બાદ સરકાર દ્વારા કેસો પાછા ખેંચી લેવાની જાહેરાત કરવામાં આવી હતી.

IMG 20200302 113127

જોકે અનેકવાર પાસ ના આગેવાનો સરકાર પર આક્ષેપ કરતા હોય છે કે માત્ર નાના કેસો જ પાછા ખેંચવામાં આવ્યા છે જેથી આંદોલન દરમિયાન થયેલ તમામ કેસો પાછા ખેંચવાની માંગ સાથે આજે હળવદ મામલતદાર કચેરી ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૫માં સરકારને લેખિત મૌખિક રજૂઆતો કરી હતી પરંતુ કોઇ પ્રતિભાવ ન મળતાં રજૂઆતના અંતે રાજ્યભરમાં આંદોલનના માર્ગે વધ્યું હતુ દરમિયાન સરકાર દ્વારા આંદોલનને દબાવવા માટે થઇ અનેક નાના મોટા ગુનાઓ નોંધાયા હતા જેમાં હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા સહિતના આંદોલનકારીઓ તથા અનેક નિર્દોષ પાટીદાર યુવાનો પર કેસ દાખલ કરી તેમને જેલમાં ધકેલવામાં આવ્યા હતા આને લઈ રાજ્યભરમાં આંદોલનનો જુવાળ વધુ તેજ બન્યો હતો આખરે પાટીદાર યુવાનોની માગ વ્યાજબી લાગતા રાજ્ય સરકારે બિન અનામત વર્ગમાં આવતા સવર્ણોને ૧૦% અનામત ની જાહેરાત કરવી પડી હતી અને આંદોલનકારી યુવાનોની માંગ સ્વીકારવી પડી હતી

જોકે ઘટના દરમિયાન અનેક વખત સમાજના શ્રેષ્ઠીઓને સાથે રાખી સરકારે આંદોલનકારીઓ સાથે વાટાઘાટો અને વાતચીત કરેલ  તે દરમિયાન સરકારમાંથી મુખ્યમંત્રી,ઉપ મુખ્યમંત્રી તથા રાજ્યના ગૃહ મંત્રી દ્વારા આંદોલન સંદર્ભે થયેલા કેસો પરત ખેંચવાની સમાજના શ્રેષ્ઠીઓ અને મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી અને ચૂંટણીઓ દરમિયાન નાના-મોટા અમુક ચોક્કસ કેશો સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા છે પરંતુ હજુ ઘણા જિલ્લાઓમાં આંદોલનકારીઓ અને નિર્દોષ પાટીદાર યુવાનો પર ના કેસો પરત ખેંચવાના બાકી હોય તેના કારણે ઘણા નિર્દોષ પાટીદાર યુવાનો કોર્ટ કચેરીના ધક્કા ખાઇ રહ્યા છે જેથી કેસો આગામી ૧૫ દિવસમાં પાછા ખેંચવામાં નહીં આવે તો રાજ્યભરમાં રચનાત્મક કાર્યક્રમ યોજવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વેરાવળમાં પાટીદાર અનામત સમીતીએ આંદોલન દરમિયાન થયેલા પોલીસ કેસ પરત ખેંચવા જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી છે.

ધ્રાગધ્રા પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા પાટીદાર યુવાનો પર થયેલા કેસો પાછા ખેંચવા બાબતે આવેદન પાઠવ્યું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.