‘ચા’ની એક નાનકડી ‘ચુસ્કી’ પણ ‘ચા’ પ્રિયજનોને ઉર્જા મળ્યાનો એહસાસ કરાવે છે: ગુજરાતીઓની પ્રથમ પસંદ ધરાવતુ આ પીણાનુ વધુ પડતુ સેવન નુકસાન કારક છે
‘ચા’ની એક નાનકડી ‘ચુસ્કી’થી પગ ‘ચા’ પ્રિયજનોને ઉર્જા મળ્યાનો એહસાસ થાય છે: ગુજરાતીઓની પ્રથમ પસંદ ધરાવતુ આ પીણાનુ વધુ પડતુ સેવન નુકસાન કારક છે ગુજરાતીઓની પ્રથમ પસંદ ધરાવતુ આહલાદક પીણુ એટલે ‘ચા’ જેની એક નાની અમથી ‘ચુસ્કી’ લેવાથી ‘ચા’ના રસિયાઓને ઉર્જા મળી તેવો અહેસાસ થાય છે આ મતો દરેક ચીજ ના અતિરેકમાં ગેરફાયદોઓ સમાયેલા હોય છે. તેવી જ રીતે ‘ચા’ને લઇને પણ કે તેનું વધુ પડતુ સેવન કરવાથી શરીરને અમુક નુકસાન થાય છે એ વાત પણ સર્વવિદિત છે. છતાં પણ ‘ચા’ના રસિયાઓ માટે તે વ્યસન બની ગયુ છે. જે સમયાંતરે ન મળવાથી શરીરને તેનો ખાલીયો વર્તાય છે. ‘ચા’ પીવાનો સમય થઇ ગયો છે, તેવો સંકેત માઇન્ડ આપી દે છે. તેવી ઉતમ તાકાત ધરાવતુ આ પીણુ છે.
ધાર્મિક માન્યતાનુસાર ‘ચા’ ને શ્રી રામજીનું વરદાન પ્રાપ્ત છે
‘ચા’ સાથે નાનકડો એવો એક ધાર્મિક કિસ્સો પણ સંકળાયેલો છે. જેનાથી કદાચ ઘણા લોકો અજાણ હશે. સમયમાં રામાયણના એક કિસ્સામાં જયારે હનુમાનજી રાવણના પુત્ર મેધનાદ ઇન્દ્રની સાથેના યુધ્ધમાં મૂર્છિત થાય છે. અને ત્યારે હનુમાનજી તેને સાજા કરવા માટે જડીબટ્ટીઓની ખોજમાં સંપૂર્ણ પર્વત ઉંચકીને શ્રીરામ તથા રાજવૈદ્ય સમક્ષ મુકે છે. ત્યારે રાજવૈદ્યની જરૂરિયાત મુજબની હનુમાનજીને સાજા કરવાની જડીબુટ્ટીઓ લઇ લેવામાં આવે છે, અને ત્યારે અન્ય વનસ્પતિઓ (જડી બુટ્ટીઓ) શ્રીરામ સમક્ષ પોતાની વ્યથા રજૂ કરે છે કે “અમારા ઉપયોગને ન્યાય ન હતો મળવાનો તો પછી અમને અહીં શા માટે લાવવામાં આવ્યા ત્યારે આ જડી બુટ્ટીઓને ન્યાય આપવા માટે શ્રી રામ તેના રસને ખુદ પોતાના મુખમાં ધારણ કે છે અને તેના નિચોવેલા પાનને એટલે કે ‘કુચા’ને ચારેય દિશાઓમાં ફેકે છે અને આ ‘કુચા’ઓને વરદાન આપે છે કે ‘પુથ્વી પરના કોઇ માનવને તમારા વગર નહી ચાલે’ અને ‘કુચા’ ન રહીને આજે આપણે સૌ પીએ છીએ સૌનું માનીતુ પીણુ ‘ચા’ છે. આમ ‘ચા’ને ખુદ શ્રીરામના આર્શીવાદ પ્રાપ્ત થયા છે.
‘ચા’ પીવાથી થતા કેટલાંક ગેરફાયદાઓ
ભારતમાં ચાના રસિયાઓનું અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતમા ‘ચા’ના રસિયાઓ વધારે હોય છે. ‘ચા’ના રસિયાઓ માટે ખાસ અગત્યની વાત સામે આવી છે, તે એ છે કે સવારના સમયે ખાલી પેટે ચા પીવાની આદત હોય તેઓને ખાસ ચેતવાની જરૂર છે. કારણ કે ખાલી પેટે ઉઠતાની સાથે જ ચા પીવાની આદત શરીરને નુકસાન કરે છે. જેનાથી પાચન સંબંધિત સમસ્યા થવાની સંભાવના વધી જાય છે. ખાલી પેટે ચા પીવાથી ગટ બેકટેરિયાને નુકસાન પહોંચે છે. ગટ બેકટેરિયા પાચનતંત્રને મજબૂત રાખે છે. ‘ચા’માં કેફીન નામનું તત્વ હોવાને કારણે દિવસની શરૂખઆતમાં જ તેને પીવાથી પેટમાં ગેસ, એસીડીટી, જેવી સમસ્યાઓ થઇ શકે છે. અને જો પેટ સાફ ન આવે તો દરેક દર્દનું મુળ ત્યાંથી છે. તેથી તેના કારણે અન્ય રોગોની સંભાવનાઓ વધી જાય છે.