હિતેશ રાવલ,સાબરકાંઠા: સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લા થોડા સમયથી લગ્ન કરી લૂંટ કરતી એટલે કે લૂટેરી દુલ્હનના બનાવો ખૂબ વધી જઈ રહ્યા છે. લગ્ન ઈચ્છુક યુવકોને પોતાની જાળમાં ફસાવી જનમ જનમ સુધી એકબીજાના સાથ સથવારાના ખોટા વાયદા કરી લગ્ન કરી તુરંત જ દાગીના સહિત રોકડ રૂપિયા ઉપાડી લઈ જવાના ઘણાં કિસ્સા સામે આવ્યા છે. આવો વધુ એક કેસ સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સામે આવ્યો છે. ગરીબ બ્રહ્માણ પરિવારના એક યુવક સાથે લગ્ન કરી યુવતી રૂપિયા 1.35 લાખ રોકડા અને રૂપિયા 44 હજારના દાગીના લઈ ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ છે.
લૂંટેરી દુલ્હન
દલાલો સહિત આઠ શખ્સો સામે યુવક અને તેના પરિવારજનોએ વડાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેના પગલે પોલીસ એક્શનમાં આવી દોડતી થઈ છે અને લૂટેરી દુલહનને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
યુવકની માતા
સાબરકાંઠા જિલ્લામાં આ કિસ્સો પ્રથમવાર નથી બન્યો. ફરી એક વાર લુટેરી દુલ્હન અને દલાલો એક ગરીબ પરિવારને જાસો આપી ફરાર થયા છે. કેટલાક ચોક્કસ દલાલો આ છેતરપિંડીના વ્યવસાય સાથે જોડાયેલા છે. પોલીસ મથકે ફરિયાદ દાખલ થાય છે પણ દલાલો સકંજામાં આવતા નથી. આ વખતે સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરના ગરીબ બ્રાહ્મણ પરિવાર પોતાના દીકરાને માટે કન્યા લાવવાના ચક્કરમાં છેતરાયો છે.
જટ લગ્નના ચક્કરમાં પરિવાર ફસાયો
આ છેતરપીંડીનો ભોગ બનેલા યુવકના ભાઈએ જણાવ્યું કે, પોતાના ભાઈને કન્યા લાવી આપવા દલાલો સાથે નાસિક તેમજ સુરત સુધી જઈ કન્યા પસંદ કરી ઘેર લઈ આવ્યા. લગ્ન પણ કરાવી દલાલોને 1 લાખને 35 હજાર રોકડા તેમજ 44 હજારના દાગીના પણ લાવી આપ્યા.
યુવકનો ભાઈ…
ઉધાર દાગીના લાવી કન્યાને આપ્યા, માથે ઉઘરાણું કરી દીકરાને પરણાવ્યો
યુવકની માતાએ આ અંગે કહ્યું કે,પોતાના દીકરાના લગ્ન જલ્દી થઇ જાય તે માટે તેમણે સોની પાસેથી ઉધાર દાગીના લાવી આપ્યા હતા. માથે ઉંઘરાણું કરી દીકરાના લગ્ન કરાવ્યાં. કન્યા 12 દીવસ સાસરિયામાં રોકાઈ અને સુરતથી ફોન આવ્યો કે કન્યાના માતા બીમાર છે તો તમે મારી દીકરીને મોકલી આપો. બ્રાહ્મણ પરિવારે હોંશે હોંશે દીકરા સાથે પુત્રવધૂને સુરત મોકલી જ્યાં એક બાઇક સવાર કન્યાને લઈ રફુછકર થઈ ગયો. અને સ્થાનિક દલાલોનો સંપર્ક કરતા તેમને હકીકતની જાણ થઈ. જે અંગે પરિવારે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ઊંડાણપૂર્વકની વધુ તપાસ હાથ ધરી છે.