આમ તો જોકે ૨૦૧૮માં ઘણા બધા બોલીવુડસેલબ્રિટીના લગ્ન થયા પ્રિયકા ચોપરા થી લઈને દિપીકા, તેમજ સ્પોર્ટશટલર સાઈના નેહવાલ, નેહા ધુપીયા અને કોમેડી કિંગ ગણાતા કપિલ શર્માએ પણ ૨૦૧૮ના પોતાના લગ્ન કર્યા છે આ બધા માટે૨૦૧૮ ખૂબ જ શાનદાર અને લકી રહ્યું છે. ત્યારબાદ વાત કરીએ તો દુનિયાના મોટા બિઝનેસમેનમુકેશ અંબાણીની દીકરી ના લગ્ન પણ ખૂબ જોરશોરથી ૨૦૧૮માં થયા.
દુનિયાના સૌથી મોંઘાઘરમાંથી એક ૨૭ માળના એન્ટેલિયામાં બુધવારે લગ્નની શરણાઈઓ સંભળાશે. ભારતના સૌથીમોટાબિઝનેસમેન મુકેશભાઈ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન બીઝનેસમેન આનંદ પીરામલસાથે થવાજઈ રહ્યા છે. આ પહેલા ઉદયપુરમાં બે દિવસ સુધી પ્રી વેડિંગ પાર્ટીનું આયોજનકરવામાં આવ્યું, જેમાંદેશ-વિદેશથી સેંકડો વીવીઆઈપી મેહમાન પહોંચ્યા હતા. રિલાયન્સનાઅંદરના સૂત્રોએ જમાવ્યું છે કે લગ્ન પર ૧ કરોડ ડોલરથી વધુનો ખર્ચ થશે તેવું કહીરહ્યા છે. કેટલાક અન્ય રિપોટ્સમાં કહેવામાં આવ્યું છે કે દેશની સૌથી મોંઘા લગ્ન પર૧૦ કરોડ ડોલર (૭૧૦ કરોડ રૂપિયા) સુધીનો ખર્ચ થશે. આ લગ્નને અત્યાર સુધીના ઉદ્યોગજગતના સૌથી મોંઘા લગ્ન કહેવામાં આવી રહ્યા છે.
ઉદયપુરમાં આયોજિત કાર્યક્રમ સામે લગ્નમાં ખૂબ ઓછા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સૂત્રોનું કહેવું છે કે મહેમાનોના લિસ્ટમાં અંદાજીત ૬૦૦ લોકો અને બંને પરિવારના નજીકના સગા સંબંધીઓ હાજર રહેશે. સૂત્રો મુજબ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, કેન્દ્રીય મંત્રી પ્રકાશ ઝાવડેકર, પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી, ગુજરાતના મુખ્યમંત્રીવિજય રૂપાણી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવન્દ્ર ફડણવીર સહિત અન્ય નેતાઓ લગ્નમાં હાજર રહી શકે છે. પોલીસનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગ્નમાં હાજરી આપશેકે નહીં તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.
લગ્ન અંબાણીના એન્ટિલિયા હાઉસમાં થવાના છે. પોલીસનું કહેવું કે મહેમાનોના આગમનને કારણે સવારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ શકે છે. રિસેપ્શન શુક્રવારે બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ(BKS)ના મેદાનમાં થશે. પોલીસનું કહેવું છે કે લગ્નમાં વીવીઆઈપી ગેસ્ટ હોવાને કારણે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.