દેશમાં સતત વધી રહેલા માર્ગ દુર્ઘટનાઓને અટકાવવા માટે સોમવારે લોકસભામાં મોટર વ્હીકલ સંશોધન બિલ રજુ કરવામાં આવ્યું. બિલમાં ટ્રાફીકનાં નિયમોનું ઉલ્લંઘન કરવા માટેની કડક સજા બનાવવાની સાથે સાથે માર્ગનાં નિર્માણ અને તેની જાળવણીમાં ઢિલાશનાં કારણે થનારી દુર્ઘટનાઓ માટે પણ પહેલી વાર કોન્ટ્રાક્ટરની વિરુદ્ધ દંડનું પ્રવાધાન કરવામાં આવ્યું છે.
આ બિલ અનુસાર દારૂ પીને ગાડી ચલાવવાની રકમ 2000 રૂપિયાથી વધારીને 10 હજાર રૂપિયા કરવાનું પ્રાવધાન છે. હેલ્મેટ વગર બાઇક ચલાવનારને 1000 રૂપિયા દંડ તરીકે અને ત્રણ મહિના માટે લાઇસન્સ જપ્ત કરવાનું પ્રાવધાન છે. હાલ આ દંડ માત્ર 100 રૂપિયા છે.