કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણી
કોકોનટ થિયેટરની ચાય-વાય અને રંગમંચ શ્રેણીની એકેડેમીક સેશનમાં વિવિધ કલાકાર રંગમંચની દૂનિયાના વિવિધ પાસાઓની છણાવટ સાથે યુવા કલાકારોને માર્ગદર્શન આપી રહ્યા છે.
કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમચ ગુજરાતી તખ્તાને સંગ સિઝન 3 માં ગઈકાલે પધાર્યા ટ્રાન્સમીડિયા એવોર્ડ પુરસ્કૃત, ચિત્રલેખા સ્પર્ધા વિજેતા, પ્રસિદ્ધ દિગ્દર્શક અને કલાકાર રાજુલ દિવાન. જેમનો વિષય હતો, નેપથ્યનું મહત્વ. કોકોનટ થિયેટરના અત્યાર સુધીના લાઈવ સેશનમાં આ પ્રથમવાર બેકસ્ટેજના વિષય પર રાજુભા વાત કરી રહ્યા હતા. નાટક માટે ખૂબ જ જરૂરી અગત્યનું અને અનિવાર્ય અંગ કહેવાય એવું નેપથ્ય, જેના વિશે દરેક નાટક કર્મીને ખબર હોવી જોઇએ, તેની વિગતવાર ચર્ચા કરતાં પહેલા રાજુભાઈ એ રંગદેવતાને યાદ કરી આંગિકમના શ્લોક સાથે શરૂઆત કરી અને નેપથ્ય વિશે રાજુલ ભાઈએ જણાવ્યું કે બાળપણથી જ અભિનેતા બનવાનો ચસ્કો લાગ્યો હતો અને એ ઉત્સાહ વધતો ગયો.
ગુજરાતી રંગભૂમિ પર બેકસ્ટેજ જેવું કંઈક છે એનો મને ખ્યાલ જ નહોતો. મને એમ હતું કે નાટકમાં કામ કરવું એટલે કલાકાર તરીકે નાટકમાં પહોંચી જવું, જેથી કામ મળી જાય. આજે હું જે કંઈ પણ છું એ કમલેશ દરૂ ના કારણે છું. કમલેશ ભાઈ મને સૌપ્રથમ કાંતિ મડિયા પાસે અભિનય માટે લઈ ગયા હતા. મારી ઓળખાણ આપી, હજુ હું કંઈ બોલું ત્યાં જ કાંતિભાઈ એ જણાવ્યું કે નાટકમાં કોઈ રોલ નહિ મળે, આ સાંભળી મારા સપનાઓ તૂટી ગયા. કાંતિભાઈ એ કહ્યું તું આવ બેકસ્ટેજ શીખ, કામ કરવું પડશે તું ટકશે તો મને ગમશે.
બાકી તારા જેવા આવે છે અને અઠવાડિયામાં ચાલ્યા જાય છે. ત્યારે મેં નેપથ્ય કરવાની હા પાડી અને સૌપ્રથમ કાંતિભાઈ એ કમલેશભાઈ ને જણાવ્યું કે આને સ્ક્રીપ્ટ આપો. જેમ જેમ સ્ક્રિપ્ટ વાંચી અને રિહર્સલમાંમાં જતો ગયો ત્યારે તેનું મહત્વ સમજાયું અને ખબર પડી કે બેકસ્ટેજ કરતા કલાકારે આખી સ્ક્રીપ્ટ માં ના દરેક કલાકારના ડાયલોગ, એમની સ્ટેજ પરની મુવમેન્ટ યાદ રાખવી જોઈએ અને જ્યારે કોઈ કલાકાર બે-ત્રણ દિવસ ગેરહાજર હોય ત્યારે આ બેકસ્ટેજ કરતા
અભિનય કરવાની દરેક કલાકારની પોતાની એક સ્ટાઈલ હોય છે: કલાકાર-ડો. આશુતોષ મ્હસકર
ચાયવાય એન્ડ રંગમચ ગુજરાતી તખ્તાને સંગ સિઝન 3માં ઓરિસ્સા સાંસ્કૃતિક વિભાગ દ્વારા નાટ્ય વિભૂષણ એવોર્ડથી સન્માનિત, ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમી દ્વારા સન્માનિત પાલનપૂર ફાઈન આર્ટસ કોલેજ ડ્રામા ડીપાર્ટમેન્ટનાં હેડ, પ્રસિદ્ધ લેખક, દિગ્દર્શક, કલાકાર અને નાટ્ય શિક્ષક ડો. આશુતોષ મ્હસકર લાઈવ આવ્યા હતા. જેમનો વિષય હતો એક્ટિંગની વિવિધ પદ્ધતિઓ વાત કરતા તેમણે જણાવ્યું કે અભિનય કરવાની દરેક કલાકારની પોતાની એક રીત હોય છે. ક્યાંક ને ક્યાંક કોઈ મેથડ દરેક કલાકાર પોતાની જાતે ડેવલપ કરતો હોય છે. આશુતોષ ભાઇ એ આજના લાઈવ સેશનમાં નાટકમાં વેસ્ટર્નના જે એક્સપર્ટ મહાનુભાવો થઈ ગયા. જેમણે નાટકમાં અલગ પદ્ધતિ આપી છે એમના વિશે વાત કરી. દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક પોતાના પાત્ર સાથે કોઈક રીતે કનેક્ટ થાય જ છે.
એ સાથે આશુતોષ ભાઈએ આંગિક,વાચિક,આહાર્ય અને સાત્વિક અભિનય વિશે જણાવ્યું અને વેસ્ટર્ન સ્ટાઇલ ઓફ એક્ટિંગ વિશે જણાવ્યું. કલાકાર અને પ્રેક્ષકના સબંધ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે કલાકારે પ્રેક્ષક સામે છે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે નહીં ? પ્રેક્ષક સામે છે એવું સમજ્યા વિના અભિનય કરાય ? કે પ્રેક્ષકો સાથે કમ્યુનિકેશન કરી અભિનય કરાય ? આ મુદ્દાઓ પર અભિનયની વિવિધ બાબતો અલગ અલગ એક્સપર્ટ લોકોએ ડેવલપ કરી. બીજો મુદ્દો છે એક્ટર અને કેરેક્ટર. આપણે જે કેરેક્ટર કરીએ છે એમાં ઊંડા ઊતરી જવું ?
કલાકાર તરીકે એ કેરેક્ટરનું માસ્ક મહોરુ પહેરવું ? કે પછી નાટકના રિહર્સલ દરમિયાન એ કેરેક્ટરમાં ઓતપ્રોત થઈ જવું ? અથવા નાટકના શો દરમિયાન એ કેરેક્ટરમાં વિલીન થઈ જવું ? લોકો અને સમાજ વચ્ચે જે ઘટનાઓ થાય છે એનું રંગમંચ પર પ્રસ્તુતિકરણ એ જ નાટક છે ? આ બધા સવાલોના અલગ-અલગ લોકોએ પોતાની રીતે જવાબો આપ્યા છે. સરસ મજાનો પૂર્વબંધ બધી આશુતોષ ભાઈએ માહૌલ ઉભો કર્યો.અને સાથે સાથે જર્મની,રશિયા,બ્રિટેન દરેક જગ્યાએ નાટક વિષે કઈ થિયેરી અમલમાં મુકાઈ છે એ વિષે વિસ્તારથી વાતો કરી.
અભિનય કરવાની દરેક કલાકારની પોતાની એક સ્ટાઈલ હોય છે: કલાકાર-ડો. આશુતોષ મ્હસકર
આજે સાંજે 6 વાગે કોકોનટ થિયેટરની ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમાં રંગમંચ-ફિલ્મો અને ટીવી શ્રેણીના વિખ્યાત અને અનુભવી કલાકાર પ્રભાકર શુકલા લાઈવ આવીને ‘મારા રંગ મંચના અનુભવો’ વિષય ુપર ચર્ચા અને અનુભવો શેર કરશે. વર્ષોથી રંગભૂમિ સાથે સંકળાયેલા પ્રભાકર શુકલાની વાતો-અનુભવોથી કલારસીકો કલાકારોને સ્ટેજની દૂનિયા સાથે એકટીંગ બાબતે ઘણું શીખવા મળશે. હાલમાં ચાલી રહેલી કોકોનટ થિયેટરની એકેડેમીક સેશનમાં ગુજરાતનાં નામાંકિત કલાકારો લાઈવ આવતા હોવાથી કલા ક્ષેત્રે રસ ધરાવતાઓને ઘણું શીખવા મળી રહ્યું છે.