ફિલ્મી ઢબે અપહરણકર્તાઓ પાસેથી ૪ વર્ષની દિકરીને બચાવી: સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
કહેવાય છે કે માતાની જોડના મળે. માતા તેના બાળક માટે કાંઈ પણ કરી શકે છે એ વાતને સાર્થક કરતો કિસ્સો દિલ્હીમાં બન્યો છે. ૪ વર્ષની બાળકીને ઉઠાવી જવા આવેલા બે શખ્સો સામે બાળકીની માતાએ લડાઈ કરી બચાવી હતી. મંગળવારના રોજ દિલ્હીના એક વિસ્તારમાં અપહરણ કરવા આવેલા બે લોકો સાથે ફિલ્મી ઢબે લડીને બાળકીને બચાવી હતી. તેમની પાડોશીની મદદથી અપહરણકર્તાના વાહન ત્યાં જ પડતું રખાવી ભગાડયા હતા. જેથી પોલીસને મોટર સાયકલના નંબર પરથી તેમને પકડવા સહેલાઈ થઈ હતી.
પોલીસ દ્વારા પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બાળકીના કાકા બાળકીના પિતાના વ્યવસાયથી બળતરા થતા બાળકીનું અપહરણ કરી ૩૫ લાખ રૂપિયાની ફિરોતી માંગવાનો પ્લાન બનાવ્યો હતો. માતાની બહાદુરીથી અપહરણ કરવા આવેલા બે લોકોને અંતે ભાગવુ પડયું હતું. મંગળવારના રોજ ૪ વાગ્યાના સમયે ટુ વ્હીલર લઈને આવેલા બે યુવાનોએ માતા પાસે પાણી માંગ્યું હતું. મહિલા પાણી લેવા માટે અંદર ગઈ ત્યારે પાછળથી એક યુવાને બાળકીને કીડનેપ કરી ટુ-વ્હીલર પર ભાગવાની કોશીષ કરી હતી. ૪ વર્ષની બાળકીની માતાએ કાંઈ વિચાર્યા વગર બન્ને કીડનેપર સાથે બાથ ભીડી હતી અને રણચંડીનું રૂપ બતાવ્યું હતું. અંતે બન્ને કીડનેપર બાળકીને મુકીને ભાગ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ૪ વર્ષની બાળકીની માતાએ ફિલ્મી ઢબે બન્ને કીડનેપર સાથે બાથ ભીડતા અપહરણ કરતા પોતાનું વાહન અને સાથે લાવેલ થેલી મુકીને નાસી છુટયા હતા.
બાળકીની માતાએ પોતાની બાળકી બચાવવા માટે ભીડેલી બાથમાં પાડોશીઓએ પણ મદદ કરી હતી. અપહરણકર્તાઓ પોતાનું બાઈક લઈને ભાગતા હતા ત્યારે પાડોશીએ પોતાનું સ્કુટી આડુ રાખી રસ્તો બંધ કર્યો છે. પોલીસને જાણ કરતા પોલીસે અપહરણ કર્તાઓની બાઈકના નંબર પરથી તપાસ હાથધરી બાઈકના માલિક વિશે માહિતી મેળવી હતી. અપહરણ કર્તાઓને પકડી પાડયા હતા. અપહરણ કર્તાઓએ પોલીસ સમક્ષ સ્વિકાર્યું હતું કે, અપહરણ કરવા માટે છોકરીના કાકાએ એક લાખ રૂપિયા આપ્યા હતા. પોલીસને અપહરણકર્તાના થેલામાંથી ભારતીય બનાવટની ગન અને ચાર કારતૂસ મળ્યા હતા.