પરિણીતાની ફરિયાદ પર પોલીસે તેના પતી સહિત સાત સામે ગુનો નોંધ્યો
બાબરાના કરીયાણા ગામે ગઈકાલે મારામારીની ઘટના સામે આવી છે.જેમાં પરિણીતા તેની પુત્રીને પોતાની સાથે લેવા માટે ગઈ હતી. ત્યારે તેના પતી સહિતના સાસરીયાઓએ ઢોર મારમારતા, તેણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાત સામે ગુનો નોંધ્યો છે.વિગતો મુજબ બાબરાના કરીયાણા ગામે રહેતી કિરણબેન અશ્ર્વીનભાઈ ઝાપડીયા નામની પરિણીતાએપોતાની ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તેને તેના પતી સાથે મનદુ:ખ ચાલતુ હોવાથી તેના માવતરને ત્યાં રહેતી હતી અને તે તેના સાસરીયાને ત્યાંપોતાની પુત્રીને તેનીસાથે લેવા બાબતે પતી સાથે ઝઘડો થતા તેના પતી અરવિંદ ઝાપડીયા દીયર અલ્પેશ, કાકાજી સસરા ધુધા સહિતના સાત સાસરીયાઓએ મારમારતા તેને પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.