• બાળક અનુકરણ, અવલોકન, પ્રયત્ન અને ભૂલ, ભાગીદારી, સમસ્યા ઉકેલ, તપાસ-શોધ જેવી બાબતોને કારણે શીખે છે: શિક્ષકે શિક્ષણની સંકલ્પના અને પ્રક્રિયા બરોબર સમજવી પડે છે
  • બાળક જીજ્ઞાસુ હોવાથી ઘણા પ્રશ્ર્નો પુછે છે, નાના બાળકો શિક્ષકની સુચના પ્રમાણે કાર્ય કરે છે: નાના બાળકો સાધારણ પ્રશ્ર્નોના જવાબો આપતા હોય છે

બાળકની શિક્ષણ પ્રક્રિયામાં શિક્ષકની ભૂમિકા સૌથી અગત્યની છે. શિક્ષણ એટલે શું? બાળક કેવી રીતે શીખે છે? શિક્ષક બાળકોના શિક્ષણને સરળ કેમ બનાવી શકે? આવા બધા જ પ્રશ્ર્નોના જવાબમાં શિક્ષક સજ્જતા ખૂબ જ જરૂરી છે. શિક્ષણમાં સૌથી અગત્યની બાબત દ્રઢિકરણ છે અને સતત સર્વગ્રાહી મૂલ્યાંકન છે. બાળકને ક્યારેય ભણાવી ન શકાય માત્ર તેને માર્ગદર્શન-સમજ આપીને તેને ભણતો કરી શકાય છે. સ્વઅધ્યયન એટલે જ તેના વિકાસ માટેનું અતી મહત્વનું છે. દરેક બાળકમાં જીજ્ઞાસા વૃત્તિ પાવરફૂલ હોવાથી તે ઘણા બધા પ્રશ્ર્નો પુછે છે. નાનકડા બાળકો શિક્ષકની સુચના મુજબ બહુ જ સારૂ કાર્ય કરે છે.

IMG 0857

દરેક બાળક પોતે શિખવાની પ્રક્રિયામાં અનુકરણ અવલોકન, પ્રયત્ન અને ભૂલ, ભાગીદારી, સમસ્યા ઉકેલ, સુચના પ્રમાણે કાર્ય, સાથે આસપાસના પર્યાવરણ જેવામાંથી પ્રેરણા મેળવી, પોતાને સંતોષ થાય તે રીતે હલ શોધીને રસ-રૂચી પ્રમાણે શિક્ષણ પ્રક્રિયામાં સામેલ થાય છે. પ્રારંભે પ્રથમ વખત આવતું બાળક શાળા વાતાવરણમાં ફિટ બેસતા થોડા સમય એડજસ્ટ થવામાં લગાડે છે.

આ ગાળા માં શાળા સંકુલ, શિક્ષકોની ભૂમિકા અગત્યની છે. બાળકના રસ-રૂચી, વલણોને ધ્યાને લઇને તેને શાળાએ આવવું ગમે, બેસવું ગમે અને ભણવું ગમે તેવું વાતાવરણ શિક્ષકે નિર્માણ કરવું પડે છે. ધો.1માં 100 ટકા નામાંકન થયા બાદ ધો.8 સુધીમાં તે સંખ્યા 80 ટકા થઇ જાય છે. મતલબ કે 20 ટકા બાળકોને આ માફક ન આવવાથી તે શાળા છોડી ધ્યે છે મતલબ ડ્રોપ આઉટની સમસ્યાના મૂળમાં રસમય શિક્ષણનો અભાવ જોવા મળે છે.

14202596 1174425022601488 4189799624817246830 n

બાળકના પ્રારંભ શિક્ષણના ધો.1-2 અતિ મહત્વના એટલા માટે છે કે તે શાળા માધ્યમ અને ઘરના આસપાસના વાતાવરણ તથા તેની જેવડા મિત્રો પાસેથી ઘણું બધુ શિખવા લાગે છે. આ ગાળામાં તેની વાંચન, ગણન અને લેખનની ક્ષમતાનો વિકાસ થતાં તેને શિક્ષણ પ્રત્યેનો લગાવ વધે છે અને વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં જોડાવા લાગે છે. વર્ગખંડની અસરકારકતા પણ બાળ શિક્ષણનો અગત્યનો ભાગ હોવાથી આ બાબતે શિક્ષકે કાળજી લેવી પડે છે. વર્ગખંડની દરેક પ્રવૃત્તિમાં બધા જ બાળકો ભાગ લે એ જરૂરી છે. રસમય શિક્ષણ અને પ્રવૃત્તિ જ બાળકનાં સંર્વાગી વિકાસ માટે અગત્યની છે.

વર્ગખંડની તમામ પ્રવૃત્તિમાંથી બાળક તેની આવડત કે સમજણ પ્રમાણે જોડાય છે. આ ગાળામાં જ તે બાળકોમાંથી પ્રેરણા મેળવે છે. તેને જૂથમાં એક્ટીવીટી કરવી ગમતી હોવાથી શિક્ષકે તે વધુ કરાવવી જરૂરી છે.

content image 7df67761 d2a4 4911 84d1 196bfd1fe95a

સૌથી અગત્યની વાત દ્રઢિકરણની છે. બાળકને બહુ યાદ ન રહેતું હોવાથી તેની વયકક્ષા મુજબ થોડો સમય જ ધ્યાન કેન્દ્રીત કરી શકતો હોવાથી દ્રઢિકરણ સૌથી અગત્યની બાબત છે. આગલા દિવસે ચાલેલ બીજા દિવસે પ્રારંભે યાદ કરાવવું, પુનરાવર્તન કરવું એ જ શ્રેષ્ઠ બાબત છે.

શિક્ષણમાં આજ વસ્તું રસમય બનાવે છે. શિક્ષકની સુચનાનો અમલ, શ્રવણ તથા તે મુજબનું કાર્ય તેનો માનસિક વિકાસ કરે છે. ગણિતમાં મહાવરા આપવાથી તેને ગણન પ્રક્રિયામાં સરળતા રહે છે. એક-બે દાખલાની સમજ બાદ તેવા જ દાખલા તમે સ્વ-અધ્યયનમાં આપો તે તેને ગણવા પ્રેરાય છે. જો તેને તકલીફ પડતી હોય તો વ્યક્તિગત માર્ગદર્શન આપીને પણ તેને સબળા કરી શકાય છે.

બાળકને કેટલું આવડ્યું છે? આ માત્ર મૂલ્યાંકનથી જ શિક્ષકને ખબર પડે છે. આજના યુગમાં તો હવે દરેક બાળકનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરવું જરૂરી છે. આજે દર વિકે ટેસ્ટ લેવાય છે અને જે અભ્યાસક્રમ ચાલેલ છે તેની લેવાતી ટેસ્ટથી બાળકોને કેટલું યાદ રહ્યું તે પણ ખબર પડી જાય છે. સેમેસ્ટર પધ્ધતિ એટલે જ સફળ થઇ છે કે બાળકને આખા વર્ષનું યાદ રાખવું પડતું નથી.

03 4

શિક્ષકોના શિક્ષણ પધ્ધતિ પણ બાળકની શિખવાની પ્રક્રિયા સાથે સંબંધ હોવાથી બાળકને રસ પડે તેવી પધ્ધતિથી શિક્ષણ આપવું જોઇએ જેમાં ચિત્ર પધ્ધતિ, નાટ્ય પધ્ધતિ, વાર્તા પધ્ધતિ સાથે વિવિધ ટેકનીકનો ઉપયોગ, દ્રશ્ય શ્રાવ્ય સાધનો અને શૈક્ષણિક રમકડાંના માધ્યમથી બાળકને ઝડપી અને ચિરંજીવી શિક્ષણ આપી શકો છો.

જીવન મૂલ્ય શિક્ષણમાં બાળકોને પ્રેરક પ્રસંગો બહુ જ અસર કરે છે, માટે પ્રાર્થના સમયે અથવા જ્યારે અવકાશ મળે ત્યારે બાળકોને કહેવા જ જેને કારણે તેને સારા-નરસાની પરિભાષાની સમજ પડે છે.

બાળકોને સમુહમાં કહેવાની ટેવ ખૂબ જ સારી છે. બધા જ આવતાં તહેવારો વિશે તેને વાત કરીને શાળામાં ઉજવણી કરવાથી તેનામાં આપણી સંસ્કૃતિ, ઐતિહાસિક વારસો જેવું ઘણું જ્ઞાન મળે છે. બાળકોને અનુભવજન્ય શિક્ષણ આપવાથી તેનો સંર્વાગી વિકાસ ઝડપી થાય છે. પોતાના વર્ગના બાળકો સાથે રમતોના નિયમોનું પાલન કરતાં કેટલીક રમતો રમે છે. સ્પોર્ટ્સ દ્વારા બાળકમાં લીડરશીપના ગુણો ખીલે છે.

04 3

બાળક અનુકરણથી ઘણું શીખી શકતો હોવાથી શિક્ષકે આ બાબતે જાગૃત રહેવું જરૂરી છે. બાળકની અવલોકનની ટેવ પાવરફૂલ હોવાથી તે પણ ઘણી બાબતોમાં માર્ગદર્શન આપી શકે છે. બાળક તેની શિક્ષણ પ્રક્રિયામાં પ્રયત્ન અને ભૂલ આ બે શબ્દોમાંથી ઘણું બધુ શીખે છે. ભૂલ થયાનો ખ્યાલ તેને ફરી વિચાર કરીને ફરી પ્રયત્ન કરવા પ્રેરણા આપે છે. નવુ-નવું શિખવાની જીજ્ઞાસા જ તેને પ્રયત્નો કરવા પ્રેરણા આપે છે. બાળક-બાળકમાંથી ઘણું શીખતો હોવાથી ગૃપમાં પ્રવૃત્તિ અતિ ઉત્તમ છે, નાના જૂથોમાં કરાવેલી પ્રવૃત્તિ સક્રિય સહભાગિતામાં હોવાથી સારૂ પરિણામ આપે છે.

બાળક પ્રયત્ન અને ભુલથી જ શિખે છે !!

શિક્ષણમાં શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ ગુરૂ-શિષ્યનો છે. શિક્ષક બાળકનો ઘડવૈયો છે અને તે દેશના ભાવિ નાગરિકોનું ઘડતર કરે છે. બાળક કેવી રીતે શીખે છે તે પ્રશ્ર્નનાં જવાબમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. જેમાં સૌથી અગત્યની બાબત પ્રયત્ન અને ભૂલ છે. અનુકરણ, અવલોકન સાથે સમસ્યા ઉકેલ પણ તેના સંર્વાગી વિકાસ માટે અગત્યના પાસા છે. નાનું બાળક પણ ઘણી તપાસ કરીને નવી શોધ કરી શકે તેવું ક્ષમતાવાળું હોય છે, તેને ઉદ્ભવતા તમામ પ્રશ્ર્નોનું નિરાકરણ વૈજ્ઞાનિક આધારો સાથે થવું જરૂરી છે. શિક્ષણ પ્રક્રિયામાં પ્રોત્સાહન સાથે બાળકને મનોવિજ્ઞાન ઢબે સમજવો જરૂરી હોવાથી શિક્ષક સજ્જતા ખુબ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.