દંપતી વચ્ચે રસોઈ બનાવવા બાબતે થયેલા ઝઘડામાં સાસુએ વહુને જીવતી જલાવી તિ
મૃતકના ડીડી ના આધારે કેસ ની સાકળ મજબૂત બનતા આરોપીને સજા તરફ દોરી ગયા
અબતક, રાજકોટ
વિછીયા તાલુકાના કંધેવાળીયા ગામે ત્રણ વર્ષ પહેલા રસોઈ બનાવવા જેવી નજીવી બાબતે કુળવધુ ને કેરોસીન છાંટી દીવાસળી ચાંપી જીવતી સળગાવી અને મોતને ધાટ ઉતારવાના બનાવો કેસ રાજકોટની અદાલતમાં ચાલી જતાં ન્યાયાધીશે સાસુને 10 વર્ષની કેદ અને પતિને છોડી મૂકવાનો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ વિછીયા તાલુકાના કંધેવાડીયા ગામે રહેતા લતાબેન ગોવિંદભાઈ ગોરાવા નામની પરણિતાને ગત તારીખ 15, 9, 2018 ના રોજ સાસુ જમનાબેન એ કેરોસીન છાંટી દીવાસળી ચાંપતાં પરિણીતા ગંભીર રીતે દાઝી જતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું
આ બનાવમાં પોલીસે મૃતક લતાબેન ના પતિ ગોવિંદભાઈ અને સાસુ જમનાબેન સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી માતા-પુત્રની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં લતાબેન ને પતિ ગોવિંદભાઈએ ઝડપથી રસોઈ બનાવવાનું કહેતા ત્યારે પત્ની લતાબેન સાથે બોલાચાલી બાદ ગુસ્સામાં ગોવિંદભાઈ બહાર જતા રહેલા બાદ સાસુ જમનાબેન એ પરણિતા લતાબેન ને કેરોસીન છાંટી દીવાસળી ચાંપતા લતાબેન દાઝી જતા દેકારો કરતા પાડોશી તેમજ પતિ ગોવિંદભાઈ પાણી છાંટી બચાવવાનો પ્રયાસ કરી સારવાર અર્થે પ્રથમ વિછીયા અને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેને મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન ડીડીઆપ્યું હતું. અને સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
તપાસનીસ દ્વારા પતિ અને સાસુ સામે અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવતા રાજકોટની સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં બન્ને પક્ષની રજૂઆત બાદ ફરિયાદીનું ડી ડી મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલી નિવેદન અને બનાવ સંબંધે જિલ્લા સરકારી વકીલ એસ.કે .વોરાએ વિવરણ કર્યું હતું જેમાં કોઈ વિસંગતતા નથી તેમજ તપાસનીશ અને સારવાર કરનાર તબીબને જુબાની નોંધવામાં આવેલી તેમજ બચાવ પક્ષે કરેલી દલીલમાં બનાવ આકસ્મિત હોવાનું જણાવી બચાવ કર્યો હતો. જિલ્લા સરકારી વકીલ એસ.કે વોરાએ પોતાની દલીલમાં જણાવ્યું હતું કે દંપતી વચ્ચે વિવાદ થયો હતો.પત્ની લતાબેનને સળગાવવામાં ગોવિંદભાઈ નો પ્રત્યક્ષ રોલ નથી અને પત્નીને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેવી સરકારી વકીલ એસ.કે વોરા ની દલિલ ધ્યાને લઇ ન્યાયધીશે સાસુ જમનાબેન જયંતીભાઈ ગોરાવાને દસ વરસની કેદ અને પતિ ગોવિંદભાઈને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.