રેડકોર્નર નોટિસ, ઇનામ જાહેર કરવું અને ભાગેડુ જાહેર કરવા પોલીસના કાયદાકીય શસ્ત્ર
આરોપીને પકડવા ઇનામ જાહેર કરવું પોલીસ માટે નાલેશી પણ ઇનામધારી આરોપીને પકડવો પોલીસ માટે ગૌરવ
મોસ્ટ વોન્ટેડ અપરાધિને પકડવા માટે પોલીસ દ્વારા ઇનામ જાહેર કરવા, ભાગેડુ જાહેર કરવા અને રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરી આરોપી માટે ભીસ વધરાવામાં આવતી હોય છે.
આમ છતાં ઘણા આરોપીઓ લાંબો સમય સુધી પોલીસ પકડથી દુર રહેવામાં સફળ રહે છે. વાહન વ્યવહાર અને કમ્પ્યુટરના ઝડપી યુગમાં આરોપી ગુનો કરી દુર સુધી નીકળી જવામાં સફળ રહે છે ત્યારે તેને કંઇ રીતે કાયદાના સકંજામાં લેવો તે અંગે ઘણા કાયદા અસ્તીત્વમાં છે તેમજ આરોપીને પોલીસના શરણે આપવુ પડે તે માટે કેટલીસ કાયદાકીય જોગવાઇ રહી છે.
ગુનેગાર માટેની માહિતી મેળવવા માટે અંગ્રેજ શાસનમાં ઇનામ જાહેર કરવાની પ્રથા હતી. સરકાર અને પોલીસ માટે ગુનેગાર માથાનો દુ:ખાવો બને ત્યારે તેના અંગેની માહિતી મેળવવા ઇનામ જાહેર કરવામાં આવતું હતી. અંગ્રેજ શાસનના અંત બાદ દેશના કેટલાક રાજયમાં ડાકુઓની રંજાડ હતી અને લૂંટફાટ કરી જંગલ વિસ્તારમાં આશરો મેળવી લેતા હોવાથી આવા ડાકુઓને પકડવા પોલીસ માટે મુશ્કેલ બનતુ ત્યારે તેના માથે ઇનામ જાહેર કરવામાં આવતું હતું. મોસ્ટ વોન્ટેડને પકડવા માટે પોલીસ દ્વારા તેની સત્તાની જોગવાય મુજબ ઇનામ જાહેર કરવામાં આવે છે તેમજ સરકાર દ્વારા ઇનામ જાહેર કરવામાં આવે તે વધુ રકમનું હોય છે. જેના કારણે પોલીસને બાતમી મળતી હોવાનું માનવામાં આવે છે. ગુનેગારને પકડવા માટે ઇનામ જાહેર કરવું પડે તે પોલીસ માટે નાલેશી છે પરંતુ ઇનામધારી ગુનેગારને પકડવો પોલીસ માટે મોટુ ગૌરવ અપાવે છે.
મોસ્ટ વોન્ટેડ માટે ઇનામ જાહેર કરવું પોલીસ કે સરકાર માટે ફરજીયાત નથી કે કોઇ કાયદાકીય જોગવાય નથી પરંતુ આરોપીને ભાગેડુ જાહેર કરવા માટે પોલીસે સીઆરપીસી કલમ ૭૦ મુજબ વોરન્ટ કોર્ટમાંથી મેળવવું પડે છે અને સીઆરપીસી કલમ ૮૩ મુજબ વોન્ટેડ આરોપીની મિલકત ટાચમાં લેવાની પણ વોરન્ટ દ્વારા કોર્ટમાંથી મંજુરી લેવી ફરજીયાત બને છે.
આ રીતે જ આરોપી દેશમાં ગંભીર ગુનો આચરી વિદેશ ભાગી જાય ત્યારે તેના પર ભીસ વધારવા માટે ઇન્ટરપોલની મદદ લઇ રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવામાં આવે છે. વિશ્ર્વના અલગ અલગ દેશ વચ્ચે આરોપીના પ્રત્યાપર્ણની સંધી થતી હોય છે. આ સંધી જે દેશ સાથે થઇ હોય તે દેશનો આરોપી ભારતમાં છુપાયો હોય ત્યારે તેને પકડી જે તે દેશને સોપવાનો હોય છે. તે રીતે ભારતના વોન્ટેડ આરોપીને પકડીને તેની સામે ભારતીય કાયદા મુજબ કાર્યવાહી કરવા ભારતને સોપવામાં આવતો હોય છે.
આરોપીને પકડવા ઇનામની રકમ કંઇ રીતે જાહેર થાય?
સમાજ માટે ખતરાપ આરોપીને તાકીદે પકડી લેવા માટે પોલીસ અને સરકાર દ્વારા વોન્ટેડ આરોપીની માહિતી આપનાર માટે ઇનામ જાહેર કરી આરોપીની માહિતી આપનારની વિગતો ગુપ્ત રાખવાનું જાહેર કરાઇ છે. આરોપીના ક્રુત્ય મુજબ પોલીસ દ્વારા અને સરકાર દ્વારા અલગ અલગ ઇનામ જાહેર કરવામાં આવે છે. પોલીસ અધિકારીઓ આ બાબતે ભલે ગમે તે રહે પરંતુ આરોપી માટે ઇનામ જાહેર કરવું એ પોલીસ માટે નાલેશી ગણવામાં આવે છે. જ્યારે ઇનામધારી ગુનેગારને પોલીસ દ્વારા પકડવામાં આવે ત્યારે તે સૌથી સા ગૌરવ ગણાવામાં આવે છે.
આરોપીને ભાગેડુ કંઇ રીતે જાહેર કરાઇ?
ગુનો આચર્યા બાદ આરોપી લાંબા સમયથી પોલીસ પકડથી દુર રહેતો હોય ત્યારે પોલીસ દ્વારા સીઆરપીસીની કલમ ૭૦ મુજબ ભાગેડુ જાહેર કરવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવે છે. ત્યાર બાદ સીઆરપીસી કલમ ૮૨ મુજબ આરોપીને ભાગેડુ જાહેર કરતું જાહેરનામું કોર્ટમાંથી મેળવવામાં આવે છે. કોર્ટ દ્વારા બહાર પાડેલું જાહેરનામું સમગ્ર રાજયના તમામ પોલીસ મથકે પકડી વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે જાહેર અનુરોધ કરવામાં આવે છે અને આરોપીને પોલીસને શરણે થવા માટે ૧૫ થી ૩૦ દિવસનો સમય આપવામાં આવે છે. ત્યાર બાદ આરોપીની મિલકત ટાચમાં લેવાની માગણી કરતી સીઆરપીસી કલમ ૮૩ મુજબ કાર્યવાહી કરવાની કોર્ટમાંથી મંજુરી લેવામાં આવે છે. જેના કારણે આરોપી પર ભીસ વધવાથી તે પોલીસમાં સામેથી હાજર થતો હોય છે.
રેડ કોર્નર નોટિસ શું છે? કંઇ રીતે અપાઇ?
ગંભીર ગુના આચરી કેટલાક અપરાધિ વિદેશ ભાગી જઇ આશરો મેળવી લેતા હોય છે ત્યારે આવા આરોપીઓને પકડવા અને તેની સામે કાનૂની કાર્યવાહી કરવા માટે વિશ્ર્વમાં ઇન્ટરપોલની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા આંતકવાદી, બળવાખોર, ડ્રગ્સ માફિયાને ભીસમાં લેવા માટે ઇન્ટરપોલની મદદથી જુદા જુદા પ્રકારની નોટિસ ઇસ્યુ કરવામાં આવતી હોય છે જેમાં બ્લુ, યલો, બ્લેક અને રેડ કોર્નર નોટિસ ગુનાના પ્રકાર મુજબ આપવામાં આવે છે. રેડ કોર્નર નોટિસ ઇસ્યુ થયા હોય તેવા આરોપીના પાસપોર્ટ જપ્ત કરવા અને સંધિ થઇ હોય તેવા તમામ દેશના એરપોર્ટ પર વોન્ટેડ આરોપીની માહિતી જાહેર કરતું પોસ્ટર લગાવવામાં આવે છે.