આવિશ્વનું સૌથી દુર્ગંધીત ફળ છે, જેનો ભાવ જાણીને દરેક દંગ રહી જશો !
દુનિયામાં ઘણાં બધાં ફળ છે, પરંતુ આજે અમે તમને જે ફળ વિશે જણાવવાના છીએ, જે ભાગ્યે જ તમને ખબર હશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેને વિશ્વનું સૌથી દુર્ગંધવાળું ફળ કહેવામાં આવે છે. તેની કિંમત વધુ આશ્ચર્યજનક છે. આ ફળ 500 ડોલર એટલે કે 35 હજાર 730 રૂપિયા છે. આ ફળ ઇન્ડોનેશિયામાં વેચાય છે જેને ડ્યુરિયન ફળ તરીકે ઓળખવામાં આવે છે.
આ ફળ માટે ઇન્ડોનેશિયામાં ઘણું ક્રેઝ છે. સોશ્યલ મીડિયા પર પણ તેની ઘણી ચર્ચાઓ છે. જ્યારે પણ લોકો આ ફળને દુકાનોમાં જુએ છે ત્યારે તેઓ તેની સાથે સેલ્ફી લેતા જોવા મળે છે.
અહીં તેને ‘ફળોના કિંગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ તમે જાણો છો, વિશ્વનું સૌથી દુર્ગંધયુક્ત ફળ હોવાથી, તેને દુકાનમાં ખાસ રીતે રાખવામાં આવે છે. દુકાનદારો તેને અલગ ગ્લાસ બોક્સમાં સાટિનના કપડાથી લપેટી રાખે છે.