રાજ્ય સરકાર દ્વારા ચોટીલામાં પ્રથમવાર યોજાનારી સ્પર્ધામાં ૧૫૩ સ્પર્ધકો ભાગ લેશે

ચોટીલમા સૌ પ્રથમવાર ગુજરાત સરકાર દ્વારા આગામી તા.૨૩ને ગુરુવાર ના રોજ યોજાનાર પર્વતા અવરોહણ આરોહણ સ્પર્ધા અંગે સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સપર્ધકો સિવાય અન્યોને મંદિરના પગથિયાં પર ચડવા ઉતરવા અંગે જાહેરનામું બહાર પાડ્યું આવ્યું. જિલ્લા મેજિસ્ટ્રેટ સુરેન્દ્રનગર દ્વારા તા.૨૩મીને ગુરુવારના રોજ યોજાનાર ગુજરાત સરકાર રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ અને જિલ્લા વહીવટી વિભાગ દ્વારા સૌ પ્રથમવાર ચોટીલા ચામુંડા ડુંગર પર ગુજરાતભરમાંથી ૧૫૩ જેટલા જુનિયર ભાઈ બહેનો ડુંગરના પગઠિયાઓ સડસડાટ ચડવા માટેની દૌટ લગાવાના છે ત્યારે અન્ય યાત્રિકોને માતાજીના ડુંગરના પગથિયાં પર ચડવા તેમજ ઉતરવામાટે સવારે ૬ વાગ્યા થી ૧૧ સુધી સ્પર્ધક સિવાય અન્ય કોઈએ ચડવું કે ઉતરવું નહિ તે અંગે પ્રતિબંધ લગાવ્યો છે.આ અંગે આ જાહેરનામા નો ભંગ કરનાર કે ઉલઘન કરનાર વ્યક્તિ ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમન કલમ ૧૩૧ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.