- સર્વમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજીત
- અબતકની શુભેચ્છા મુલાકાતમાં સર્વમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોએ આપી માહિતી
- તોરીખ 8.3 શનિવાર ના રોજ માં-બાપ વિહોણી સર્વજ્ઞાતિ ની 51 દીકરીઓના પ્રભુતામાં પગલા માંડશે
દીકરીઓને ફિજ, ટીવી, ડબલ બેડ નો પલંગ, થી ડોર કબાટ, સોફાસેટ, ત્રિપાય, મિક્ષર, સેન્ડવીચ ટોસ્ટર, ઈસ્ત્રી, અનાજની કોઠી, 60 નંગ સ્ટીલનો વાસણ સેટ, સૌનાંના દાણા, ચાંદીની ગાય, ચાંદીનો તુલસી કયારો, ચાંદી ને પેન્ડલ સેટ, ચાંદી ના બ્રેસલેટ, ચાંદીના સિક્કા, ચાંદીના વિછયા, સાડી, ડ્રેસ, બેડશીટ સેટ, બાથરૂમ સેટ, કિચન સેટ તેમજ ઘર વપરાશમાં જરૂરિયાત મુજબની (120) વસ્તુનું ધ્યાન રાખી ને કરિયાવર તૈયાર કરવામાં આવ્યો છે.
સમુહલગ્નની તૈયારી વિષે આયોજકો જણાવે છે. તારીખ 8/3/2025 ના બપોરે 4:00 વાગ્યે જાન આગમન થશે અને 6:00 વાગ્યો હસ્તમેળાપ, ત્યારબાદ 7 વાગ્યે જમણવાર શરુ થશે. જમણવારમાં અંદાજિત 8 થી 9 હજાર લોકો જમણવારનો લાભ લેશે. આ સમુહલગ્નને સફળ બનાવવા માટે દાતાઓનો ખુબ સારો સહિયોગ મળ્યો છે. સમુહલગ્નની જગ્યા માટે ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટનો સહિયોગ મળેલ છે. મંડપ સર્વિસ માટે (સંજયભાઈ) આકાશ ઇવેન્ટનો સહયોગ મળેલ છે. લાઈટ ડેકોરેશન માટે મહેશભાઈ ત્યા ફ્લાવર ડેકોરેશન માટે રાજેશભાઈ મોલીયા અને સાઉન્ડ સર્વિસ માટે વિપુલભાઈ વિરમગામનો સહયોગ મળ્યો છે.
અબતકની શુભેચ્છા મુલાકાતમાં આ સમુહલગ્નને સફળ બનાવવા માટે સર્વમંગલ સેવા ટ્રસ્ટની ટીમ પ્રવીણભાઈ સખીયા, કિશોરભાઈ સોજીત્રા, રાજનભાઈ સખીયા, રમેશભાઈ રીબડીયા, યોગેશભાઈ સાકરીયા, પંકજભાઈ સખીયા, સંજયભાઈ જોશી, તારકભાઈ ગજેરા, પરેશભાઈ પીપળીયા, રાજુભાઈ ઓડેદરા, અનિલભાઈ માવાણી, કીર્તિભાઇ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
51 નવદંપતિને સ્થળ પર જ લગ્ન નોંધણી કરાશે: પ્રવીણભાઈ સખીયા
અબતકની શુભેચ્છા મુલાકાતમાં પ્રવીણભાઈ સખીયાએ જણાવ્યું હતુ કે, સર્વમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત સર્વજ્ઞાતીની 51 દિકરીઓના 12મો શાહી સમુહ લગ્નોત્સવમાં માતા-પિતા વિહોણી દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે અહી 51 નવદંપતિને
લગ્ન નોંધણી કરવામાં આવશે. તેમજ દરેક યુગલને વૃક્ષો વાવી અને તેમના વૃક્ષોના જતન કરવાનાં સંકલ્પ લેવામાં આવ્યા તેમજ આ સમુહ લગ્નમાં દિકરીઓ લગ્ન બાદ પણ તેમની જવાબદારી લેવામા આવે છે.
ગીત સંગીતનો સથવારો
તેજશભાઈ શીશાગીયા, રાહુલભાઈ મહેતા, રમેશભાઈ હિરપરા, સરસ્વતીબેન હિરપરા, દેવભાઈ ભટ્ટ, વિશાલભાઈ વરૂ, હિતેષભાઈ ઢાકેચા, ઇમરાનભાઈ કાનીયા ત્થા કેયુરભાઈ પોટા,રિયાઝ જેરિયા તથા સર્વે ટીમનો સાથ મળ્યો છે.