વિશ્વમાં ઘણા સુંદર જીવો છે, જે લોકોને તેની સુંદરતાથી મોહિત કરે છે આ જીવોને જોઇને લાગે કે બીજા ગ્રહ પરથી આવ્યા હશે. બધા પશુ પક્ષીઓને સ્વબચાવ માટે કુદરતે વિવિધ કરામત આપી હોય છે. દુનિયામાં આજે પણ ખુબ જ જોખમી અને ઝેરી જીવો વસવાટ કરે છે
ઝેર શબ્દ સાંભળતા જ આપણને મૃત્યુનો ડર લાગે છે આપણે સામાન્યત: નાગ-વિંછીને વિશેષ ઝેરીલા માનીએ છીએ પણ વાસ્તવમાં સાપની અમુક પ્રજાપતિઓ ઝેરી હોય છે. અદ્યતન મેડીકલ સારવારને કારણે હવે તેના ડંખથી પણ માનવી બચી શકે છે. જોકે આજે પણ સર્પ દંશથી વિશ્વમાં હજારો લોકો મૃત્યુ પામે છે. જોકે આ પૈકી મોટા ભાગનાનું સારવાર ન મળતાથી તેમજ ખોટી દવાઓ મળવાને કારણે મૃત્યુ થાય છે. ઝેર ને કારણે વિકલાંગતા કે શરીરનો કોઇ કાપી નાખવો પણ પડે છે. ખુલ્લી કે અવવારૂ જગ્યાએ ચાલવામાં ઘણું ધ્યાન રાખવું જરૂરી છે. જંગલ તો તેમનું ઘર હોવાથી ત્યાં વિશેષ કાળજી લેવી હિતાવહ છે.
ગમે તેવા ઝેરીલા સાપને પણ હરાવી શકતો સ્કૂતિલો નોળીયો છે. તેની અને સાપની દુશ્મની બધા જાણે છે. દુનિયા ભરમાં તેની પ્રજાતિઓ 33થી વધુ જોવા મળે છે. આજે પણ દુનિયામાં ઘણા એવા નાના-મોટા પ્રાણીઓ છે જે ખુબ જ ખતરનાક અને ઝેરીલા છે. જે માણસને માત્ર 10 સેક્ધડમાં મોતને શરણે કરી દે છે. વિશ્ર્વમાં ઘણા સુંદર જીવો છે જે લોકોને તેની સુંદરતાથી મોહિત કરે છે. અમુકતો એટલા ચિત્ર-વિચિત્ર હોય કે આપણને લાગે કે આ કોઇ બીજા ગ્રહ ઉપરથી આવ્યો હશે. એક વાત છે કે બધા પશુ પંખી કે જીવ-જંતુઓ વિગેરેને સ્વ બચાવ માટે કુંદરતે વિવિધ કરામત આપી હોય છે જેને કારણે શિકારીથી બચે અને શિકાર પણ કરી શકે છે. આ દુનિયામાં આજે પણ ઘણા ઝેરી જીવો વસવાટ કરી રહ્યા છે.
વિશ્ર્વના મોટા જંગલોમાં અસંખ્ય જીવજંતુઓ રહે છે, જંગલોની દુનિયા નિહાળી છે. એક બીજા ઉપર એક બીજાનું અસ્તિત્વ ટકેલું હોય છે. વિશ્ર્વનાં ટોપ-10 સૌથી ખતરનાક પ્રાણીઓમાં નાનકડો કરોળિયા, દેડકો કે ગરોળી જેવા વિવિધ પ્રાણીઓ છે. જે એક દંશથી માનવીને મોત આપી શકે છે. આ પ્રાણીઓ પાસે ખતરનાક ઝેરી પાવર છે તેથી આવા ખતરનાક પ્રાણીઓ વિશે સૌએ જાણવું જરૂરી છે.
ડાર્ટ ફ્રોગ:
સેન્ટ્રલ અને સાઉથ અમેરિકામાં જોવા મળતા આ સુંદર દેડકા જે ખુબ મોટી માત્રામાં ઝેરનો સંગ્રહ ધરાવે છે. ભય જણાય ત્યારે તેનું આખુ શરીર અને સાથે જ તેની બહારની ચામડી પણ ઝેરીલી બની જાય છે. તે દુનિયાનો સૌથી ઝેરી દેડકો છે. બ્લેક અને બ્લુપટ્ટાથી ચમકતો ફ્રોગ માણસને મારી નાખવાની તાકાત રાખે છે.
કમાન્ડો ડ્રેગન:
આપણાં ઘરમાં જોવા મળતી ગરોળી કરતા હજારો ગણી મોટી ગરોળી છે. આ પ્રાણીને વિશ્ર્વની સૌથી મોટી ગરોળી અથવા કમાન્ડો ડ્રેગન કહેવાય છે. તે જંગલમાં રહેતું હોવાથી ઘણી આસપાસના ગામમાં ખોરાક માટે આવી ચડે છે. તેનું વજન 250 પાઉન્ડ જેટલું અને 10 ફૂટ જેટલી લંબાઇ હોય છે. તે હાલ માત્ર ઇન્ડોને શિયામાં જ જોવા મળે છે. તેની પૂંછડીમાં બહુ જ તાકાત હોય છે, જે તેને શિકાર કરવામાં મદદરૂપ થાય છે.
કોન સ્નેઇલ ફ્રીશ:
દરિયામાં તળાવ સરોવરમાં કે નદીમાં રહેતી આ માછલી ભયંકર ઝેરી છે. કોન સ્નેઇલ ખૂબ મોટી માત્રામાં ટોક્ષિત ઉત્પન કરી શકે છે. જેને વિજ્ઞાનની ભાષામાં કોનો ટોક્ષિન કહેવાય છે. જો આ ઝેર કોઇ મનુષ્યમાં ઇન્ટજેકટ થઇ જાય અર્થાત ડંખ મારી દે તો બ્લડ ટ્રાન્સફયુઝન સિવાય તેનો બીજો કોઇ ઇલાજ નથી.
પુફર ફીસ:
પાણીમાં રહેતી આ માછલી વિશ્વમાં સૌથી ખતરનાક માનવામાં આવે છે. તેના દ્વારા ઉત્પાદ થતુું ઝેર લોકોના સ્નાયુમાં પોરાલીસીસ અને નિષ્કિયતા લાવી દે છે. તેના ડંખથી માસણને લકવો થઇ જાય છે.
બ્રાઝિલીયન સ્પાઇડર: ક્રોનેયુટેરીયા નામથી ઓળખાતા બ્રાઝિલીયન વોન્ડરીંગ સ્પાયડર તરીકે જાણીતા છે. આ કરોળિયાનું ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ખાસ રીતે વગીકરણ કરાયું છે. આ કરોળિયો ખુબ ખતરનાક ટોક્ષિન ધરાવે છે. દુનિયાનો સૌથી ઝેરી કરોળિયો છે.
હુડેડ પિતુહૂઇ:
નાનું પક્ષી કોઇ દિવસ ઝેરી હોય પણ નવાઇની વાત છે કે વિશ્વમાં ખુબ ઓછી માત્રામાં જોવા મળતા પક્ષીઓમાનું એક ઝેરી પક્ષી છે તેને માત્ર સ્પર્શ કરવાથી તેનું શરીર જડ થઇ કે લકવો થઇ જાય છે. કુદરતે બધાજીવોમાં વિવિધ કરતબો મુકી છે. જે તેના બચાવ માટે આપી છે.
ઇન્લેંડ ટાઇપેન:
સાપની આ જાતિ વિશ્વમાં ખુબ જ ઝેરી માનવામાં આવે છે. માત્ર 0.03 મિલીગ્રામ કિલોગ્રામ ઝેર 100 જેટલા માણસોને મારવા માટે સક્ષમ છે. ક્રોબા કે એનાકોન્ડા કરતા પણ વિશેષ ખતરનાક આ ઝેરી સાપ છે.
સુરેગેઓન ફીસ:
આ માછલી ખુબ જ ઝેરી છે. આ જાત 18થી 24 સે.મી. જેટલી લંબાઇ ધરાવે છે. મોટા ભાગે તે સેવાળ ખોરાકમાં લેતી વખતે જ ઝેર ઇનજેકટ કરે છે. જો આ માછલી કોઇ મનુષ્ય ખાય તો તેનું ગંભી જીવલેણ કારણ બની જાય છે. દરિયામાં ઘણા જીવો સાવ નાના હોય તો પણ ખૂબ જ ઝેરી હોય છે.
એશિયન ફોરેસ્ટ સ્કોરપીયન:
વિંછીને જોતા જ આપણને ડર લાગે છે. તેનો ડંખ મુખ્યું આપે છે. પૂંછડીના ઉપરના ભાગે સાથ જેવા તિક્ષણ ભાગ હોય છે. પ ઇંચ જેટલી લંબાઇ ધરાવતો આ વીંછી નો ડંખ સુજન અને ભારે પીડા ઉત્પન કરે છે. ઘાટા બ્લેક કલરનો આ વિંછી સૌથી વધુ ખતરનાક છે.
લોનો મિયા ઓબલીકયુ:
લારવા ઉત્પન કરતી મોથની આ જાતિ ખુબ જ જાણિતી છે. તેઓની નાની જાતિ-બચ્ચાઓ જયારે તેના લાર્વલ કેપીલરી ફોર્મમાં હોય ત્યારે જ ઝેર ઉત્પન કરવાનું શરૂ કરે છે. આ જાતિ વિશ્વના ખતરનાક સાપો કરતા પણ વધારે ઝેરીલી માનવામાં આવે છે.
દુનિયામાં અમુક કરોળિયાનું ઝેર ‘સાયના ઇડ’ કરતા પણ જોખમી હોય છે. જેલી ફિશ પણ જોખમી હોય છે, દુનિયાના તમામ ઝેરી સાપ કરતા પણ બોકસ જેલી ફિશ ખુબ જ ઝેરી હોય છે. ભારતમાં જોવા મળતો ઇન્ડિયન રેડ સ્કોર્પિયન વિશ્ર્વનો સૌથી ઝેરીલો વીંછી છે. બ્લુ રિંગ્ડ ઓકટોપસ દુનિયાનો સૌથી ખતરનાક અને ઝેરી છે. આ ઓકટોપસના એક ડંખમાં એટલું ઝેર હોય છે કે જે માંથી 25 માણસો મૃત્યું પામે છે. સાવ નાની ગોકળ ગાયની એક એક પ્રજાતિ પણ ખુબ જ ઝેરી છે.