ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના દ્વિતીય પદવીદાન સમારોહમાં આઠને ગોલ્ડમેડલ : કુલ 101 છાત્રોને અપાઈ ડિગ્રી ચાર ટોયવાનનું લોકાર્પણ :યુનિ. દ્વારા પ્રકાશિત 14 પુસ્તકો, બાળકો માટે એક ગેમનું થયું વિમોચન

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો દ્વિતીય પદવી દાન સમારોહ 24મી એપ્રિલન ેરવિવારે કુલાધિપતિ અને ગુજરાતના  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો. જેમાં 8 વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરાયા. આ સમારોહમાં કુલ 101 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી. આ કાર્યક્રમમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત 14 પુસ્તકો તેમજ ટોય ઈનોવેશન વિભાગ દ્વારા તૈયાર કરાયેલી ગેમ ‘ક્લાઈમેટો ચેન્જ’ નું પણ વિમોચન કરવામાં આવ્યું.

Padvidan 2 scaled

આ અવસરે અતિથિ વિશેષ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર,  ઉપાધ્યક્ષ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ હર્ષદભાઈ શાહ તેમજ  અગ્ર સચિવ એસ. જે. હૈદર સહિતના મહાનુભાવોએ ટોય ઈનોવેશન વિભાગની ચાર ટોયવાનનું લોકાર્પણ કર્યું અને લીલીઝંડી આપીને ચારેય વાનને પ્રસ્થાન કરાવ્યું.કાર્યક્રમના અતિથિ વિશેષ અને રાજ્યના  કેબિનેટ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, આપણી ઋષિ પરંપરા, ગભ સર્ંસ્કાર, સોળ સંસ્કારો જે આપણી સંસ્કૃતિનો ભાગ હતા,

ચિલ્ડ્રન યુનિવર્સિટીના કૃલપતિ હર્ષદભાઇ શાહે સ્વાગત પ્રવચનમાં કહ્યું કે આ યુનિવર્સિટીએ અત્યાર સુધીની 13 વર્ષની યાત્રામાં વિશિષ્ટ ઉંચાઇ પ્રાપ્ત કરી છે અને આગળ વધી રહી છે.સાજે ટોયવાન માટે બી.પી.સી.એલ.એ. આપેલા 4.80 કરોડના અનુદાન માટે તેમનો આભાર વ્યકત કર્યો હતો.

આ પદ્વીદાન સમારોહમાં રાજયપાલ દેવવ્રત આચાર્ય, શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વધુ ઉજ્જવળ પ્રદર્શન કરે અને દેશ-વિદેશમાં ભારત અને ગુજરાતનું નામ રોશન કરે તે માટે વિજેતાઓ વિદ્યાર્થીઓનો જુસ્સો વધાર્યો હતો. આ સમારોહમાં ચિલ્ડ્રન યુનિ. દ્વારા પ્રકાશિત પુસ્તકોનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતું આ તકે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હર્ષોઉલ્લાસની લાગણી છવાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.